સિહોરમાં રૂદ્રાક્ષ મહોત્સવમાં ભારેનાસભાગ, 3000 લોકોની તબિયત લથડી, સ્થિતિ ગંભીર તંત્ર મૌન
સિહોર : મધ્યપ્રદેશના સિહોર પાસેના કુબુરેશ્વર ધામમાં રુદ્રાશ મહોત્સવ શરૂ થાય તેના એક દિવસ પહેલા જ લાખો લોકો ઉમટી પડ્યા હતા. જો કે ત્યાં અવ્યવસ્થાને…
ADVERTISEMENT
સિહોર : મધ્યપ્રદેશના સિહોર પાસેના કુબુરેશ્વર ધામમાં રુદ્રાશ મહોત્સવ શરૂ થાય તેના એક દિવસ પહેલા જ લાખો લોકો ઉમટી પડ્યા હતા. જો કે ત્યાં અવ્યવસ્થાને કારણે ભારે નાસભાગ મચી ગઇ હતી. રૂદ્રાક્ષ મેળવવા માટે 2 કિલોમીટર લાંબી લાઇન લાગી હતી. બુધવારે જ 2 લાખથી વધારે લોકોએ અહીંની મુલાકાત લીધી હતી. ગુરૂવારે બપોર સુધીમાં 10 થી 12 લાખ લોકો પહોંચી ચુક્યા છે. ભીડને અટકાવવા માટે બનાવાયેલા વાસના બેરિકેડ્સ હવે અપુરતા સાબિત થઇ રહ્યા છે.
પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સતત લોકો સારવાર માટે આવા રહે છે
બુધવારે સાંજે 5 વાગ્યા સુધીમાં પ્રાથમિક ઉપચાર કેન્દ્રમાં 2 હજારથી વધારે લોકો પહોંચી ચુક્યાં છે. ગુરૂવારે બપોર સુધીમાં આંકડો 3 હજારને પાર થઇ ચુક્યો છે. મોટા ભાગની ભીડ ભારે અવ્યવસ્થાને કારણે ગભરામણ ઉલટી ઇને ઇજાના કારણે થઇ હતી. બીજી તરફ આટલી મોટી ભીડ ભેગી થવાના કારણે વહીવટી તંત્ર પણ પહોંચી વળે તેવી સ્થિતિમાં નથી. જેથી રૂદ્રાક્ષ વહેંચનારી સમિતીને કાર્યક્રમ એક દિવસ વહેલા જ વહેંચણી શરૂ કરી દેવા માટે જણાવ્યું હતું. જેના કારણે એક દિવસ પહેલાથી જ લોકો એકત્ર થવા લાગ્યા હતા.
ADVERTISEMENT
10 હજારથી વધારે કાર્યકર્તાઓ અને પોલીસ છતા ભારે અવ્યવસ્થા
આયોજન સમિતીએ જણાવ્યું કે, 1500 થી વધારે પોલીસ કર્મચારીઓ અને 10 હજારથી વધારે સ્વયંસેવકો હોવા છતા સ્થિતિ કાબુમાં લેવી શક્ય નથી. મોટા ભાગના પોલીસ સ્ટાફ તો ટ્રાફીક સંભાળવામાં લાગેલો છે. જ્યાં રૂદ્રાક્ષ વહેંચાઇ રહ્યા છે ત્યાં માત્ર સ્વયંસેવકો જ હાજર હોય છે. આ રૂદ્રાક્ષ વિશે એવી વાયકા છે કે, આ રૂદ્રાક્ષને પાણીમાં પલાળીને પીવાથી તમામ રોગો દુર થાય છે. આ ઉપરાંત કોઇ ગ્રહદશા, ભુતપ્રેત સહિતની તમામ સમસ્યાઓનું નિવારણ થાય છે. જેના કારણે મોટી સંખ્યામાં લોકો આ રૂદ્રાક્ષ મેળવવા માટે લાઇનોમાં લાગે છે.
ADVERTISEMENT