બિહારમાં ગજબ કાંડ! યુવકનું લોજમાં નશીલી દવા આપી, હોશમાં આવ્યો તો થઇ ગયા હતા લગ્ન

ADVERTISEMENT

Bihar Marriage case
બિહારમાં લગ્નનો વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો
social share
google news

Saharsa Pakadua Biyah : બિહારના સહરસામાં પકડૌઆ લગ્નનો મામલો સામે આવ્યો છે. આ લગ્ન એક પકડૌઆ બ્યાહથી બિલ્કુલ અલગ છે. અત્યાર સુધી જેટલા પણ પકડૌઆનો કિસ્સો સામે આવ્યો છે. તેમાં સામાન્ય રીતે યુવકને ડરાવી-ધમકાવીને લગ્ન માટે મજબુર કરવામાં આવે છે. જો કે આ મામલો બિલ્કુલ અલગ છે.

બિહારમાં પકડાઉ લગ્નનો વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો

બિહારમાં એક ખુબ જ વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. અહીં યુવકની પકડોઆ લગ્ન કરી દેવાયા છે. તે પણ નશીલો પદાર્થ ખવડાવીને તેના લગ્ન કરી દેવાયા હતા. યુવકને હોશ આવ્યો તો જોયું કે બાજુમાં એક લાલ જોડામાં રહેલી એક યુવતી તેને પોતાનો પતિ ગણાવી રહી છે. આરોપ છે કે, તેની મરજી વિરુદ્ધ લગ્ન કરી દેવાયા હતા. હાલ યુવકની સારવાર ચાલી રહી છે. મામલો સામે આવ્યા બાદ પીડિત યુવકના પરિવાર દ્વારા પોલીસ સ્ટેશનમાં આવેદન આપીને કાર્યવાહીની માંગ કરી છે. ઘટના સિમરી બખ્તિયારપુર પોલીસ સ્ટેશન વિસ્તારની છે. મામલો શુક્રવારની મોડી રાતનો હોવાનું જણાવાઇ રહ્યું છે. 

કેટલાક લોકો અચાનક જ લોજ ખાતે પહોંચ્યા

ભવિસાહ ચોક ખાતે એક લોજમાં રહીને યુવક અભ્યાસ કરતો હતો. શુક્રવારે મોડી સાંજે કેટલાક લોકો અચાનક લોજ પહોંચ્યા હતા. યુવકને પોતાની સાથે લઇ જતા હતા. જો કે મેળામાં લઇ જવાના બહાને યુવકને સિમરી બખ્તિયારપુરના એક ગામમાં લઇ ગયા હતા. ત્યાં નશીલી દવા ખવડાવીને તેના લગ્ન કરાવી દેવાયા હતા. યુવક જ્યારે અર્ધબેહોશીની અવસ્થામાં વિરોધ કરે છે તો તેની સાથે મારામારી કરવામાં આવે છે. 

ADVERTISEMENT

પરિવારને અચાનક લગ્નની માહિતી મળી

પોલીસ સ્ટેશનમાં અપાયેલા આવેદન અનુસાર પરિવાર દ્વારા જ્યારે લગ્નની માહિતી મળી તો તેઓ પોતાના સાથીઓ સાથે શનિવારે મોડી રાત્રે યુવતીના ઘરે પહોંચ્યા. યુવક બેહોસીની હાલતમાં હતો ત્યાંથી તેને હોસ્પિટલ લઇ જવાયો. હાલ તેની સારવાર ચાલી રહી છે. પીડિત યુવકના પિતાનો દાવો છે કે, તેનો પુત્ર સહરસાના ભવિસાહ ચોક ખાતે લોજમાં રહીને અભ્યાસ કરે છે. ટ્યુશન ભણાવીને પોતાનો ખરચો કાઢે છે. 

    follow whatsapp

    ADVERTISEMENT