ઘરમાં આવી ગંધ આવે તો સમજી જજો કે ક્યાંક છૂપાયો છે ઝેરી સાપ!

ADVERTISEMENT

snakes smell
સાપની ગંધ
social share
google news

How to Smell Snakes : માનવ નાક એટલું શક્તિશાળી છે કે તે પર્યાવરણની સહેજ પણ ગંધને સરળતાથી ઓળખી શકે છે. મગજ તરત જ કહે છે કે તે ગંધ શું છે. પરંતુ શું તમે જીવંત પ્રાણીઓની ગંધ શોધી શકો છો? બની શકે કે તમે તમારા પાલતુ કૂતરા કે બિલાડીની ગંધથી જાણી શકો, પરંતુ શું તમે કહી શકશો કે તમારા ઘરમાં સાપ છે કે નહીં? જો તમે પણ આ જાણવા માગો છો તો આ સમાચાર ફક્ત તમારા માટે છે.

લોકો વારંવાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ કોરા પર વિવિધ પ્રકારના પ્રશ્નો પૂછે છે અને પછી અન્ય લોકો તે પ્રશ્નોના જવાબ આપે છે. થોડા વર્ષો પહેલા કોઈએ એક ખૂબ જ વિચિત્ર પ્રશ્ન પૂછ્યો. એક મહિલાએ પૂછ્યું કે, મને અને મારી પુત્રીને સાપની ગંધ આવે છે. મારા પતિ અને અન્ય લોકો વિચારે છે કે અમે પાગલ છીએ. શું બીજા કોઈને સાપની ગંધ આવે છે? ઘણા લોકોએ આ સવાલનો જવાબ આપ્યો અને કહ્યું કે તેમને પણ સાપની ગંધ આવે છે. કેટલાક પાસે વધુ અને કેટલાકને ઓછી. પણ વિચારવા જેવી વાત એ છે કે સાપની ગંધ શું આવે છે?

સાપને તેની ગંધથી ઓળખી શકાય છે

ઓગસ્ટ 2021માં ‘બેસ્ટ લાઈફ’ વેબસાઈટના એક અહેવાલમાં એલી હોગન નામની લેખિકાએ સાપની ગંધ કેવી હોય છે તેનો ઉલ્લેખ કર્યો છે. ઘણા કિસ્સાઓમાં જ્યારે તમે સાપને જોશો ત્યારે જ તમે તેને શોધી શકશો કારણ કે તે ખૂબ જ ધીમેથી આગળ વધે છે અને તેની ગંધ શોધવી મુશ્કેલ છે. પરંતુ અમેરિકાના મિસૂરી ડિપાર્ટમેન્ટ ઓફ કન્ઝર્વેશન (MDC)એ જણાવ્યું કે કોપરહેડ સાપની ગંધ કાકડી જેવી હોય છે. આ ગંધ સાપની પૂંછડી નીચેની ગ્રંથિમાંથી નીકળે છે.

ADVERTISEMENT

કોપરહેડ સ્નેક અને રેટલ સ્નેકની ગંધ

માત્ર કોપરહેડ સાપ જ નહીં, રેટલ સ્નેક પણ ગંધ કાકડીની જેવી જ હોય શકે છે. પેસ્ટ કંટ્રોલ સ્પેશિયાલિસ્ટ અને એન્ટોમોલોજિસ્ટ નિકોલસ માર્ટિને જણાવ્યું કે, જો અચાનક ઘરમાં કાકડીની તીવ્ર ગંધ આવે તો સમજી લેવું જોઈએ કે ઘરમાં કોપરહેડ સ્નેક અથવા રેટલ સ્નેક છે. રિપોર્ટ અનુસાર, જ્યારે સાપ ડરી જાય છે ત્યારે તેઓ એક ખાસ પ્રકારની ગંધ બહાર કાઢે છે.

    follow whatsapp

    ADVERTISEMENT