2024 માં મહારાષ્ટ્ર, પ.બંગાળ,MP અને રાજસ્થાનમાં કેટલી સીટો મળશે? સર્વેનું ચોંકાવનારું પરિણામ
Lok Sabha Elections 2024 Survey: દેશમાં થનારી આગામી લોકસભા ચૂંટણીમાં વધારે સમય બાકી બચ્યો નથી. જેને જોતા જ તમામ મુખ્ય પાર્ટીઓએ તૈયારી વધારી દીધી છે.…
ADVERTISEMENT
Lok Sabha Elections 2024 Survey: દેશમાં થનારી આગામી લોકસભા ચૂંટણીમાં વધારે સમય બાકી બચ્યો નથી. જેને જોતા જ તમામ મુખ્ય પાર્ટીઓએ તૈયારી વધારી દીધી છે. ભાજપની વિરુદ્ધ એકત્ર થઇનેમેદાનમાં ઉતરવાના ઇરાદાથી વિપક્ષી દળોએ મહાગઠબંધન કરી લીધું છે. જ્યારે એનડીએનો કુનબો પણ વધતો જઇ રહ્યો છે. એવામાં રાજકીય વાતાવરણ વચ્ચે લોકસભા ચૂંટણી અંગે સર્વે કરવામાં આવ્યો છે.
આ સર્વે ટાઇમ્સનાઉ અને ETQ એ કર્યો છે. જેમાં 1 લાખ 35 હજાર લોકોના મંતવ્યો માંગવામાં આવ્યા હતા. આ સર્વે 22 એપ્રીલથી 15 જુન વચ્ચે કરવામાં આવ્યો છે. જો કે આ સર્વેના રાજ્ય અનુસારના આંકડા ખુબ જ ચોંકાવનારા છે.
મહારાષ્ટ્રમાં કેટલી સીટ
સર્વેમાં સવાલ કરવામાં આવ્યો કે, મહારાષ્ટ્રમાં કઇ પાર્ટીને કેટલી સીટ મળી શકે છે. સર્વે અનુસાર મહારાષ્ટ્રમાં ભાજપને 22 થી 28 સીટો મળવાની સંભાવના છે. જ્યારે એમવીએ (એનસીપી શરદ પવાર, કોંગ્રેસ, શિવસેના ઉદ્ધવ જુથ)ના ગઠબંધનને 18 થી 22 સીટો મળી શકે છે. અન્યના ખાતામાં 1-2 સીટો જઇ શકે છે. મહારાષ્ટ્રમાં કુલ 48 લોકસભા સીટ છે.
ADVERTISEMENT
મધ્યપ્રદેશમાં કોણ મારશે બાજી?
મધ્યપ્રદેશની લોકસભા સીટોથી માંડીને સર્વે કરવામાં આવ્યો છે. સર્વે અનુસાર એમપીની 29 લોકસભા સીટોમાંથી ભાજપને 22-24 સીટો મળી શકે છે. જ્યારે કોંગ્રેસને 5-7 સીટો મળવાની સંભાવના છે. અન્યના ખાતામાં કોઇ પણ સીટો જતી નથી દેખાઇ રહી. સર્વે અનુસાર ભાજપને 53 ટકા, કોંગ્રેસને 39 ટકા અને અન્યને 8 ટકા વોટ શેર મળી શકે છે.
રાજસ્થાનમાં કોનો દબદબો
સર્વેમા રાજસ્થાન અંગે સવાલ કરવામાં આવ્યો. સર્વે અનુસાર રાજસ્થાનની કુલ 25 લોકસભા સીટોમાંથી ભાજપને 20-22 સીટો મળી શકે છે. જ્યારે કોંગ્રેસને 2-5 સીટો મળી શકે છે. અન્યના ખાતામાં 0-1 સીટો જતી દેખાઇ રહી છે. સર્વે અનુસાર રાજસ્થાનમાં ભાજપને 51 ટકા, કોંગ્રેસને 39 ટકા અને અન્યને 10 ટકા વોટશેર મળી શકે છે.
ADVERTISEMENT
બંગાળમાં ટીએમસી-ભાજપમાં ટક્કર
આ સર્વેમાં પશ્ચિમ બંગાળની સીટો અંગે સવાલ કરવામાં આવ્યો હતો. સર્વે અનુસાર બંગાળની 42 લોકસભા સીટોમાંથી ટીએમસીને 20-22 સીટો મળવાની સંભાવના છે. જ્યારે ભાજપના ખાતામાં 18-20 સીટો જાતી દેખાઇ રહી છે. સીપીઆઇએમને 1-2 સીટો, કોંગ્રેસને 1-2 સીટો અને અન્યને જીરો સીટો મળવાની સંભાવના છે.
ADVERTISEMENT
ADVERTISEMENT