મુખ્યમંત્રી-મંત્રીના નામ પર કેવી રીતે ચોંકાવી દે છે BJP? 2019માં ખુદ PM મોદીએ ખોલ્યું હતું રાજ

ADVERTISEMENT

gujarattak
social share
google news

મધ્યપ્રદેશમાં મોહન યાદવની મુખ્યમંત્રી તરીકે પસંદગી કરીને ભારતીય જનતા પાર્ટીએ ફરી એકવાર બધાને ચોંકાવી દીધા છે. મોહન યાદવનું નામ ક્યાંય ચર્ચામાં નહોતું. પરંતુ સાંજે તેઓ મધ્યપ્રદેશમાં ભાજપ ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા હતા. મુખ્યમંત્રી અને મંત્રીઓના નામ પર ચોંકાવવાનો સિલસિલો હવે ભાજપ માટે કોઈ નવી વાત રહી નથી. રસપ્રદ વાત તો એ છે કે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2019માં એક મોટું રહસ્ય ખોલ્યું હતું. ત્યારે પીએમ મોદીએ સ્પષ્ટ કહ્યું હતું કે જેમનું નામ મીડિયામાં ચાલી રહ્યું છે, જેમના નામથી હેડલાઈન્સ બની રહી છે, તો સમજી લેવું કે તેઓ પહેલા જ રેસમાંથી બહાર થઈ ચૂક્યા છે. આમ તો પીએમ મોદીએ લોકસભાની ચૂંટણી બાદ સાંસદોને સંબોધિત કરતી વખતે આ વાત કહી હતી, પરંતુ આનાથી ભાજપમાં મુખ્યમંત્રી, મંત્રી અથવા અન્ય મોટા હોદ્દાઓમાં પર પસંદગીની રણનીતિ અંગે સ્પષ્ટ સંકેત મળી જાય છે.

2019માં પીએમ મોદીએ કહી હતી આ વાત

2019માં ભાજપના બીજી વખત લોકસભાની ચૂંટણી જીત્યા બાદ વડપ્રધાન નરેન્દ્ર મોદી સંસદના સેન્ટ્રલ હોલમાં 25 મેના રોજ NDA સાંસદોને સંબોધિત કરી રહ્યા હતા. મંત્રીમંડળ (કેબિનેટ)ની રચનાનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું હતું કે જેટલા પણ નામો મીડિયામાં ચાલી રહ્યા છે, તે નામો માત્ર ભ્રમિત કરવા માટે છે. પીએમ મોદીએ કહ્યું હતું કે, તમે ક્યારેય આવા ભ્રમમાં ન આવી જતા.

મીડિયામાં નામ ચાલ્યું તો સમજો રેસમાંથી આઉટ

સાંસદોને સંબોધિત કરતી વખતે તે સમયે નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, હું લાંબા સમય સુધી મુખ્યમંત્રી રહીને આવ્યો છું. પાંચ વર્ષથી અહીંયા પણ રહી ચૂક્યો છું. હું તમને કહું છું, આવું કંઈ જ નથી થતું. જો તમને કોઈ કહે કે તમારું મંત્રી પદ નિશ્ચિત છે. તમારા તો ફલાણા સાથે સારા સંબોધો છે, તેઓ તમારું કરાવી દેશે, તો એવું કંઈ નથી થતું.

ADVERTISEMENT

ધારાધોરણોના આધારે થાય છે પસંદગીઃ PM

પીએમ મોદીએ કહ્યું કે,જે કંઈપણ થાય છે, તેના માટે ધોરણો નક્કી કરવામાં આવે છે. જે કંઈ થવાનું હોય છે તે આ ધારાધોરણોના આધારે થાય છે. પીએમ મોદીએ એમ પણ કહ્યું હતું કે, અખબારમાં, ટીવીમાં જે કોઈ આવી જાય તો તેમને ફોન કરીને રોકો. પાર્ટીમાં જે કંઈપણ થાય છે તે ધારાધોરણો મુજબ થાય છે.

    follow whatsapp

    ADVERTISEMENT