3 વર્ષના નિર્માણ બાદ હવે કેવું દેખાઈ રહ્યું છે અયોધ્યાનું શ્રીરામ જન્મભૂમિ મંદિર? સામે આવ્યો VIDEO

ADVERTISEMENT

gujarattak
social share
google news

અયોધ્યા: ઉત્તર પ્રદેશના અયોધ્યામાં લગભગ 3 વર્ષથી ચાલી રહેલા નિર્માણ બાદ હવે શ્રી રામ જન્મભૂમિ મંદિરની આકર્ષક ઝલક આવવા લાગી છે. ત્રણ વર્ષ પહેલા 5 ઓગસ્ટ 2020ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભૂમિ પૂજન કરીને મંદિરનો શિલાન્યાસ કર્યો હતો. હવે મંદિરના ગ્રાઉન્ડ ફ્લોરનું કામ પૂર્ણતાના આરે છે.

31 ડિસેમ્બર, 2023 સુધીમાં, મંદિરની બારી, દરવાજા અને માળ સહિતની ફર્નિશિંગની કામગીરી પૂર્ણ થઈ જશે. મકરસંક્રાંતિ એટલે કે 15 જાન્યુઆરી પછી કોઈપણ સમયે, રામલલાની બાળ સ્વરૂપની મૂર્તિની ગર્ભગૃહમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. આ પછી ભક્તો રામલલાને તેમના ભવ્ય મંદિરમાં જોઈ શકશે. છેલ્લા 3 વર્ષમાં બનેલું રામલલાનું મંદિર કેટલું ભવ્ય અને વિશાળ છે, કેટલું સુંદર રીતે બનાવવામાં આવ્યું છે, તે વીડિયોમાં જોઈ શકાય છે.

શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણની વિકાસ ગાથા
જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ જ્યારે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની રચના કરવામાં આવી હતી, ત્યારે મંદિરના નિર્માણ માટે જાણીતા એન્જિનિયરો અને નિષ્ણાતોની એક ટીમ બનાવવામાં આવી હતી. આઈઆઈટી રૂરકી, આઈઆઈટી દિલ્હી, આઈઆઈટી ગુવાહાટી, એલએનટી અને ટાટા કન્સલ્ટન્સીના બાંધકામ નિષ્ણાતો ટીમમાં જોડાયા હતા.

ADVERTISEMENT

આ પછી નિર્ણય લેવામાં આવ્યો કે શ્રી રામ જન્મભૂમિ મંદિરનું નિર્માણ જૂની સંસ્કૃતિની બાંધકામ શૈલી અને આધુનિક શૈલીને જોડીને કરવામાં આવશે. જ્યાં શ્રી રામ જન્મભૂમિ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે તે જગ્યાની નીચે રેતાળ માટી મળી હોવાથી, જમીનમાં ઊંડું ખોદકામ કરવામાં આવ્યું હતું અને ત્યાંથી લગભગ 170 ઘનફૂટ માટી કાઢવામાં આવી હતી.

ADVERTISEMENT

માટી હટાવ્યા બાદ 8 ઈંચ જાડા લગભગ 125 લાખ ઘન વિશેષ સામગ્રીના 44 સ્તરો એક બીજા ઉપર નાખવામાં આવ્યા છે. શ્રી રામ મંદિર નિર્માણ કાર્યશાળામાં લગભગ ત્રણ દાયકાઓથી કોતરવામાં આવતા લગભગ 60 હજાર ઘનફૂટ પથ્થરોને ગણીને બાંધકામ શરૂ થયું. હાલમાં પણ, પથ્થરો કોતરવાની પ્રક્રિયા ચાલી રહી છે, કારણ કે મંદિરની રચના 2 માળથી વધીને 3 માળની થઈ ગઈ છે.

ADVERTISEMENT

મંદિરના સ્તંભ, છત અને દિવાલો ધાર્મિક થીમ પર આધારિત હશે
શ્રી રામ જન્મભૂમિ મંદિરના સ્તંભ, દિવાલો અને છત ધાર્મિક થીમ પર તૈયાર કરવામાં આવી રહી છે. આ માટે દિલ્હીના ઈન્દિરા ગાંધી આર્ટ સેન્ટરના કલાકાર ઉપરાંત અનેક ધાર્મિક વિદ્વાનો અને સંતોની મદદ લેવામાં આવી છે. આ ટીમના જણાવ્યા અનુસાર મંદિરના સ્તંભો પર ઉપરથી નીચે સુધી દેવી-દેવતાઓની આકૃતિઓ કોતરવામાં આવી રહી છે.

2025 સુધીમાં તમામ બાંધકામ પૂર્ણ થશે
એક તરફ ગર્ભગૃહમાં પાવન થનાર બાળ રામલલાની મૂર્તિ તૈયાર કરવામાં આવી રહી છે તો બીજી તરફ મહારાષ્ટ્રના સાગના લાકડાથી મંદિરના દરવાજા અને બારી બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. મંદિરના ગ્રાઉન્ડ ફ્લોરનું આ કામ 31 ડિસેમ્બર, 2023 સુધીમાં પૂર્ણ થશે. જાન્યુઆરી 2024માં રામલલાના અભિષેક સાથે મંદિરનું નિર્માણ કાર્ય ચાલુ રહેશે. વર્ષ 2025 સુધીમાં શ્રી રામ જન્મભૂમિ સંકુલમાં મંદિરની સાથે તમામ નિર્માણ કાર્ય પૂર્ણ થઈ જશે.

    follow whatsapp

    ADVERTISEMENT