કોરોમંડલ Exp.નું એન્જિન માલગાડી પર ચઢી ગયું, પછી બેંગલુરુ-હાવડા Exp. અથડાઈ, આમ થઈ 3 ટ્રેનોની ટક્કર
ઓડિશાના બાલાસોરમાં બનેલી ટ્રેન દુર્ઘટના જ્યાં એક તરફ હૃદયને હચમચાવી નાખે છે તો બીજી તરફ લોકોના મનમાં આ અકસ્માતને લઈને સવાલો પણ ઘણા છે. શુક્રવારે…
ADVERTISEMENT
ઓડિશાના બાલાસોરમાં બનેલી ટ્રેન દુર્ઘટના જ્યાં એક તરફ હૃદયને હચમચાવી નાખે છે તો બીજી તરફ લોકોના મનમાં આ અકસ્માતને લઈને સવાલો પણ ઘણા છે. શુક્રવારે સાંજે આ રેલ દુર્ઘટના સામે આવતાની સાથે જ આ પહેલા ગુડ્સ ટ્રેન અને એક્સપ્રેસ ટ્રેન વચ્ચે અથડામણના સમાચાર સામે આવ્યા હતા. તે દરમિયાન શરૂઆતમાં 30 લોકોના મોતથી લોકોમાં ખળભળાટ મચી ગયો હતો, પરંતુ જ્યારે ખબર પડી કે આ ટક્કર બે નહીં પણ ત્રણ ટ્રેનમાં થઈ છે, ત્યારે લોકો માટે ચોંકાવનારી વાત બની કે ત્રણ ટ્રેન એકબીજા સાથે કેવી રીતે અથડાઈ? શુક્રવાર સાંજથી મૃતકોની વધતી સંખ્યા વચ્ચે સવાલ ઉઠતો રહ્યો કે ત્રણેય ટ્રેનો અથડાઈ તો અથડાઈ કેવી રીતે?
કેવી રીતે થયો હશે અકસ્માત?
ચાલો સમજીએ કે અકસ્માત કેવી રીતે થયો. સૌથી પહેલા જણાવી દઈએ કે આ દુર્ઘટના બાલાસોર સ્ટેશન નજીક બહાનાગા બજાર સ્ટેશન પાસે થઈ હતી. દુર્ઘટના સમયે બહારની લાઇન પર એક માલગાડી ઉભી હતી. હાવડાથી આવતી અને ચેન્નાઈ જતી કોરોમંડલ એક્સપ્રેસ (12841) બહાનાગા બજાર પહેલા 300 મીટર પહેલા પાટા પરથી ઉતરી ગઈ હતી. અકસ્માત એટલો ભયંકર હતો કે કોરોમંડલ એક્સપ્રેસનું એન્જિન માલગાડી પર ચઢી ગયું હતું. આ સાથે કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેનની પાછળનો ડબ્બો ત્રીજા ટ્રેક પર પડી ગયો. ત્યારે તે જ ટ્રેક પર 130ની ગતિએ આવી રહેલી હાવડા-બેંગલુરુ એક્સપ્રેસ (12864) પાટા પર પડેલી કોરોમંડલ એક્સપ્રેસના ડબ્બા સાથે અથડાઈ હતી.
ADVERTISEMENT
સ્થાનિકોએ જણાવ્યું કે તેમણે સતત ઘડાકાનો અવાજ સાંભળ્યો. એક પછી એક જોરદાર ધડાકા સાંભળીને તેઓ સ્થળ પર પહોંચ્યા. તેઓએ જોયું કે ટ્રેનો પાટા પરથી ઊતરી ગઈ હતી અને તેમની સામે સ્ટીલ-લોખંડ અને અન્ય ધાતુઓના તૂટેલા ઢગલા સિવાય કંઈ જ નહોતું.
फर्श फाड़कर ट्रेन के अंदर घुस गई पटरी…
हादसे वाली ट्रेन के अंदर से रिपोर्टिंग…
ज्यादा जानकारी दे रहे हैं आजतक संवाददाता @RittickMondal#BalasoreTrainAccident #AshwiniVaishnaw #TrainAccident #OdishaTrainAccident #ATVideo pic.twitter.com/Oijvn2lbHr— AajTak (@aajtak) June 3, 2023
ADVERTISEMENT
અકસ્માતની સ્થિતિ કંઈક આવી હતી
દુર્ઘટના સંદર્ભે આપવામાં આવેલી અખબારી યાદીમાં જણાવાયું હતું કે ટ્રેન નંબર 12841 (કોરોમંડલ એક્સપ્રેસ)ના B2 થી B9 સુધીના કોચ પલટી ગયા હતા. તે જ સમયે, A1-A2 કોચ પણ પાટા પર ઉંધા થઈ ગયા. જ્યારે, કોચ B1 તેમજ એન્જિન પાટા પરથી ઉતરી ગયું અને અંતે કોચ H1 અને GS કોચ પાટા પર જ રહ્યા. એટલે કે, કોરોમંડલ એક્સપ્રેસમાં મૃત્યુ પામેલા લોકોની સંખ્યા મહત્તમ હોઈ શકે છે અને એસી બોગીમાં સવાર લોકોના વધુ જાનહાનિની સંભાવના છે.
ADVERTISEMENT
બેંગલુરુ-હાવડાના અનેક કોચને નુકસાન થયું હતું
જ્યારે, ટ્રેન નં. 12864 (બેંગલોર હાવડા મેલ)ના એક જીએસ કોચને નુકસાન થયું હતું. આ સાથે જ પાછળની બાજુનો જીએસ કોચ અને બે ડબ્બા પાટા પરથી ઉતરી ગયા અને પલટી ગયા. જ્યારે કોચ A1 થી એન્જિન સુધીના ડબ્બા પાટા પર જ રહ્યા હતા. આ ટ્રેન અકસ્માતની તપાસ એ.એમ. ચૌધરી (CRS/SE સર્કલ) કરશે. શનિવારે સવારે જ તેમને આ જવાબદારી સોંપવામાં આવી છે.
એક આંચકો લાગ્યો અને ઘણા લોકો બહાર ફેંકાયા
પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લાના બેરહામપુરનો રહેવાસી પીયૂષ પોદ્દાર આ દુર્ઘટનામાં બચી ગયેલા નસીબદાર લોકોમાંથી એક છે. તે કહે છે કે તે કોરોમંડલ એક્સપ્રેસ દ્વારા તમિલનાડુ જઈ રહ્યો હતો. આ અકસ્માત ક્યારે થયો તે યાદ કરતાં તે કહે છે, ‘અમે ચોંકી ગયા હતા અને અચાનક અમે જોયું કે ટ્રેનના ડબ્બા એક તરફ વળી રહ્યા છે. કોચ ઝડપથી પાટા પરથી ઉતરી ગયો અને એક ઝટકા સાથે અમારામાંથી ઘણા ડબ્બામાંથી બહાર ફેંકાઈ ગયા. અમે કોઈક રીતે બહાર નીકળવામાં સફળ થયા, પરંતુ અમારી ચારે બાજુ લાશો પડી હતી.
ADVERTISEMENT