UP ના કૌશામ્બીની ફટાકડા ફેક્ટરીમાં ભયાનક વિસ્ફોટ, 4ના મોત અનેક ગંભીર

ADVERTISEMENT

Blast in UP
ઉત્તરપ્રદેશની ફટાકડા ફેક્ટ્રીમાં ભયાનક બ્લાસ્ટ
social share
google news

ઉત્તર પ્રદેશના કૌશામ્બીમાં ફટાકડાની ફેક્ટરીમાં ભયાનક વિસ્ફોટ થયો છે. વિસ્ફોટ બાદ લાગેલી આગમાં ચાર લોકોના મોત થયા છે. જ્યારે ઘણા લોકો ગંભીર રીતે દાઝી ગયા છે. ઘાયલોને એમ્બ્યુલન્સની મદદથી જિલ્લા હોસ્પિટલ મંઝાનપુર મોકલવામાં આવ્યા છે. જ્યાં કેટલાકની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે.

પોલીસ ગ્રામજનોની મદદથી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો થઇ રહ્યા છે

પોલીસ અને ગ્રામજનોની મદદથી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મામલો કોખરાજ પોલીસ સ્ટેશન વિસ્તારના ભારવરીનો છે, જ્યાં ફટાકડાની ફેક્ટરીમાં ભયાનક વિસ્ફોટ બાદ લાગેલી આગમાં અત્યાર સુધીમાં ચાર લોકોના મોત થયા છે.

આ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોની ઓળખ શિવનારાયણ, કૌસર અલી, શાહિદ અલી અને અન્ય એક તરીકે થઈ છે.ફેક્ટરીના માલિકનું નામ શરાફત અલી હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું છે.

ADVERTISEMENT

જ્યારે 4-6 લોકો ઘાયલ થયા હતા

કૌશામ્બીના એસપી બ્રિજેશ કુમાર શ્રીવાસ્તવે જણાવ્યું કે, ભરવારીની ફટાકડા ફેક્ટરીમાં લાગેલી આગમાં ચાર લોકોના મોત થયા છે અને કેટલાક ઘાયલ થયા છે. જ્યારે કેટલાક ગંભીર પણ છે. તેમણે કહ્યું કે આ ફટાકડાની ફેક્ટરી રહેણાંક વિસ્તારથી દૂર છે, તેથી રહેણાંક વિસ્તારમાં કોઈ નુકસાન થયું નથી. માત્ર ત્યાં કામ કરતા લોકો માર્યા ગયા છે અથવા ઘાયલ થયા છે. ફેક્ટરીની માલિકીની પાસે તેને બનાવવા અને વેચવાનું લાયસન્સ હતું. 4-6 લોકો ઘાયલ થયા છે.

    follow whatsapp

    ADVERTISEMENT