મહારાષ્ટ્રના સમૃદ્ધિ હાઇવે પર ભયાનક અકસ્માત, 12 લોકોનાં મોત 23 ગંભીર રીતે ઇજાગ્રસ્ત

ADVERTISEMENT

Accident in Gujarat case
Accident in Gujarat case
social share
google news

મુંબઇ : મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગર જિલ્લામાં સમૃદ્ધિ એક્સપ્રેસ હાઇવે પર એક ભયાનક માર્ગ અકસ્માતના કારણે હાઇવે મોતની ચિચિયારીઓથી ગુંઝી ઉઠ્યો હતો. રવિવારે એક ટેમ્પો ટ્રાવેલર મિની બસ કન્ટેનર સાથે અથડાઇ જતા 12 લોકોનાં મોત નિપજ્યાં હતા. જ્યારે 23 થી વઘારે લોકો ઘાયલ થયા હતા. એક પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર ખાનગી બસમાં કુલ 35 મુસાફરો સવાર હતા.

બુલઢાણાના નાગપુર-મુંબઇ હાઇવે પર અકસ્માત

બુલઢાણા જિલ્લાના નાગપુર- મુંબઇ સમૃદ્ધી હાઇવે પર ભક્તો ભરેલી બસ રસ્તા પર ઉભેલા કન્ટેનર સાથે અથડાઇ ગઇ હતી. આ અકસ્માતમાં બસમાં મુસાફરી કરી રહેલા 12 શ્રદ્ધાળુઓનાં મોત નિપજ્યાં હતા. નાસિકના ભક્તો બસમાં પ્રવાસી બાબાની દરગાહે ગયા હતા. દર્શન કર્યા બાદ તમામ નાસિક પરત ફરી રહ્યા હતા.

ADVERTISEMENT

VIDEO | 12 killed, several injured after a mini-bus collided with a container on Samruddhi Expressway in Maharashtra earlier today.

READ: https://t.co/GyfRcuqQpL

(Source: Third Party) pic.twitter.com/GUQUCeT0mQ

— Press Trust of India (@PTI_News) October 15, 2023

ભક્તો બાબાની દરગાહેથી દર્શન કરીને પરત ફરી રહ્યા હતા

જો કે વૈજાપુર નજીક સમૃદ્ધિ હાઇવે પર જામબરગાંવ ટોલ બુથ નજીક શ્રદ્ધાળુઓને લઇ જતી બસ અકસ્માતનો ભોગ બની હતી. ઘાયલોના અનુસાર બસની સ્પીડ ખુબ જ વધારે હતી. રોડ પર ઉભેલા કન્ટેનરને જોયા બાદ ડ્રાઇવરથી ગાડી કાબુમાં થાય તેવી કોઇ સ્થિતિ જ નહોતી. જેના પગલે બસ કન્ટેઇનર સાથે અથડાઇ ગઇ હતી. અકસ્માતમાં 12 લોકોનાં મોત નિપજ્યાં. જ્યારે 23 લોકો ઘાયલ થયા છે.

બસ ડ્રાઇવરને છેલ્લી ઘડીએ કન્ટેનર દેખાયું

પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, દુર્ઘટના મુંબઇથી આશરે 350 કિલોમીટર દુર જિલ્લાના એક્સપ્રેસ હાઇવેના વૈજાપુર વિસ્તારમાં સવારે 12.30 વાગ્યે થઇ હતી. પોલીસ અધિકારીના અનુસાર બસ ડ્રાઇવર વાહન પરનો કાબુ ગુમાવ્યો હતો. મૃતકોમાં પાંચ પુરૂષ, 6 મહિલા અને એક સગીર છોકરીનો સમાવેશ થાય છે. અધિકારીએ જણાવ્યું કે, 23 અન્ય મુસાફરો ઘાયલ થયા છે. સરકારી હોસ્પિટલમાં તમામની સારવાર ચાલી રહી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT