Honey Singh Divorce: 12 વર્ષ બાદ હની સિંહના છૂટાછેડા, પત્નીએ લગાવ્યો ધૃણાત્મક આરોપ

ADVERTISEMENT

Honey Sinh Divorce
Honey Sinh Divorce
social share
google news

નવી દિલ્હી : રૈપર સિંગર હનીસિંહ અંગેના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. તેમનું પત્ની શાલિની સાથે છુટાછેડા થઇ ચુક્યા છે. લાંબા સમયથી પ્રખ્યાત સિંગર પોતાના લગ્નેતર જીવન અંગે ચર્ચામાં છે. આખરે દિલ્હીની ફેમિલી કોર્ટે કપલને અલગ થવાની મંજૂરી આપી દીધી છે. ફેમિલી કોર્ટે હનીસિંહ અને તેમની પત્ની વચ્ચે અઢી વર્ષ જુના કેસનો નિકાલ કરતા બંન્ને પક્ષોને છુટાછેડાની મંજૂરી આપી દીધી છે.

અઢી વર્ષથી ચાલી રહ્યો હતો કેસ

હનીસિંહ અને શાલિની તલવારના છુટાછેડાનો મામલો અઢી વર્ષથી કોર્ટમાં ચાલી રહ્યો હતો. ફાઇનલી તેના પર ચુકાદો આવ્યો છે. શાલિનીએ હનીસિંહ પર ઘરેલું હિંસાના ગંભીર આક્ષેપ લગાવ્યો હતો. કોર્ટે છુટાછેડાને મંજૂરી આપતા પહેલા હનીસિંહને છેલ્લી વખત પુછ્યું કે, શું તમે હજી પણ તમારી પત્ની સાથે રહેવાનો પ્રયાસ કરવા માંગો છો? જે અંગે હનીસિંહે જવાબ આપ્યો કે, હવે સાથે રહેવાનો કોઇ અર્થ નથી. હવે સાથે રહેવું અશક્ય છે. હની સિંહની આ પ્રકારે વાત કરવાની શાલીનીએ પણ હામાં જવાબ આપ્યો હતો. કોર્ટમાં બંન્ને પક્ષો અલગ રહેવા માટે તૈયાર થયા હતા.

હનીસિંહે પત્ની પર લગાવ્યા તા ગંભીર આક્ષેપ

હની અને શાલિનીએ એક બીજા પર લગાવેલા આરોપો પરત ખેંચ્યા હતા. જો કે કપલ વચ્ચે કઇ શરતોને આધારે છુટાછેડા ફાઇલ થયા તેને બંધ કવરમાં જ રાખવામાં આવ્યા હતા. છુટાછેડાની સુનાવણીમાં હનીસિંહની સાથે મેટલો ઓફીસના પાર્ટનર ઇશાન મુખર્જી, અધિવક્તા અમૃતા ચેટર્જી અને જસપાલ સિંહ રહ્યા હતા.

ADVERTISEMENT

ઘરેલુ હિંસાનો શિકાર હતી શાલિની

અત્રે ઉલ્લેખનીય છે કે, ગત્ત વર્ષે સપ્ટેમ્બરમાં સુનાવણી બાદ હનીસિંહે સમજુતીના ચુકાદા હેઠળ પોતાની પત્ની શાલિનીને એક કરોડ રૂપિયાનો ડિમાન્ડ ડ્રાફ્ટ પણ સોંપ્યો હતો. બીજી તરફ શાલિનીએ હની પર આરોપ લગાવતા કહ્યું કે, તે સતત ડર હેઠળ જીવી રહી છે. હનીસિંહ અનેતેના પરિવાર દ્વારા માનસિક, શારીરિક, ભાવનાત્કમ અને શારીરિક તથા આર્થિક હિંસા કરતા હતા.

હનીસિંહના પરિવાર પર લાગ્યા હતા ગંભીર આક્ષેપ

હનીસિંહ અને શાલિની તલવારે લવ મેરેજ કર્યા હતા. બંન્નેએ એક બીજાને લાંબા સમય સુધી ડેટ કર્યા બાદ કપલે 2011 માં દિલ્હીના એક ગુરૂદ્વારે શીખ રીતિ રિવાજો અનુસાર ફેરા લીધા હતા. હનીએ લાંબા સિક્રેટ રીતે લગ્ન કર્યા હતા. રેપરે એક રિયાલિટી શો દરમિયાન આ વાતનો ખુલાસો કર્યોય હતો. તેની શાલિની સંગ અફેર કરવાની વાત આવવા લાગી હતી. ત્યાર બાદ તેમણે જણાવ્યું કે, તેણે ન માત્ર લગ્ન કરી લીધા છે પરંતુ લગ્નને 3 વર્ષ થઇ ચુક્યા છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT