દિલ્હી કંઝાવલાકાંડ મુદ્દે ગૃહમંત્રી અમિત શાહે પોલીસ પાસે તત્કાલ રિપોર્ટ માંગ્યો
નવી દિલ્હી : દિલ્હીના કંઝાવલામાં યુવતીના મોત બાદ સમગ્ર દેશને સ્તબ્ધ કરી દીધો છે. જે પ્રકારે એક ગાડીએ યુવતીને અનેક કિલોમીટર સુધી માર્ગ પર ઘસડી…
ADVERTISEMENT
નવી દિલ્હી : દિલ્હીના કંઝાવલામાં યુવતીના મોત બાદ સમગ્ર દેશને સ્તબ્ધ કરી દીધો છે. જે પ્રકારે એક ગાડીએ યુવતીને અનેક કિલોમીટર સુધી માર્ગ પર ઘસડી હતી. દરેક વ્યક્તિ સ્તબ્ધ થઇ ચુક્યો છે. હવે આ મુદ્દે ગૃહમંત્રી અમિત શાહે દિલ્હી પોલીસને સ્પષ્ટ નિર્દેશ આપ્યા છે કે, તેઓ આ કેસનો એક વિસ્તૃત અહેવાલ તત્કાલ સોંપવામાં આવે.
દિલ્હીના કંઝાવલામાં રવિવારે યુવતીની નગ્ન અવસ્થામાં મૃતદેહ મળ્યો હતો
મળતી માહિતી અનુસાર દિલ્હીનાં કંઝાવલામાં રવિવારે સવારે યુવતીનું નગ્નાવસ્થામાં શબ મળ્યું હતું. બોડીના અનેક હિસ્સાઓ ક્ષત વિક્ષત થઇ ચુક્યાં હતા. પોલીસનો દાવો છે કે, કારમાં બેઠેલા 5 યુવકોએ એક યુવતીને ટક્કર મારી ત્યાર બાદ રસ્તા પર 10થી 12 કિલોમીટર સુધી ઘસડી હતી. જેમાં તેનું મોત થઇ ગયું હતું. દિલ્હી પોલીસે શબ મળ્યા બાદ તપાસ કરી તો ઘટના સ્થળથી થોડા અંતરે પોલીસને એક સ્કુટી પણ પડેલી મળી હતી. જે દુર્ઘટનાગ્રસ્ત હતી. સ્કુટીના નંબરના આધારે યુવતી માહિતી મેળવવામાં આવી હતી.
પોલીસે તમામ આરોપીઓને ઝડપી લીધા છે
આ મુદ્દે પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી લીધી છે. જો કે અનેક મુદ્દાઓ પર હાલ પણ તપાસ ચાલી રહી છે. આ મુદ્દે પોલીસ તમામ આરોપીઓની ધરપકડ કરી લીધી છે, જો કે અનેક બિંદુઓ પર તપાસ ચાલી રહી છે. આ મુદ્દે ગૃહમંત્રી અમિત શાહ પોતે આ કેસમાં સક્રિય થયા છે. તેમણે પોલીસને એક વિસ્તૃત અહેવાલ માંગ્યો છે. શાહે આદેશ આપતા જણાવ્યું કે, તત્કાલ પોલીસ અધિકારી તેમને અહેવાલ સોંપે.
ADVERTISEMENT
દિલ્હી પોલીસે સોમવારે પત્રકાર પરિષદ આયોજીત કરી હતી
અત્રે ઉલ્લેખનીય છે કે, દિલ્હી પોલીસે સોમવારે પ્રેસ કોન્ફરન્સ કરીને એક નિવેદન બહાર પાડ્યું છે. આ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, પાંચ આરોપીઓ પકડી લેવાયા છે. દીપક ખન્ના કારને ડ્રાઇવ કરી રહ્યા હતા. તે ગ્રામીણ સેવામાં કાર્યરત છે. આ ઉપરાંત કારમાં અમિત ખન્ના, કૃષ્ણ, મનોજ અને મિથુન બેઠેલા હતા. સીસીટીવી ફુટેજ અને ડિજિટલ પુરાવાઓની ટાઇમલાઇન બનાવશે. તેના આધારે કેસ સંપુર્ણ સમજી શકાશે.
ADVERTISEMENT