વિશેષ સત્રનું ઐતિહાસિક સરપ્રાઇઝ, મહિલા અનામત બિલ કેબિનેટમાંથી પાસ

Krutarth

ADVERTISEMENT

Women's Reservation Bill passed by Cabinet
Women's Reservation Bill passed by Cabinet
social share
google news

નવી દિલ્હી : સંસદ એનેક્સી બિલ્ડીંગમાં મળેલી કેબિનેટની બેઠકમાં મહિલા અનામત બિલને મંજૂરી આપવામાં આવી છે. આ બિલને લઈને અનેક પ્રકારની અટકળો લગાવવામાં આવી રહી હતી. પરંતુ તમામ અટકળોને બાજુ પર રાખીને કેન્દ્રીય કેબિનેટે આખરે આ બિલને મંજૂરી આપી દીધી છે. સંસદના વિશેષ સત્ર વચ્ચે કેબિનેટની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. સૂત્રોના અનુસાર આ બેઠકમાં મહિલા અનામત બિલને મંજૂરી આપવામાં આવી છે. આ બિલને લઈને અનેક પ્રકારની અટકળો લગાવવામાં આવી રહી હતી. પરંતુ તમામ અટકળોને બાજુ પર રાખીને કેન્દ્રીય કેબિનેટે આખરે આ બિલને મંજૂરી આપી દીધી છે.

આ મંજૂરી બાદ મહિલા અનામત બિલ લોકસભામાં રજૂ થશે?

લગભગ 27 વર્ષથી પેન્ડિંગ મહિલા આરક્ષણ બિલ હવે સંસદના ટેબલ પર આવશે. આંકડાઓ અનુસાર, લોકસભામાં મહિલા સાંસદોની સંખ્યા 15 ટકાથી ઓછી છે. જ્યારે રાજ્યની વિધાનસભામાં તેમનું પ્રતિનિધિત્વ 10 ટકાથી ઓછું છે. છેલ્લી વખત આ મુદ્દા પર કાર્યવાહી 2010 માં કરવામાં આવી હતી. જ્યારે રાજ્યસભાએ હંગામા વચ્ચે બિલ પસાર કર્યું હતું અને માર્શલોએ કેટલાક સાંસદોને હાંકી કાઢ્યા હતા. જેમણે મહિલાઓ માટે 33 ટકા અનામતનો વિરોધ કર્યો હતો.

આ બિલ લોકસભામાં અગાઉ પણ રજુ થઇ ચુક્યું છે

જો કે આ બિલ રદ્દ કરવામાં આવ્યું કારણ કે, તે લોકસભામાં પસાર થઈ શક્યું ન હતું. ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ હંમેશા તેને સમર્થન આપ્યું છે. જો કે કેટલાક અન્ય પક્ષોએ મહિલા ક્વોટામાં ઓબીસી અનામતની કેટલીક માંગણીઓને લઈને તેનો વિરોધ કર્યો હતો. હવે ફરી એકવાર ઘણા પક્ષોએ આ વિશેષ સત્રમાં મહિલા અનામત બિલ લાવવા અને પસાર કરવાની જોરદાર હિમાયત કરી હતી. પરંતુ સરકારે કહ્યું છે કે, યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવામાં આવશે.

આ પણ વાંચો

ADVERTISEMENT

મહિલા પ્રતિનિધિત્વ વધારવા માટે સૌથી મોટી પહેલ

લોકસભામાં 14 ટકા મહિલા સાંસદો. લોકસભામાં 78 મહિલા સભ્યો ચૂંટાયા હતા. જે કુલ 543 ની સંખ્યાના 15 ટકા કરતા પણ ઓછા છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં સરકાર દ્વારા સંસદમાં શેર કરવામાં આવેલા ડેટા અનુસાર, રાજ્યસભામાં પણ મહિલાઓનું પ્રતિનિધિત્વ લગભગ 14 ટકા છે. આ સિવાય 10 રાજ્યોની વિધાનસભાઓમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ 10 ટકાથી ઓછું છે. જેમાં આંધ્ર પ્રદેશ, અરુણાચલ પ્રદેશ, આસામ, ગોવા, ગુજરાત, હિમાચલ પ્રદેશ, કર્ણાટક, કેરળ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, મણિપુર, મેઘાલય, ઓડિશા, સિક્કિમ, તમિલનાડુ, તેલંગાણા, ત્રિપુરા અને પુડુચેરીનો સમાવેશ થાય છે.

    follow whatsapp

    ADVERTISEMENT