જરૂર પડે તો CM યોગીના JCB ભાડે લાવો, બિનકાયદેસર નિર્માણ અંગે હાઇકોર્ટ લાલઘુમ

ADVERTISEMENT

Kolkata Highcourt About Yogi's JCB
Kolkata Highcourt About Yogi's JCB
social share
google news

કોલકાતા : હાઇકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ અભિજીત ગંગોપાધ્યાયે શુક્રવારે બિનકાયદેસર નિર્માણ અંગેના એક કિસ્સામાં કોલકાતા નગરપાલિકાને યોગી મોડલ અપનાવવાની સલાહ આપી છે. પોતાના નિવેદનો અંગે હંમેશા ચર્ચામાં રહેતા જસ્ટિસ અભિજીત ગંગોપાધ્યાયે કહ્યું કે, બિનકાયદેસર નિર્માણ પર લગામ લગાવવા માટે જરૂર પડે તો યુપી સીએમ યોગી આદિત્યનાથના કેટલાક બુલડોઝર ભાડે લાવી શકે છે.

જસ્ટિસ ગંગોપાધ્યાય પોતાના નિવેદન અંગે હંમેશા રહે છે ચર્ચામાં
જસ્ટિસ ગંગોપાધ્યાયે શુક્રવારે બિનકાયદેસર નિર્માણ મામલે સુનાવણી કરતા કોલકાતા પોલીસની એન્ટી ગેંગવિંગના વખાણ કર્યા. તેમણે કહ્યું કે, કોલકાતા પોલીસના એન્ટી ગેંગ ડિવીઝનના અધિકારી જાણે છે કે, ગૈંગસ્ટરો પર કઇ રીતે લગામ લગાવવામાં આવે. તેમણે એવું પણ કહ્યું કે, હું પોલીસ અને નગરપાલિકા અંગે કંઇ પણ નહી કહું. હું જાણુ છું કે, તેમને કોઇ બહારી દબાણની સાથે કામ કરવું પડે છે.

યોગી પાસેથી બુલડોઝર ભાડે લાવવાની સલાહ
બિનકાયદેસર નિર્માણના મુદ્દાનો ઉકેલવા માટે યોગી મોડલ અપનાવવાની સલાહ આપતા જસ્ટિસ ગંગોપાધ્યાયે કહ્યું કે, જરૂર પડશે ત્યારે યુપી યોગી આદિત્યનાથ પાસેથી કેટલાક બુલડોઝર ભાડે લઇ લો.

ADVERTISEMENT

શું છે સમગ્ર મામલો?
2021 માં કોલકાતાના માનિકતલા મેન રોડ નિવાસી રાનુ પાલે કોલકાતા હાઇકોર્ટમાં બિનકાયદેસર નિર્માણ અંગે કેસ દાખલ કર્યો હતો. તેમના અનુસાર એક પાડોશીએ પુશ્તૈની મકાન પર બિનકાયદેસર રીતે કબજો કરી લીધો હતો. પાડોશીના ઘરના રિપેરિંગ માટે કોલકાતા નગરપાલિકામાં અરજી કરી અને બિનકાયદેસર રીતે પાડોશી ઇમારત માટે માર્ગનું નિર્માણ કરી દીધું. નગરપાલિકાને ફરિયાદ કરવા છતા પણ કોઇ અસર નહોતી થઇ.

અગાઉ પણ મામલો હાઇકોર્ટમાં આવી ચુક્યો છે
આ અંગે વકીલ કમલેશ ભટ્ટાચાર્યએ કહ્યુ કે, આ મામલો પહેલીવાર 2018 માં હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. ત્યાર બાદ જસ્ટિસ દેવાંશુ બસાકે ઢાંચાને તોડી પાડવાનો આદેશ આપ્યો. તે સમયે નગરપાલિકાએ બિનકાયદેસર નિર્માણને આંશિક રીતે ધ્વસ્ત કરી દીધું હતું. ત્યારે સમગ્ર મામલો ઉકેલાઇ ગયો. જો કે છ મહિના બાદ પાડોશી પરિવારે ફરીથી નિર્માણ શરૂ કરી દીધું. માનિકતલા પોલીસ સ્ટેશનમાં વારંવાર ફરિયાદ છતા કોઇ કાર્યવાહી ન થઇ. આરોપ છે કે, પોલીસે ફરિયાદ પણ દાખલ નહોતી કરી. વકીલે એવો પણ આરોપ લગાવ્યો કે, તેમને મુવક્કીલને પરેશાન કરવામાં આવ્યો.

ADVERTISEMENT

2021 માં કોર્ટે ફરી કેસ દાખલ કર્યો
2021 માં હાઇકોર્ટે એક નવો કેસ દાખલ કર્યો. મામલો જસ્ટિસ અભિજીત ગંગોપાધ્યાયની બેંચ પાસે ગયો. તે વર્ષે 26 જુને જસ્ટિસ ગંગોપાધ્યાયે સમગ્ર ઇમારતને તોડી પાડવાનો આદેશ આપ્યો. તેના એક હિસ્સાને નહી. તેમણે કોર્ટના આદેશ પર પાડોશી પર કેસ દાખલ કર્યો અને 5 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો. આ આદેશને પડકારતા પરિવારે ડિવિઝન બેંચમાં ગયો. ન્યાયમૂર્તિ અરિજીત બેનર્જીની ખંડપીઠે દંડની રકમ ઘટાડવા માટે એક આદેશને યથાવત્ત રાખ્યો હતો.

ADVERTISEMENT

પોલીસ સ્ટેશનની પણ ઝાટકણી કાઢી
આ વખતે પણ પાડોશી પરિવાર અને માનિકતલા પોલીસ સ્ટેશને કોર્ટના આદેશ લાગુ નહોતો કર્યો. અભિયોજકે કોર્ટની અવમાનનાનો કેસ દાખલ કર્યો. આ પહેલા પાડોશી પરિવારના ત્રણ સભ્યો વિરુદ્ધ કોર્ટની અવગણનાનો કેસ દાખલ કર્યો હતો. શુક્રવારે જસ્ટિસ ગંગોપાધ્યાયે માનિકતલા પોલીસ સ્ટેશનને પણ આ મામલે સમાવેશ કરવા અને કોર્ટની અવગણનાનો આદેશ આપ્યો.

    follow whatsapp

    ADVERTISEMENT