મુસ્લિમ દેશમાં બનેલા સ્વામિનારાયણ મંદિરમાં વહે છે ગંગા-યમુના, ગુલાબી પથ્થર સાથે ખૂણે-ખૂણો ભારતથી જોડાયેલો
BAPS Mandir in Abu Dhabi: ગંગા અને યમુનાનું પવિત્ર પાણી, રાજસ્થાનના ગુલાબી રેતીના પત્થર, ભારતમાંથી પત્થરોના પરિવહન માટે વપરાયેલા લાકડાના બોક્સમાંથી બનાવેલું ફર્નિચર - અબુ ધાબીનું પ્રથમ હિન્દુ મંદિર દેશના વિવિધ ભાગોના યોગદાનથી બનેલું સ્થાપત્ય અજાયબી છે.
ADVERTISEMENT
સમાચાર હાઇલાઇટ્સ
અબુધાબીમાં પહેલું હિન્દુ મંદિર બનીને તૈયાર થઈ ગયું છે.
આ મંદિરમાં લાલ રેતીના પથ્થરથી બનેલું છે.
મંદિરમાં ગંગા અને યમુનાનું પાણી પણ અહીં વહે છે.
BAPS Mandir in Abu Dhabi: ગંગા અને યમુનાનું પવિત્ર પાણી, રાજસ્થાનના ગુલાબી રેતીના પત્થર, ભારતમાંથી પત્થરોના પરિવહન માટે વપરાયેલા લાકડાના બોક્સમાંથી બનાવેલું ફર્નિચર - અબુ ધાબીનું પ્રથમ હિન્દુ મંદિર દેશના વિવિધ ભાગોના યોગદાનથી બનેલું સ્થાપત્ય અજાયબી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે આ મંદિરનું ઉદ્ઘાટન કરશે. મંદિરની બંને તરફ ગંગા અને યમુનાનું પવિત્ર જળ વહી રહ્યું છે, જેને ભારતમાંથી મોટા કન્ટેનરમાં લાવવામાં આવ્યું છે. મંદિરના સત્તાધિકારીઓના જણાવ્યા અનુસાર, જે બાજુ ગંગાનું જળ વહે છે તે બાજુએ ઘાટ આકારનું એમ્ફી થિયેટર બનાવવામાં આવ્યું છે.
મંદિરમાં ત્રિવેણી સંગમની રચના કરાઈ
આ ઐતિહાસિક મંદિરના મુખ્ય સ્વયંસેવક વિશાલ પટેલે કહ્યું, 'આની પાછળનો વિચાર વારાણસીના ઘાટ જેવો બનાવવાનો છે જ્યાં લોકો બેસી શકે, ધ્યાન કરી શકે અને ભારતમાં બનેલા ઘાટની યાદો તેમના મગજમાં તાજી થાય. જ્યારે પ્રવાસીઓ અંદર આવશે ત્યારે તેમને પાણીના બે પ્રવાહો દેખાશે જે પ્રતીકાત્મક રીતે ભારતની ગંગા અને યમુના નદીઓનું પ્રતિનિધિત્વ કરે છે. ‘ત્રિવેણી’ સંગમ બનાવવા માટે, મંદિરની રચનામાંથી પ્રકાશનું કિરણ આવશે જે સરસ્વતી નદીને પ્રતિબિંબિત કરશે.
25000 થી વધુ પથ્થરોથી બનેલું છે
દુબઈ-અબુ ધાબી શેખ ઝાયેદ હાઈવે પર અલ રહેબા પાસે સ્થિત બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS) દ્વારા બાંધવામાં આવેલ હિંદુ મંદિર લગભગ 27 એકર જમીનમાં બનાવવામાં આવ્યું છે. મંદિરના આગળના ભાગમાં રાજસ્થાન અને ગુજરાતના કુશળ કારીગરો દ્વારા 25,000 થી વધુ પથ્થરના ટુકડાઓમાંથી કોતરવામાં આવેલા રેતીના પથ્થર પર ઉત્કૃષ્ટ આરસની કોતરણી છે. મંદિર માટે ઉત્તર રાજસ્થાનથી ગુલાબી રેતીના પથ્થરનો મોટો જથ્થો અબુ ધાબી લાવવામાં આવ્યો છે. વિશાલ બ્રહ્મભટ્ટ, જેઓ મંદિર સ્થળ પર ખરીદી અને સામગ્રીની દેખરેખ રાખે છે, તેમણે PTIને જણાવ્યું કે મંદિરના નિર્માણ માટે 700 થી વધુ કન્ટેનરમાં બે લાખ ઘનફૂટથી વધુ 'પવિત્ર' પથ્થર લાવવામાં આવ્યા છે.
ADVERTISEMENT
મંદિરના દરેક ખૂણામાં ભારતનો અંશ
તેમણે કહ્યું, ‘ગુલાબી સેંડસ્ટોન ભારતમાંથી લાવવામાં આવ્યો છે. પથ્થરની કોતરણી સ્થાનિક શિલ્પકારો દ્વારા કરવામાં આવી છે અને તે અહીં કામદારોએ લગાવ્યા છે. આ પછી, કલાકારોએ અહીં ડિઝાઇનને ફાઇનલ કરી છે.' મંદિરમાં ફર્નિચર બનાવવા માટે લાકડાના બોક્સ અને કન્ટેનર જેમાં પથ્થરો અબુધાબી લાવવામાં આવ્યા હતા તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે. BAPSના આંતરરાષ્ટ્રીય સંબંધોના વડા સ્વામી બ્રહ્મવિહારીદાસે જણાવ્યું હતું કે, “મંદિરમાં પ્રાર્થના હોલ, કાફેટેરિયા, કોમ્યુનિટી સેન્ટર વગેરેમાં રાખવામાં આવેલું ફર્નિચર પત્થરો લાવવા માટે વપરાતા બોક્સ અને કન્ટેનરના લાકડામાંથી બનાવવામાં આવે છે. મંદિરના દરેક ખૂણામાં ભારતનો એક અંશ છે.
તે ગલ્ફનું સૌથી મોટું મંદિર હશે
આ મંદિરનું નિર્માણ કાર્ય 2019થી ચાલી રહ્યું છે. મંદિર માટે જમીન સંયુક્ત આરબ અમીરાત દ્વારા દાનમાં આપવામાં આવી છે. UAEમાં વધુ ત્રણ હિન્દુ મંદિરો છે જે દુબઈમાં આવેલા છે. અદ્ભુત સ્થાપત્ય અને કોતરણી સાથે વિશાળ વિસ્તારમાં ફેલાયેલું, BAPS મંદિર ગલ્ફ પ્રદેશનું સૌથી મોટું મંદિર હશે. વડાપ્રધાન મોદી આજથી સંયુક્ત આરબ અમીરાતની બે દિવસીય મુલાકાત શરૂ કરશે. 2015થી ગલ્ફ દેશની આ તેમની સાતમી મુલાકાત છે અને છેલ્લા આઠ મહિનામાં તેમની ત્રીજી મુલાકાત છે.
ADVERTISEMENT
ADVERTISEMENT