Gandhingar news: રાજ્યની શાળાઓમાં શિક્ષકોની આટલી જગ્યાઓ ખાલી, સરકારે વિધાનસભામાં આપ્યો જવાબ

ADVERTISEMENT

Gandhinagar news
Gandhinagar news
social share
google news
  • શિક્ષકોની ખાલી જગ્યાઓને લઈને કોંગ્રેસ નેતા અમિત ચાવડાનો સવાલ
  • સરકારી અને બિનસરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષકોની 13013 જગ્યા ખાલી
  • રાજ્યની સરકારી શાળાઓમાં ગ્રંથપાલની 16 જેટલી જગ્યાઓ ખાલી

Gujarat Assembly Session: હાલ વિધાનસભા સત્ર શરૂ છે. જેમાં વિપક્ષ દ્વારા સરકારને વિવિધ સવાલો પણ કરવામાં આવી રહ્યાં છે. જેમાં શિક્ષકોની ખાલી જગ્યાઓને લઈને મહત્વપૂર્ણ માહિતી સામે આવી રહી છે. સરકારને પૂછવામાં આવેલ સવાલના જવાબમાં સામે આવ્યું કે સરકારી અને બિનસરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષકોની 13013 જગ્યા ખાલી છે.વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ ખાલી જગ્યાઓ વિશેનો સરકારને પ્રશ્ન કર્યો હતો.

શિક્ષકોની આટલી જગ્યાઓ ખાલી

સરકારએ જવાબ આપતા કહ્યું કે, બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં 10,669 શિક્ષકોની જગ્યાઓ ખાલી છે. સરકારી માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળામાં 671 જ્ઞાન સહાયકોની ભરતી કરી છે. જ્યારે બિન સરકારી અનુદાનીત માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળામાં પ્રથમ તબક્કાની 3469 જ્ઞાન સહાયકોની ભરતી કરાઈ છે.

ગ્રંથપાલની ખાલી જગ્યા વિશે સરકારને સવાલ

ત્યારબાદ ધારાસભ્ય હેમંત ખવાએ સરકારને ગ્રંથપાલની ખાલી જગ્યા અંગે પ્રશ્ન પૂછ્યો હતો. જેના જવાબમાં સરકાર તરફથી જાણવામાં આવ્યું કે, રાજ્યની સરકારી શાળાઓમાં ગ્રંથપાલની 16 જેટલી જગ્યાઓ ખાલી છે.6 જગ્યાઓ સરકારી શાળાઓમા ગ્રંથપાલની ભરાયેલ હોવાનો પણ જણાવ્યું હતું.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT