જામનગરમાં સરકારી બેંકના લેડિઝ વોશરૂમમાં સ્પાય કેમેરા મળ્યો, ઈન્ચાર્જ બેંક મેનેજર સામે ફરિયાદ
દર્શન ઠક્કર/જામનગર: જામનગરના ઔદ્યોગિક વિસ્તાર દરેડમાં આવેલી સરકારી બેંકમાં 15મી ઓગસ્ટના રાષ્ટ્રીય તહેવાર પર ચોંકાવનારું કૃત્ય સામે આવ્યું છે. બેંકની આ શાખા મહાવીર સર્કલ, ફેઝ…
ADVERTISEMENT
દર્શન ઠક્કર/જામનગર: જામનગરના ઔદ્યોગિક વિસ્તાર દરેડમાં આવેલી સરકારી બેંકમાં 15મી ઓગસ્ટના રાષ્ટ્રીય તહેવાર પર ચોંકાવનારું કૃત્ય સામે આવ્યું છે. બેંકની આ શાખા મહાવીર સર્કલ, ફેઝ 3, દરેડ પાસે આવેલી છે. વાસ્તવમાં અહીં સ્થિત પંજાબ નેશનલ બેંકની એક શાખામાં લેડીઝ વોશરૂમમાં એક સ્પાય કેમેરો જોવા મળ્યો હતો. મહિલા વોશરૂમમાં કેમેરા મળવાથી બેંકની મહિલા કર્મચારીઓ અને આ વોશરૂમનો ઉપયોગ કરતી અન્ય મહિલાઓની ગોપનીયતા પર પ્રશ્નાર્થ ચિહ્ન છે.
ઈન્ચાર્જ બેંક મેનેજરે સ્પાય કેમેરા લગાવ્યાનો આક્ષેપ
બાબતની ગંભીરતાને ધ્યાને લઈ બેંકની મહિલા કર્મચારી દ્વારા જામનગરના પંચકોશી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં બેંકના ઈન્ચાર્જ મેનેજર સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા કહ્યું કે, જ્યારે પાછલા દિવસોમાં બેંકના મહિલા શૌચાલયમાં ગઈ ત્યારે તેનું ધ્યાન શૌચાલયમાં લગાવેલા સ્પાય કેમેરા પર પડ્યું હતું. તેણે ફરિયાદમાં કહ્યું છે કે બેંક શાખાના ઈન્ચાર્જ મેનેજર અખિલેશ સૈનીએ આ કૃત્ય કર્યું છે. ફરિયાદી મહિલાનો ગુપ્ત ફોટો કે વીડિયો મેળવવા માટે મેનેજરે આ કૃત્ય કર્યું છે.
હરિયાણાની મહિલાની ફરિયાદ પર નોંધાયો કેસ
મેનેજર અખિલેશ સૈની હરિયાણાના રહેવાસી છે અને હાલ જામનગરમાં રહે છે. મહિલાની ફરિયાદના આધારે પોલીસે મેનેજર વિરુદ્ધ IPCની કલમ 354 (c) હેઠળ કેસ નોંધ્યો છે. આ બાબતથી સમગ્ર જામનગર તેમજ બેંકીંગ વર્તુળમાં ચકચાર મચી જવા પામી છે.
ADVERTISEMENT
રાજકોટમાં પણ સસરાએ વહુની આબરું વેચી
નોંધનીય છે કે, ગઈકાલે રાજકોટમાં પણ એક વિકૃત અને ચોંકાવનારો મામલો સામે આવ્યો હતો. જેમાં સસરાએ પત્ની અને દીકરા સાથે મળીને પૈસા કમાવવા વહુના પોર્ન વીડિયો ઉતાર્યા હતા અને તેની પાસે પોર્ન સાઈટ પર લાઈવ શો કરાવતો હતો. આ મહિલાની ફરિયાદના આધારે પોલીસે સાસુ-સસરા અને પતિ સામે ગુનો નોંધીને ધરપકડ કરી હતી.
ADVERTISEMENT