Heatwave in UP: બલિયામાં લૂના કારણે 52 લોકોનાં મોત, તપાસ ટીમ પાણીનું સેમ્પલ લેશે

ADVERTISEMENT

gujarattak
social share
google news

લખનઉ : ઉત્તર ભારતમાં જે રીતે આકરી ગરમી પડી રહી છે. લોકો માટે દિવસ દરમિયાન બહાર નીકળવું મુશ્કેલ બની રહ્યું છે. આવી સ્થિતિમાં ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લામાં આટલી મોટી સંખ્યામાં મોત પણ અનેક સવાલો ઉભા કરી રહ્યા છે. જૂન મહિનામાં ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં આકરી ગરમી પડે છે. આકરા તડકાની સાથે સાથે દિવસ દરમિયાન ગરમીનું મોજું પણ ચાલી રહ્યું છે. ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લામાં છેલ્લા 72 કલાકમાં 54 લોકોએ જીવ ગુમાવ્યા છે. તેનું પ્રાથમિક કારણ હીટ વેવ હોવાનું કહેવાય છે.

જો કે તબીબોની તપાસ ટીમે જણાવ્યું હતું કે, જિલ્લામાં જેટલા મોત થયા છે. તેમનું કારણ હીટ સ્ટ્રોક હોવાનું જણાતું નથી. વરિષ્ઠ સરકારી ડોક્ટર એ.કે.સિંઘે જણાવ્યું હતું કે, જે લોકો તાજેતરમાં મૃત્યુ પામ્યા છે. તેની છાતીમાં પ્રારંભિક લક્ષણો છાતીમાં દુખાવાના જણાયા છે. જે હીટ સ્ટ્રોકનું લક્ષણ ન હોઈ શકે. આ સાથે ડો.સિંઘે એમ પણ જણાવ્યું કે જિલ્લામાં જે મોત થયા છે. તેમનું કારણ પાણી સંબંધિત હોઈ શકે છે. પીવાના પાણીના સેમ્પલ લેવામાં આવશે. તેમણે કહ્યું કે અમારી ટીમ જિલ્લામાં મૃત્યુઆંકની તપાસ કરી રહી છે. તેમનું મુખ્ય કારણ શું છે.

આ માટે તપાસ કરવામાં આવી રહી છે કે શું પીવાનું પાણી આ મૃત્યુનું કારણ નથી. આ માટે પાણીના સેમ્પલ લેવામાં આવશે. ત્યાર બાદ જ મોતના કારણો સ્પષ્ટપણે જાણી શકાશે.સોશિયલ મીડિયામાં ડોક્ટરનું નિવેદન વાયરલ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગુરુવારે (15 જૂન) બલિયા જિલ્લામાં 23 લોકોના મોત થયા છે. શુક્રવારે (16 જૂન) ના રોજ 20 અને 17 જૂન (શનિવાર) ના રોજ 11 મૃત્યુ થયા હતા. જેના કારણે જિલ્લા વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.

ADVERTISEMENT

જિલ્લામાં તૈનાત એક સરકારી ડૉક્ટરે હીટસ્ટ્રોકના કારણે મોતને જવાબદાર ગણાવ્યા છે. આ પછી તેમનું નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થયું હતું. ડોક્ટરને પદ પરથી હટાવ્યા યુપીના સ્વાસ્થ્ય મંત્રી બ્રિજેશ પાઠકે ડોક્ટરને તેમના પદ પરથી હટાવ્યા હતા. સ્વાસ્થ્ય મંત્રીએ ડોક્ટર પર ખોટા નિવેદનો કરવાનો આરોપ લગાવ્યો છે. તેના પર સપા પ્રમુખ અખિલેશ યાદવે યોગી સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે જિલ્લામાં આટલી મોટી સંખ્યામાં મૃત્યુ થયા છે. આ માટે યોગી સરકાર જવાબદાર છે.

    follow whatsapp

    ADVERTISEMENT