કોવિડ વેક્સિનના કારણે ભારતમાં હાર્ટ એટેકના કેસ વધ્યા? ICMR આ 3 પ્રશ્નોના જવાબો શોધી રહી છે

Niket Sanghani

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી: વર્ષ 2019માં ચીનમાં કોરોના વાયરસે દસ્તક આપી હતી. તેની શરૂઆત ચીનથી થઈ હતી પરંતુ ધીરે ધીરે આ વાયરસે આખી દુનિયાને પોતાની ઝપેટમાં લઈ લીધી છે. વર્ષ 2020 સુધીમાં, ભારતમાં સ્થિતિ વધુ ખરાબ થતી જોઈને, લોકડાઉન લાદવું પડ્યું. આ પછી, વેક્સિન બનાવવાના પ્રયાસો શરૂ થયા અને ઘણા દેશોએ આ રોગની વેક્સિન શોધી કાઢી. જો કે, 2021 સુધીમાં, ભારતમાં પણ લોકોને વેક્સિન આપવાનું શરૂ થયું. જો કે તેની સાથે હાર્ટ એટેકના કેસમાં પણ અચાનક વધારો જોવા મળ્યો હતો.

એપ્રિલ 2021 સુધીમાં, જ્યારે ભારતમાં કોરોનાએ ખતરનાક સ્વરૂપ ધારણ કર્યું, ત્યારે સામાન્ય લોકો માટે વેકસીનેશન શરૂ થઈ ગયું હતું. આ સમયગાળા દરમિયાન દેશભરમાં અનેક લોકોના મોત થયા હતા. કેટલાકના મોત કોરોના વાયરસના કારણે થયા છે જ્યારે કેટલાકના મોત હાર્ટ એટેક અને અન્ય બીમારીઓને કારણે થયા છે. આ પછી સવાલો ઉઠવા લાગ્યા કે કોરોના વાયરસને રોકવા માટે બનાવવામાં આવેલી વેક્સીનને કારણે લોકોમાં હાર્ટ એટેકનો ખતરો વધી ગયો છે.

ICMR આ આરોપો પર અભ્યાસ કરી રહ્યું છે. આ અભ્યાસનો પ્રારંભિક અહેવાલ જુલાઈ 2023માં પ્રકાશિત કરવામાં આવશે. આ અભ્યાસમાં, ICMR ભારતમાં યુવા વસ્તીમાં કોવિડ-19 વેકસીનેશન અને વધતા હાર્ટ એટેક વચ્ચેની કડીને સમજવાનો પ્રયાસ કરી રહ્યું છે.

આ પણ વાંચો

ADVERTISEMENT

જાણો ક્યારે રિપોર્ટ થશે જાહેર
આ અભ્યાસનો પ્રારંભિક રિપોર્ટ થોડા સમય માટે પેન્ડિંગ છે. તેને જાહેર કરતા પહેલા, ICMR અત્યાર સુધી જાહેર થયેલા તારણોની સમીક્ષા કરી રહ્યું છે. ICMR આ રિપોર્ટ અંગે ખૂબ જ ઊંડો અભ્યાસ કરી રહ્યું છે. તેથી જ્યારે તેની સંપૂર્ણ પુષ્ટિ થાય ત્યારે જ તેના આંકડા જાહેર કરવાનો પ્રયાસ છે.

ICMR સામે છે આ સવાલો
ICMR હૃદયરોગના હુમલામાં અચાનક વધારો અને કોવિડ-19 વેકસીનેશન સાથેના તેમના સંબંધની તપાસ કરવા માટે કેટલાક પ્રશ્નોનો અભ્યાસ કરી રહ્યું છે. આ પ્રશ્નો છે…
1. શું વેકસીનેશન પછી લોકો કુદરતી કારણોસર મૃત્યુ પામ્યા છે?
2. શું કોવિડને રોકવા માટે બનાવવામાં આવેલી વેક્સિન મૃત્યુ માટે જવાબદાર હતી?
3. જે દર્દીએ કોવિડના ગંભીર તબક્કામાં પોતાનો જીવ ગુમાવ્યો હતો તે લાંબા સમયથી તેનાથી પીડાત હતો?

ADVERTISEMENT

40 હોસ્પિટલોમાંથી ડેટા એકત્રિત કરવામાં આવ્યો
આ અભ્યાસ માટે નમૂના માટે ICMR એ 40 હોસ્પિટલોમાંથી ક્લિનિકલ નોંધણી વિશે માહિતી લીધી છે. આમાંથી ઘણા દર્દીઓના ડેટા પણ એઈમ્સમાંથી લેવામાં આવ્યા છે. માહિતી અનુસાર, 14,000 લોકોના સેમ્પલ સાઈઝમાંથી 600 લોકોના મોત થયા છે.

ADVERTISEMENT

આરોગ્ય મંત્રીએ આ વાત સ્વીકારી હતી
જણાવી દઈએ કે માર્ચ મહિનામાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા એક ચેનલના સમિટમાં બોલી રહ્યા હતા. આ દરમિયાન તેણે સ્વીકાર્યું કે કોરોના પછી હાર્ટ એટેકના કારણે મૃત્યુની સંખ્યામાં વધારો થયો છે. પછી તેમણે કહ્યું કે આ અંગે ચર્ચા થઈ છે અને ICMR આ મામલે અભ્યાસ કરી રહ્યું છે.

જુલાઇ મહિનામાં આવી શકે છે રિપોર્ટ
માંડવિયાએ કહ્યું હતું કે, અમારી પાસે વેકસીનેશનના આંકડા છે. તેમણે કહ્યું કે ICMR કેટલાક પ્રશ્નો પર છેલ્લા 3-4 મહિનાથી આ મુદ્દાનો અભ્યાસ કરી રહ્યું છે. તેનો રિપોર્ટ 6 મહિનામાં આવવાનો હતો. પરંતુ હવે એવું માનવામાં આવે છે કે આ અભ્યાસનો રિપોર્ટ જુલાઈ મહિનામાં જાહેર કરવામાં આવશે.

    follow whatsapp

    ADVERTISEMENT