પ્લેનના ટોયલેટમાં છુપાઇને પીતો હતો સિગારેટ, જાણો કેટલો મોટો ગુનો, શું થઈ શકે કાર્યવાહી?

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી: આજકાલ ફ્લાઈટમાં મુસાફરોની અજીબોગરીબ હરકતો સામે આવી રહી છે. ક્યારેક પેસેન્જર દારૂના નશામાં પેશાબ કરે છે, તો ક્યારેક ક્રૂ મેમ્બરો સાથે ગેરવર્તન કરે છે. હવે એક વ્યક્તિ ફ્લાઈટના ટોઈલેટમાં ધૂમ્રપાન કરતો પકડાયો છે. મુંબઈ પોલીસે તેની સામે કેસ નોંધ્યો છે. જાણો ફ્લાઈટમાં સિગારેટ પીવી એ કેટલો મોટો ગુનો છે?

ફ્લાઈટના ટોઈલેટમાં સિગારેટ પીનાર વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. આ વ્યક્તિ પર ફલાઈટમાં સિગારેટ પીવાનો જ આરોપ નથી, પરંતુ અન્ય મુસાફરો અને ક્રૂ મેમ્બરો સાથે ગેરવર્તન કરવાનો પણ આરોપ છે. લંડનથી મુંબઈ આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં આ ઘટના બની હતી.

આરોપી વ્યક્તિનું નામ રમાકાંત છે, જે ભારતીય મૂળનો અમેરિકન નાગરિક છે. મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી વ્યક્તિ વિરુદ્ધ આઈપીસીની કલમ 336 અને એરક્રાફ્ટ એક્ટ 1937ની કલમ 22, 23 અને 25 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

ADVERTISEMENT

ફ્લાઈટમાં શું થયું?  
એર ઈન્ડિયાના ક્રૂ મેમ્બરે પોલીસને કહ્યું, ‘ ફ્લાઈટમાં સ્મોકિંગની છૂટ નથી, પરંતુ જ્યારે તે વોશરૂમમાં ગયો ત્યારે એલાર્મ વાગ્યો. આ સાંભળીને જ્યારે ક્રૂ વોશરૂમમાં ગયો તો તેણે જોયું કે તેના હાથમાં સિગારેટ હતી. અમે તરત જ તેની સિગારેટ ફેંકી દીધી.’- આ પછી રમાકાંત ક્રૂ મેમ્બરો પર બૂમો પાડવા લાગ્યો. કોઈક રીતે અમે તેને તેની સીટ પર બેસાડ્યો. પરંતુ થોડી વાર પછી તેણે પ્લેનનો દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો. તેના વર્તનથી તમામ મુસાફરો ડરી ગયા હતા. તે અમારી વાત સાંભળવા તૈયાર નહોતો અને સતત બૂમો પાડતો હતો. આ પછી અમે તેના હાથ-પગ બાંધીને તેને સીટ પર બેસાડ્યો.

બેગમાં ઇ સિગારેટ મળી આવી
પોલીસે જણાવ્યું કે આરોપી મુસાફર અહીં પણ રોકાયો નહીં અને તેનું માથું મારતો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, પ્લેનમાં બેઠેલા એક મુસાફર એ તેની તપાસ કરી. ત્યારે રમાકાંતે કહ્યું કે તેની બેગમાં કેટલીક દવાઓ રાખવામાં આવી છે. તેની બેગમાં કોઈ દવા નહોતી, પરંતુ ઈ-સિગારેટ મળી આવી હતી.

ADVERTISEMENT

પોલીસે કહ્યું કે તેની સામે કેસ નોંધવામાં આવ્યો છે. આ સાથે તેના સેમ્પલ પણ તપાસ માટે મોકલવામાં આવ્યા છે, જેથી જાણી શકાય કે તે કોઈ માનસિક બીમારીથી પીડિત નથી.એર ઈન્ડિયાના પ્રવક્તાએ પણ આ ઘટનાની પુષ્ટિ કરી છે. એર ઈન્ડિયાએ જણાવ્યું કે લંડનથી મુંબઈ આવી રહેલી ફ્લાઈટ (AI130)માં એક મુસાફર ટોઈલેટમાં ધૂમ્રપાન કરતો પકડાયો હતો. આ ફ્લાઈટ 10 માર્ચે પરત ફરી રહી હતી.

ADVERTISEMENT

ફ્લાઈટમાં સ્મોકિંગને લઈને શું છે નિયમ? – ઈન્ડિયન એરક્રાફ્ટ એક્ટ 1937ના સેક્શન 25માં લખ્યું છે કે ફ્લાઈટમાં સ્મોકિંગ સંપૂર્ણપણે પ્રતિબંધિત છે. વિમાનમાં પાયલટ, ક્રૂ મેમ્બર અને મુસાફરો ધૂમ્રપાન કરી શકતા નથી. – જો કે, આ નિયમમાં એવું પણ લખવામાં આવ્યું છે કે કેટલાક કિસ્સામાં કેન્દ્ર સરકાર તરફથી સૂચના મળે તો ધૂમ્રપાન કરી શકાય છે.

શું પગલાં લઈ શકાય?,
એરક્રાફ્ટના નિયમો અનુસાર, ફ્લાઇટમાં હંગામો, દારૂ પીવો, ડ્રગ્સ અથવા ધૂમ્રપાન કરવું, દુર્વ્યવહાર કરવો હોય તો પેસેન્જરને મુસાફરી કરતા અટકાવી શકાય છે અથવા પ્લેનમાંથી ઉતારી શકાય છે.નિયમ 23 મુજબ, જો કોઈ મુસાફર, દારૂ અથવા ડ્રગ્સના પ્રભાવ હેઠળ, ફ્લાઇટ અથવા અન્ય મુસાફરોની સુરક્ષાને જોખમમાં મૂકે છે, ધમકી આપે છે, દુર્વ્યવહાર કરે છે અથવા હંગામો કરે છે, તો તેને વિમાનમાંથી ઉતારી શકાય છે.

આ પણ વાંચો: ADANI ને માંડ બચાવ્યા ત્યાં અમેરિકાની બેંક ડુબતા ભારતની આ દિગ્ગજ કંપનીમાં લોચા

ફ્લાઈટ પર પણ થઈ શકે છે પ્રતિબંધ
ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)એ 2017માં ગાઈડલાઈન્સ જાહેર કરી હતી. આમાં ખરાબ વર્તનને ત્રણ કેટેગરીમાં વહેંચવામાં આવ્યું હતું. – આ અંતર્ગત ગેરવર્તણૂક કરનાર પેસેન્જરને ત્રણ મહિનાથી બે વર્ષ અથવા કાયમ માટે ‘નો ફ્લાય લિસ્ટ’માં મૂકી શકાય છે. ફ્લાઇટમાં, દારૂ અથવા ડ્રગ્સના નશામાં હોવું, હંગામો કરવો, ધૂમ્રપાન કરવું, પાઇલટની અવહેલના કરવી, ધમકી આપવી, દુર્વ્યવહાર કરવો, ક્રૂ મેમ્બરના કામમાં દખલ કરવી, આ બધું ખરાબ વર્તનમાં આવે છે. જો દોષી સાબિત થાય છે, તો પેસેન્જરને ઉડાન પર પ્રતિબંધ મૂકવામાં આવી શકે છે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT