પહેલા પણ અનેક બળવા જોયા, પાર્ટીને હું ફરી એકવાર બેઠી કરીશ: શરદ પવાર
Maharashtra politics LIVE updates: મહારાષ્ટ્રની રાજનીતિમાં મોટી ઉથલપાથલ ચાલી રહી છે. એનસીપી નેતા અજિત પવારે ડેપ્યુટી સીએમના પદના શપથ ગ્રહણ કર્યા છે. તેઓ શિંદે સરકારમાં…
ADVERTISEMENT
Maharashtra politics LIVE updates: મહારાષ્ટ્રની રાજનીતિમાં મોટી ઉથલપાથલ ચાલી રહી છે. એનસીપી નેતા અજિત પવારે ડેપ્યુટી સીએમના પદના શપથ ગ્રહણ કર્યા છે. તેઓ શિંદે સરકારમાં જોડાઇ ચુક્યા છે. તેમની સાથે એનસીપીના 18 ધારાસભ્યો પણ છે. જે પૈકી 9 ધારાસભ્યોએ તો મંત્રીપદના શપથ ગ્રહણ કર્યા હતા. આ સાથે તેમણે NCP પક્ષ પર પણ દાવો ઠોક્યો હતો.
જો કે આ અંગે શરદ પવારે પુણેમાં પત્રકાર પરિષદ આયોજીત કરીને કહ્યું કે, પહેલા પણ આવા બળવા થઇ ચુક્યા છે. જો કે હું ફરીથી પાર્ટી ઉભી કરીને દેખાડીશ. થોડા દિવસો પહેલા વડાપ્રધાને ઉલ્લેખ કર્યો હતો કે, મહારાષ્ટ્રના મુખ્ય સહકારી બેંકમાં ભારે ભ્રષ્ટાચાર છે. આજે એનસીપી નેતા જે ભાજપ સરકારમાં જોડાયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભ્રષ્ટાચાર સાફ થઇ ગયો અને તેઓ પવિત્ર કરવા બદલ પીએમ મોદીનો આભાર વ્યક્ત કરૂ છું. આગામી થોડા દિવસોમાં જ લોકોને ખબર પડશે કે, આ એનસીપી નેતાઓએ હાથ શા માટે મિલાવ્યો છે. જે લોકો જોડાયા છે તેમણે મારો સંપર્ક કર્યો છે અને કહ્યું કે તેમણે ભાજપે આમંત્રિત કર્યા છે. જો કે તેમણે કહ્યું કે, તેમનું વલણ અલગ છે.
બીજી તરફ અજિત પવારે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે, તેમને રાષ્ટ્રવાદી કોંગ્રેસના તમામ લોકોને આશિર્વાદ મળ્યો છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસમાં બધા જ આવે છે. તમામ ધારાસભ્યો તેમની સાથે છે. તમામનો અર્થ તમામ લોકો અમારી સાથે છે. તેમણે આગળ કહ્યું કે, તેઓ ખુબ જ સારી રીતે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીને આગળ વધારશે. અમે અલગ અલગ ક્ષેત્રના તમામ પાર્ટી વર્કર્સને મળીશું.
ADVERTISEMENT
ADVERTISEMENT