UP Hathras Stampede update: 100થી વધુ મોત! હાથરસ દુર્ઘટનાનું કારણ આવ્યું સામે, બાબાના કાફલાને કાઢવા હજારો લોકોને રોકી રાખ્યા, પછી...
UP Hathras Stampede update: ઉત્તરપ્રદેશના હાથરસ જિલ્લાના રતિભાનપુરમાં ફુલરાઈ મુગલગઢીના મેદાનમાં સાકાર હરિ બાબાના સત્સંગના સમાપન વખતે નાસભાગ મચી ગઈ હતી. આ ઘટનામાં 60થી વધુ લોકોના મોત થયા છે. ડીએમ આશિષ કુમારના જણાવ્યા અનુસાર, ધાર્મિક કાર્યક્રમ દરમિયાન થયેલી ભાગદોડમાં લગભગ 50-60 લોકોના મોત થયા છે. આ એક ખાનગી કાર્યક્રમ હતો, જેના માટે આયોજકોએ SDM પાસેથી પરવાનગી લીધી હતી.
ADVERTISEMENT
Hathras Satsang Accident : ઉત્તરપ્રદેશના હાથરસ જિલ્લાના રતિભાનપુરમાં ફુલરાઈ મુગલગઢીના મેદાનમાં સાકાર હરિ બાબાના સત્સંગના સમાપન વખતે નાસભાગ મચી ગઈ હતી. આ ઘટનામાં 60થી વધુ લોકોના મોત થયાની પુષ્ટિ થઈ છે. જોકે, ઘટનામાં 100થી વધુના મોત થયા હોવાનું અનુમાન છે. હોસ્પિટલમાં મૃતદેહોના ઢગલાના દ્રશ્યો સામે આવી રહ્યા છે. ડીએમ આશિષ કુમારના જણાવ્યા અનુસાર, ધાર્મિક કાર્યક્રમ દરમિયાન થયેલી ભાગદોડમાં લગભગ 60થી વધુ લોકોના મોત થયા છે. આ એક ખાનગી કાર્યક્રમ હતો, જેના માટે આયોજકોએ SDM પાસેથી પરવાનગી લીધી હતી.
સાકાર હરિ બાબાના એક દિવસીય સત્સંગમાં બાળકો સાથે પુરુષો અને સ્ત્રીઓ બાબાનો ઉપદેશ સાંભળી રહ્યા હતા. લગભગ પોણા બે વાગ્યે સત્સંગ સમાપ્ત થયો અને બાબાના અનુયાયીઓ બહાર રસ્તા તરફ જવા લાગ્યા.
એવું કહેવામાં આવી રહ્યું છે કે લગભગ 50 હજાર અનુયાયીઓને સેવકોએ જ્યાં હતા ત્યાં જ રોકી લીધા હતા. સેવકોએ સાકાર હરિ બાબાના કાફલાને ત્યાંથી બહાર કાઢ્યો. એટલા સમયમાં ત્યાં અનુયાયીઓ ગરમી અને બફારામાં ઉભા રહ્યા. બાબાનો કાફલા ગયા પછી સેવકોએ અનુયાયીઓને જવા માટે કહ્યું કે તરત જ ત્યાં નાસભાગ મચી ગઈ.
ADVERTISEMENT
કાદવમાં લોકો એકની ઉપર એક પડતા રહ્યા : આયોજકો
સત્સંગ પર આયોજન સમિતિથી જોડાયેલા મહેશ ચંદ્રએ આજતક સાથે ફોન પર થયેલી વાતચીતમાં કહ્યું કે, અમે જિલ્લા તંત્રની મંજૂરી લઈને કાર્યક્રમ કરાવ્યો હતો. કાર્યક્રમમાં એક લાખથી વધુ શ્રદ્ધાળુ આયોજનમાં પહોંચ્યા હતા. જ્યારે કાર્યક્રમ પૂર્ણ થયો ત્યારે ભાગદોડ મચી ગઈ. આ દુર્ઘટના તંત્રની નબળાઈના કારણે બની છે. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ કાદવમાં લોકો એકની ઉપર એક પડતા રહ્યા, કોઈ સંભાળનારા ન હતા. હું ભંડારાનું કામ જોઈ રહ્યો હતો.
તેમણે જણાવ્યું કે, હાથરસમાં આ કાર્યક્રમ 13 વર્ષ બાદ થયો છે. અમારી પાસે 3 કલાકની મંજૂરી હતી. 1:30 વાગ્યે કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ઘટના બની છે. તંત્રને અગણિત શ્રદ્ધાળુઓના કાર્યક્રમમાં આવવાની માહિતી અપાઈ હતી. જ્યાં વ્યવસ્થા કરાઈ હતી, ત્યાં મોટી ભીડ હતી. કાર્યક્રમમાં 12 થી સાડા 12 હજાર સેવકો હતા. અમે એટલા સ્તરે સંપૂર્ણ વ્યવસ્થા કરી હતી. એમ્બ્યુલન્સ ન હતી. કાર્યક્રમ પૂર્ણ થયો તો એક સાથે લોકો ભાગવા લાગ્યા. વરસાદના હવામાનમાં કાદવના કારણે લોકો એકબીજા પર પડવા લાગ્યા હતા.
ADVERTISEMENT
નાળામાં પડેલા લોકો બે કલાક સુધી દબાયેલા રહ્યા : પ્રત્યક્ષદર્શી
આ ઘટનાની પ્રત્યક્ષદર્શી મહિલા શકુંતલાએ જણાવ્યું કે, સત્સંગ ચાલી રહ્યો હતો. સત્સંગ પૂર્ણ થયા બાદ લોકો એકસાથે બહાર જવા નિકળ્યા તો ભાગદોડ મચી ગઈ. નજીકમાં એક નાળું હતું, ભાગદોડ બાદ લોકો નાળામાં એકની ઉપર એક પડતા ગયા. જ્યાં લોકો બે કલાક સુધી દબાયેલા રહ્યા, તો મરે નહીં તો શું થાય.
ADVERTISEMENT
શકુંતલાએ જણાવ્યું કે, ભાગદોડ દરમિયાન પહેલા આગળના લોકો નાળામાં પડ્યા અને પછી તેમની ઉપર પાછળના લોકો પડતા ગયા. સત્સંગને લઈને મહિલાએ જણાવ્યું કે,આજે મંગળવાર છે અને આજે જ ભોલે બાબાના સત્સંગમાં આવ્યા. તેમની પાડોશી ગંગા દેવી પણ દુર્ઘટનાનો શિકાર બની હતી, પરંતુ લોકોએ તેમને ખેંચીને બહાર કાઢી, જેના કારણે તે જીવતી બચી શકી.
પ્રાપ્ત માહિતી અનુસાર, ગરમી, બફારા અને ભીડમાં ગૂંગળામણને કારણે અનુયાયીઓ ત્યાં બેભાન થઈ ગયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 60થી વધુ લોકોના મોત થયા છે. માર્યા ગયેલા અને ઈજાગ્રસ્તોમાં મહિલાઓની સંખ્યા વધુ છે અને બાળકોની પણ જાનહાનિની માહિતી મળી રહી છે. અકસ્માત બાદ ઈજાગ્રસ્તોને સારવાર માટે એમ્બ્યુલન્સ દ્વારા સિકંદરારાઉ સીએચસી અને એટાહ મોકલવામાં આવ્યા હતા.
સિકંદરારાઉમાં બનેલી દુર્ઘટના બાદ આરોગ્ય વિભાગે એલર્ટ જાહેર કર્યું છે. સ્ટાફને ઈમરજન્સીથી પોસ્ટમોર્ટમ હાઉસ સુધી તૈનાત રહેવા સૂચના આપવામાં આવી છે. જિલ્લાના વિવિધ સ્થળોએથી એમ્બ્યુલન્સને ઘટના સ્થળે મોકલવામાં આવી છે.
આ પણ વાંચો- હાથરસમાં સત્સંગ દરમિયાન ભાગદોડ મચી, રાષ્ટ્રપતિએ વ્યક્ત કર્યું દુઃખ
ADVERTISEMENT