તમારા ખાનદાનમાં કોઇએ CM સાથે વાત કરી છે? દિવ્યાંગ યુવક સાથે મુખ્યમંત્રીની ગેરવર્તણુંક
નવી દિલ્હી : છત્તીસગઢના મુખ્યમંત્રી ભુપેશ બધેલનો એક વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. તેમાં એક યુવક સીએમને સવાલ કરતો હોય છે કે, EWS…
ADVERTISEMENT
નવી દિલ્હી : છત્તીસગઢના મુખ્યમંત્રી ભુપેશ બધેલનો એક વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. તેમાં એક યુવક સીએમને સવાલ કરતો હોય છે કે, EWS કોટા આપવા કરતા સારુ છે કે વસતી પર જ કાબુ મેળવવામાં આવે. આ દરમિયાન મુખ્યમંત્રી ભડકે છે. તેમણે કહ્યું કે, તમારા પિતાજીએ ક્યારે મુખ્યમંત્રી સાથે વાત કરી છે… માંએ કરી છે… કાકાએ કરી છે… તમે સતત બોલતા જ જઇ રહ્યા છો. મુખ્યમંત્રી યુવકને ધમકાવી રહ્યા છે. આ દરમિયાન કોઇએ વીડિયો બનાવી લીધો અને તેને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધા છે.
હાલોલમાં 500 કરોડનું કૌભાંડઃ ‘ કટકીખોર બાબુ’ આમ કરતા તગડી કમાણી
યુવકે મુખ્યમંત્રીને અનામત અંગે વાત કરી
યુવકે મુખ્યમંત્રીને અનામત અંગે વાત કરી રહ્યા હતા. તેણે મુખ્યમંત્રીને અપીલ કરી હતી કે, ચુંટણી જીતવા માટે યુવાઓને રોજગાર આપો. ત્યાર બાદ તેનું માઇક છીનવી લીધું અને તેને ધક્કાઓ મારીને બહાર કાઢી મુકવામાં આવ્યો હતો. તેટલું જ નહી જાહેર રીતે તેનું અપમાન કરતા તેને ગાંડો ગણાવ્યો હતો
પાકિસ્તાની અન્ડરવર્લ્ડ માફીયાએ ગુજરાતમાં મોકલ્યા હથિયારઓ અને કરોડોનું ડ્રગ્સ, ATSએ કેવી રીતે ઝડપ્યા
બઘેલના વલણને જોતા હાજર લોકોમાં આક્રોશ
મુખ્યમંત્રી ભુપેશ બધેલે આ વલણને જોતા જનતામાં પણ આક્રોશ ફેલાઇ ગયો હતો. યુવા ખુબ જ આક્રોશિત હતો. સભામાં હાજર લોકોએ તેનો આત્મવિશ્વાસ વધાર્યો અને કહ્યું કે, ડરવાથી જરૂર નથી કંઇ જ નહી થાય.
ADVERTISEMENT
રિષભ પંતને શ્રીલંકા સીરિઝથી કેમ બહાર કરી દેવાયો? ખરાબ ફોર્મ નહીં પરંતુ જાણો એ અન્ય કારણ વિશે…
છત્તીસગઢના મુખ્યમંત્રી સરકારી યોજનાઓના ફીડબેક માટે લોકો સાથે સંવાદ કરે છે
અત્રે ઉલ્લેખનીય છે કે, છત્તીસગઢના મુખ્યમંત્રી ભુપેશ બધેલ સતત સરકારની યોજનાઓનું ફીડબેક લેવા માટે જનતા સાથે વાત કરી રહ્યા હતા. આ અંતર્ગત બેમેતરા જિલ્લામાં પહોંચ્યા હતા. આ દરમિયાન એક યુવકે મુખ્યમંત્રીને ચાલી રહેલા વિવાદાસ્પદ અનામત અને બેરોજગારીના વૃદ્ધીદર અંગે સવાલ કર્યો, તો સીએમ પોતાનો મિજાજ ગુમાવી બેઠા હતા. તમારા પિતાને પ્રશ્ન પુછવાની તક નથી મળી? જેના પર યુવકોને જવાબ આપ્યો કે, જ્યારે તેઓ નાના હતા, ત્યારે તેના પિતાનું નિધન થઇ ગયું હતું. સીએમ એટલે જ નહોતા અટક્યા અને તેનું અપમાન કરતા કહ્યું કે, તમે કોર્ટના આદેશ વિરુદ્ધ કામ કરી રહ્યા છો.
ADVERTISEMENT