હરિયાણામાં રમત-ગમત મંત્રી પર મહિલા કોચે લગાવ્યા શારીરિક શોષણના આરોપ

ADVERTISEMENT

gujarattak
social share
google news

ચંડીગઢ : હરિયાણાના રમતગમત મંત્રી સંદીપ સિંહ પર એક લેડી કોચે ગંભીર આરોપો લગાવ્યા છે. આરોપ લગાવ્યો છે કે, રમત મંત્રી દ્વારા સરકારી આવાસ પર બોલાવીને શારીરિક ઉત્પીડન કરવામાં આવ્યું હતું. એટલે સુધી કહેવામાં આવ્યું છે કે, આ મુદ્દે મુખ્યમંત્રી અને રાજ્યના ગૃહમંત્રીને પણ ફરિયાદ કરવા છતા કોઇ મદદ મળી નહોતી.

વિપક્ષે ખટ્ટર સરકાર પર ગંભીર આક્ષેપો લગાવ્યા
જો કે આ મુદ્દે વિપક્ષ ખટ્ટર સરકાર પર આકરા પ્રહારો કરી રહ્યું છે. મંત્રી સંદીપ સિંહનું રાજીનામું માંગી રહ્યા છે. બીજી તરફ સંદીપ સિંહ આ તમામ આરોપોને નકારવાનું કામ કરી રહ્યા છે. હરિયાણા ખેલમંત્રી અને પૂર્વ ઓલમ્પિયન સંદીપ સિંહ મુદ્દે લેડી કોચે અનેક ગંભીર આરોપો લગાવ્યા છે. તેમના દ્વારા મહિલા ખેલાડીઓની સાથે છેડછાડ કરી હતી. પોતાના કેસ મુદ્દે પીડિતાએ કહ્યું કે, સંદીપ સિંહે મને ઇન્સ્ટાગ્રામ દ્વારા કોન્ટેક્ટ કર્યો હતો. તેઓ કોઇ વૈનિશ મોડ દ્વારા વાત કરી રહ્યા હતા. જેના કારણે તમામ વાતો ડિલીટ થઇ ગઇ. હવે આરોપ એવો લાગી રહ્યો છે કે, આ વાતચીત બાદ સંદીપ સિંહે લેડી કોચને પોતાના સરકારી આવાસ પર બોલાવ્યા હતા. કેટલાક ડોક્યુમેન્ટ્સના નામ પર આવવા માટે કહેવામાં આવ્યું અને પછી ત્યાં છેડછાડ કરવામાં આવી.

પીડિતાને મનપસંદ પોસ્ટિંગ માટે સુવિધાઓ આપવા જણાવાયું
પીડિતાના અનુસાર મંત્રી દ્વારા તેમને મનપસંદ પોસ્ટિંગ અને અન્ય સુવિધાઓની લાલચ આપવામાં આવી હતી. કહેવામાં આવ્યું કે, જો તમે વાત માનશો તો બધુ જ મળશે. જો કે હવે જો કે લેડી કોચે મંત્રીની અનેક ગંભીર માંગણીઓ નહોતી માની, આરોપ લાગી રહ્યો છે કે, આ કારણે તેમનું અન્યત્ર ટ્રાન્સફર કરી દેવામાં આવ્યો અને તેમની ટ્રેનિંગને પણ બંધ કરી દેવામાં આવ્યું.

ADVERTISEMENT

મુખ્યમંત્રી-ગૃહમંત્રીને રજુઆત છતા કોઇ પગલા ન ઉઠાવાયા
સૌથી મોટી વાત છે કે, પીડિત દ્વારા મુખ્યમંત્રીથી માંડીને મંત્રીઓનો સંપર્ક કરવામાં આવ્યો હતો, મદદની અપીલ થઇ હતી પરંતુ કોઇ એક્શન ન થઇ. આ મુદ્દે વિપક્ષ રાજ્ય સરકાર પર હુમલાખોર છે. INLD નેતા અભય ચૌટાલાએ સ્પષ્ટ રીતે સંદીપ સિંહની વિરુદ્ધ આકરા પગલા લેવાવા જોઇએ અને આ મુદ્દે તપાસ SIT દ્વારા કરાવવી જોઇએ.

મંત્રીએ તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા
ગંભીર આરોપોને જો કે સંદીપ સિંહે પાયાવિહોણા ગણાવ્યા હતા. જો કે નિવેદનમાં કહેવામાં આવ્યું કે, એક જુનિયર કોચે મારા પર ખોટા આરોપો લગાવ્યા છે. મારી વિરુદ્ધ કાવત્રું રચવામાં આવી રહ્યું છે. હું તે લેડી કોચને ક્યારે મળ્યો પણ નથી. તેમના તરફથી જે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી તે પણ INDL ની ઓફીસમાંથી થઇ. જો કે સરકાર દ્વારા હજી સુધીકોઇ અધિકારીક પ્રતિક્રિયા નથી આવી રહી. હાલ તો આ મુદ્દે રાજનીતિ જોરોશોરોથી થઇ રહી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT