હરિયાણામાં સરપંચોએ કર્યો મુસ્લિમ વ્યાપારીઓનો બહિષ્કાર, નૂંહ હિંસા બાદ મોટી કાર્યવાહી

ADVERTISEMENT

Nooh Violance boycott of Muslim
Nooh Violance boycott of Muslim
social share
google news

ચંડીગઢ : ગત્ત મહિને છેલ્લી તારીખ એટલે કે 31 જુલાઇના રોજ હરિયાણાના નૂંહમાં હિંસા થઇ હતી. આ દરમિયાન 6 લોકોના મોત થઇ ગયા હતા. હવે હરિયાણાના મહેન્દ્રગઢ, રેવાડી અને ઝઝ્ઝરમાં કેટલાક સરપંચોએ તેમના ગામના મુસ્લિમ સમુદાયના વેપારીઓ પર પ્રતિબંધ લગાવવા માટે ઓનલાઇન પત્ર લખે છે. હાલના દિવસોમાં આ હજિલ્લાના કેટલાક સરપંચોએ પત્ર જાહેર કર્યો છે. જેમાં નૂંહ જિલ્લામાં થયેલી હિંસાનો હવાલો ટાંક્યો હતો. સાથે જ આ પત્રોની ભાષા પણ લગભગ એક સમાન છે.

નૂંહ હિંસામાં 2 હોમગાર્ડ જવાન સહિત 5 લોકોના મોત

નૂંહ હિંસા દરમિયાન 2 હોમગાર્ડ સહિત 5 લોકોના મોત થઇ ગયા હતા. જ્યારે ગુરૂગ્રામમાં એક મસ્જિદ પર થયેલા હુમલામાં એક મૌલવીનું મોત થયું હતું. આ પત્રો અંગે જિલ્લા અધિકારીએ કહ્યું કે, ઓનલાઇન પત્રોનો મામલો પ્રકાશમાં આવ્યો છે. આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. મળતી માહિતી અનુસાર કેટલાક ગામના સરપંચો તરફથી કહેવામાં આવ્યું કે, પંચાયતો એખ સમુદાય વિશેષના વેપારીઓ સાથે કોઇ પણ વ્યવસાય કરવાની પરવાનગી આપવાનો નિર્ણય કર્યો છે. જો કે આ જિલ્લાના સરપંચો સાથે સંપર્ક કરવામાં આવ્યો તો મહેન્દ્રગઢ અને રેવાડીના અનેક સરપંચોએ કોઇ ખાસ સમુદાયનો સંદર્ભ આપતા એવો કોઇ પત્ર બહાર પાડ્યો હોવાનો ઇન્કાર કર્યો છે.

ADVERTISEMENT

તંત્ર દ્વારા સમગ્ર મામલે કાર્યવાહી કરવામાં આવી

મહેન્દ્રગઢની ઉપાયુક્ત મોનિકા ગુપ્તાએ કહ્યું કે, સરકારી અધિકારીઓ સમક્ષ એવો કોઇ પત્ર પ્રસ્તુત નથી કરવામાં આવ્યો. તેમણે કહ્યું કે, સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ પત્રોને ગામના સરપંચો દ્વારા તેમના સંબંધિત એસડીએમને સોંપવામાં આવ્યો છે. જો કે જ્યાં સુધી અમને માહિતી છે આવો એક પણ કેસ એસડીએમ પાસે નથી પહોંચ્યો. કોઇ પણ સરપંચ દ્વારા તંત્રના અધિકારીને કંઇ પણ નથી આપવામાં આવ્યું. તેમણે કહ્યું કે, મીડિયામાં જે ચાલી રહ્યું છે તેનું અમે સ્વયં સંજ્ઞાન લીધું છે અને મામલાની તપાસ કરી રહ્યા છીએ. એસડીએમે કહ્યું કે, તેમણે આ અંગે ફીલ્ડ અધિકારીઓને રિપોર્ટ માંગ્યો છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT