વિશ્વના ટોચના વકીલની સુપ્રીમ કોર્ટે ઝાટકણી કાઢી,SBI ને કહ્યું કાલ સુધીમાં electoral bond ની માહિતી આપો
Harish Salve News : દેશના દિગ્ગજ વકીલો પૈકીના એક હરીશ સાલ્વે આજે SBI ની તરફથી સુપ્રીમ કોર્ટમાં દલીલ કરી રહ્યા હતા. મામલો ચૂંટણી બોન્ડની માહિતી આપવા માટે થોડો સમય માંગવાનો હતો.
ADVERTISEMENT
સમાચાર હાઇલાઇટ્સ
સુપ્રીમ કોર્ટે કહ્યું માહિતી છે તો જાહેર કેમ નથી કરતા
સમગ્ર મામલાને ગુંચવશો નહી જેણે બોન્ડ ખરીદ્યા તેની માહિતી આપો
જેણે બોન્ડ બેન્કમાં જમા કરાવીને પૈસા ઉપાડ્યા તેની માહિતી આપો
Harish Salve News : દેશના દિગ્ગજ વકીલો પૈકીના એક હરીશ સાલ્વે આજે SBI ની તરફથી સુપ્રીમ કોર્ટમાં દલીલ કરી રહ્યા હતા. મામલો ચૂંટણી બોન્ડની માહિતી આપવા માટે થોડો સમય માંગવાનો હતો. ઇલેક્ટોરલ બોન્ડ પર એસબીઆઇની અરજી અંગે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે દેશની સૌતી મોટી બેંકની ઝાટકણી કાઢી હતી.
SBI મામલે વિશ્વના ટોચના વકીલ પણ પાછા પડ્યા
SBI તરફથી હાજર થઇ રહેલા દેશના નંબર વન વકીલ હરીશ સાલ્વે પર બેકફુટ પર જોવા મળ્યા હતા. 5 જજોની બેંચની આગેવાની કરી રહેલા ચીફ જસ્ટિસ ડી.વાઇ ચંદ્રચુડ સાલ્વેની દરેક દલીલને ફગાવી રહ્યા હતા. સાલ્વે જેવા દિગ્ગજ વકીલ પોતાના મુવક્કીલ SBI ને ચૂંટણી બોન્ડ અંગે ડિટેલ આપવા માટે સમય અપાવવામાં નિષ્ફળ રહ્યા હતા. એટલું જ નહી જજોના સવાલ-જવાબ દરમિયાન પણ તેઓ બેકફુટ પર જોવા મળી રહ્યા હતા. તેમની દલીલોને ચીફ જસ્ટિસ અંગે બેંચના અનેક જજ સતત ફગાવી રહ્યા હતા. અનેક વખત તો તેવું લાગ્યું કે, સાલ્વે જેવા વકીલની દલીલ જજોને પ્રભાવિત નહોતા કરી શકતા. સોશિયલ મીડિયા પર અનેક વીડિયોમાં સાલ્વે પોતાની દલિલોમાં ભોંઠા પડતા હોય તેવું લાગી રહ્યું છે.
5 જજોની બેંચ કરી રહી છે સુનાવણી
ચીફ જસ્ટિસ ડી.વાઇ ચંદ્રચુડ, જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ બી.આર ગવઇ, જસ્ટિસ જે.બી પારડીાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાએ સમગ્ર મામલે સુનાવણી કરી. સુપ્રીમ કોર્ટે એસબીઆઇને નિર્દેશ આપ્યો કે, તેઓ ઇલેક્ટોરલ બોન્ડના ખરીદદાર અને રાજનીતિક દળો અંગેની માહિતી ચૂંટણી પંચ સામે 12 માર્ચ સુધીમાં રજુ કરે. કોર્ટે ચૂંટણી પંચને કહ્યું કે, તેઓ 15 માર્ચ સુધી આ અંગે માહિતી પોતાની વેબસાઇટ પર અપલોડ કરો.
ADVERTISEMENT
સુપ્રીમ કોર્ટે આપ્યો આદેશ
સુપ્રીમ કોર્ટે સંવૈધાનિક બેંચે કહ્યું હતું કે, એસબીઆઇને ચૂંટણી બોન્ડની માહિતી આપવી પડશે. આ રિપોર્ટમાં જણાવવામાં આવે કે, કઇ તારીખે આ બોન્ડ કોણે ખરીદ્યા અને કેટલા ખરીદ્યા અને કઇ તારીખે કોણે કેશ કરાવ્યા અને તેમાં કેટલી રકમ હતી. રાજનીતિક પાર્ટી દ્વારા કેશ કરાવાયેલા એક એક બોન્ડનો અહેવાલ SBI દ્વારા આપવામાં આવે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, SBI દ્વારા માહિતી આપવામાં આવ્યા બાદ 13 માર્ચ સુધી ચૂંટણી પંચે આ અંગે માહિતી પોતાની વેબસાઇટ પર જાહેર કરવી પડશે.
સાલ્વેએ કરી આવી દલીલ
એસબીઆઇ તરફથી રજુ થયેલા સીનિયર એડ્વોકેટ હરીશ સાલ્વે રજુ થયા અને કહ્યું કે, એસબીઆઇએ ગુપ્તતા વર્તવા માટે એક-એક બોન્ડ અંગે મેચિંગનો ડેટા નથી રાખ્યો અને તે ડેટાને એકબીજા સાથે મેચ કરવા માટે 30 જુન સુધીનો સમય લાગશે. ડોનરની માહિતી અને જેણે તે બોન્ડને એનકેશ કરાવ્યા તે બંન્ને ડેટા મેચ કરવામાં સમય લાગી રહ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, અમારા આદેશ હેઠળ એસબીઆઇને તે ડેટા મેચ કરાવવાની જરૂર નથી. તમે સીધા જ માહિતી આપો.
ADVERTISEMENT
CJI એ સાલ્વેના તર્કને ફગાવ્યો
ચીફ જસ્ટિસે કહ્યું કે, એક એક ખરીદીની કેવાઇસી થઇ ચુકી છે અને બેંક પાસે રાજનીતિક પાર્ટીઓના પણ ખાતા છે અને કઇ પાર્ટીએ કેટલા બોન્ડ આપ્યા તેની માહિતી છે. કોર્ટે કહ્યું કે, અમે જે આદેસ આપ્યો તેમાં મેચિંગ કરવા માટે જણાવ્યું જ નથી. અમે તમને કહ્યું કે, ડોનર અને રાજનીતિક પાર્ટીઓની માહિતી આપો. તેવામાં જે આધારે સમય મંગાઇ રહ્યો છે તેવો અમે આદેશ જ નથી કર્યો. સુપ્રીમ કોર્ટમાં એસબીઆઇના વકીલ સાલ્વેએ તે વાતનો સ્વિકાર કર્યો કે, બેંક પાસે ખરીદીની માહિતી છે.
ADVERTISEMENT
ચંદ્રચુડે જણાવ્યું કે, 26 દિવસ સુધી શું કર્યું?
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસે કહ્યું કે, અમારો આદેશ 15 ફેબ્રુઆરીએ આવ્યો હતો. 11 માર્ચે સુનાવણી થઇ ત્યાં સુધીમાં 26 દિવસ ગયા. તમે મેચિંગ કરવા માટે 26 દિવસમાં શું કર્યું. તમે આ અંગે આવેદનમાં કેમ નથી ઉલ્લેખ કર્યો કે આટલા દિવસ તમે શું કર્યું? કોર્ટે કહ્યું કે, એસબીઆઇએ કહ્યું કે, તે ઇલેક્ટોરલ બોન્ડની ખરીદીની માહિતી અને ખરીદદારની માહિતી ધરાવે છે. ઉપરાંત રાજનીતિક પાર્ટીઓએ પણ કેટલા બોન્ડ જમા કરાવ્યા તેની માહિતી પણ છે. બસ તો આ માહિતી જાહેર કરી દો.
આવતી કાલે તમામ માહિતી આપવા આદેશ
કોર્ટે કહ્યું કે, જે માહિતી એસબીઆઇ પાસે માંગવામાં આવી તે તેની પાસે પહેલાથી જ છે તો આવતી કાલે 12 માર્ચે તમામ માહિતી રજુ કરો. 15 માર્ચે સાંજે પાંચ વાગ્યા સુધીમાં ઇલેક્ટોરલ બોન્ડ અંગે માહિતી પોતાની વેબસાઇટ પર પ્રકાશિત કરો. આ ઉપરાંત 6 વર્ષથી ચાલી રહેલી સ્કિમ અંતર્ગત બોન્ડ ખરીદનાર દરેક નામની માહિતી ચૂંટણી પંચને પણ પહોંચાડે.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, એસબીઆઇની તેની અર્જી ફગાવવામાં આવે છે. જેમાં તેણે 30 જુન સુધીનો સમય માંગ્યો હતો. એસબીઆઇને નિર્દેશ આપવામાં આવે છે કે, તેઓ 12 માર્ચ 2024 સુધીમાં સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર ઇલેક્ટોરલ બોન્ડની માહિતી ચૂંટણી પંચ સમક્ષ રજુ કરે.
ADVERTISEMENT