Pran Pratishtha બાદ ભગવાન રામના દર્શન કરવા પહોંચ્યા ‘હનુમાન’, અદ્ભુત દ્રશ્ય જોઈને સુરક્ષાકર્મીઓ પણ દંગ

ADVERTISEMENT

gujarattak
social share
google news

Ayodhya Ram Mandir: અયોધ્યા રામ મંદિરમાં રામલલા બિરાજમાન થઈ ગયા છે. રામ મંદિરના કપાટ ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા છે. રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ દર્શન કરવા માટે લાખો ભક્તોની લાઈનો લાગી છે. ભક્તોની ભીડને જોઈને વહીવટી તંત્ર પણ એલર્ટ છે. મંદિરમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ભક્તોમાં રામલલાના દર્શન કરવા માટે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ વચ્ચે રામ મંદિરમાં એક એવી ઘટના બની છે, જેને સૌને ચોંકાવી દીધા છે. વાસ્તવમાં ગઈકાલે રામ મંદિરના ગર્ભગૃહમાં એક વાનર પ્રવેશ્યો હતો. સુરક્ષાકર્મીઓએ જણાવ્યું કે, આ દ્રશ્ય જોયા બાદ એવો અહેસાસ થયો કે જાણે હનુમાનજી સ્વયં ભગવાન શ્રીરામના દર્શન કરવા માટે આવ્યા હોય.

હનુમાનજીએ રામલલાના કર્યા દર્શન

શ્રી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્રએ સોશિયલ મીડિયા પર આ ઘટનાની જાણકારી આપી છે. શ્રી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્રએ લખ્યું કે, “આજે સાંજે લગભગ 5:50 વાગ્યે એક વાનર દક્ષિણી દ્વારથી ગુઢ મંડપ દ્વારા ગર્ભગૃહમાં પ્રવેશ્યો અને ઉત્સવ મૂર્તિની નજીક પહોંચ્યો. જે બાદ સુરક્ષાકર્મીઓ સીધા વાનર તરફ એ વિચારીને દોડ્યા કે ક્યાંક આ વાનર ઉત્સવ મૂર્તિને જમીન પર પાડી ન દે. પરંતુ જ્યારે પોલીસકર્મીઓ વાનરની તરફ દોડ્યા, ત્યારે વાનર એકદમ શાંતિથી ઉત્તર દ્વાર તરફ આગળ વધ્યો. દ્વાર બંધ હોવાને કારણે પૂર્વ દિશાની તરફ થઈને દર્શનાર્થીઓની વચ્ચેથી એકદમ શાંતિથી કોઈને નુકસાન પહોંચાડ્યા વગર પૂર્વ દ્વારથી બહાર નીકળી ગયો. સુરક્ષાકર્મીઓનું કહેવું છે કે, સ્વયં હનુમાનજી રામલલાના દર્શન કરવા આવ્યા હોય એવું લાગ્યું.

ADVERTISEMENT

પ્રથમ દિવસે 5 લાખથી વધુ ભક્તોએ કર્યા દર્શન

અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં રામલલાની નવી મૂર્તિની પ્રાણ-પ્રતિષ્ઠાના એક દિવસ બાદ મંગળવારે સમાન્ય જનતા માટે મંદિરના કપાટ ખોલી દેવામાં આવ્યા. મંદિરમાં દર્શન માટે શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી પડી.પ્રાપ્ત માહિતી અનુસાર, પ્રથમ દિવસે પાંચ લાખથી વધુ ભક્તોએ ભગવાન શ્રી રામના દર્શન કર્યા.

    follow whatsapp

    ADVERTISEMENT