રક્ષક જ બન્યો ભક્ષકઃ રાજસ્થાનમાં સબ-ઈન્સ્પેક્ટરે વટાવી તમામ હદ, 4 વર્ષની બાળકી પર આચર્યું દુષ્કર્મ; ગ્રામજનોએ કરી ધોલાઈ
રાજસ્થાનમાંથી માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે. અહીં રાજસ્થાન પોલીસ વિભાગમાં ફરજ બજાવતા સબ-ઈન્સ્પેક્ટરે પહેલા ચાર વર્ષની બાળકીને લલચાવીને પોતાના રૂમમાં બોલાવી અને બાદમાં…
ADVERTISEMENT
રાજસ્થાનમાંથી માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે. અહીં રાજસ્થાન પોલીસ વિભાગમાં ફરજ બજાવતા સબ-ઈન્સ્પેક્ટરે પહેલા ચાર વર્ષની બાળકીને લલચાવીને પોતાના રૂમમાં બોલાવી અને બાદમાં તેની સાથે દુષ્કર્મ આચર્યું. આ ઘટના રાજસ્થાનના દૌસામાં બની છે.
4 વર્ષની બાળકી પર દુષ્કર્મ
આ ઘટના અંગે ASP બજરંગ સિંહે જણાવ્યું કે, આ દુષ્કર્મનો બનાવ લાલસોટ વિસ્તારમાં બન્યો છે. તપાસમાં સામે આવ્યું છે કે સબ-ઈન્સ્પેક્ટર ભૂપેન્દ્ર સિંહે પહેલા કોઈ વસ્તુની લાલચ આપીને 4 વર્ષની બાળકીને રૂમમાં બોલાવી અને બાદમાં તેના પર દુષ્કર્મ આચર્યું. આરોપીની ધરપકડ કરીને પૂછપરછ કરવામાં આવી રહી છે.
लालसोट में 7 साल की दलित बच्ची के साथ पुलिसकर्मी द्वारा दुष्कर्म की घटना से लोगों में भारी आक्रोश है। मासूम को न्याय दिलाने के लिए मौके पर पहुंच गया हूं। अशोक गहलोत सरकार के नाकारापन से निरंकुश हुई पुलिस चुनाव जैसे संवेदनशील मौके पर भी ज्यादती करने से बाज नहीं आ रही। pic.twitter.com/xnIB13eyWi
— Dr.Kirodi Lal Meena (@DrKirodilalBJP) November 10, 2023
ADVERTISEMENT
આરોપીની કરાઈ ધરપકડ
ASP બજરંગ સિંહે જણાવ્યું કે, બાળકીના પરિવારજનોની ફરિયાદના આધારે રાહુવાસ પોલીસ સ્ટેશનમાં સબ-ઈન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવા ભૂપેન્દ્ર સિંહ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. બાળકીને મેડિકલ ટેસ્ટ માટે મોકલવામાં આવી છે. પોલીસે હાલ આરોપીની ધરપકડ કરી છે.
સ્થાનિકોએ પોલીસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યો
આ વચ્ચે દૌસાના એસપી વંદિતા રાણાએ જણાવ્યું કે, બાળકીની અંદાજિત ઉંમર ચારથી પાંચ વર્ષની આસપાસ છે. આ ઘટના સામે આવ્યા બાદ મોટી સંખ્યામાં સ્થાનિકો રાહુવાસ પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા અને સ્ટેશનને ઘેરીને પોલીસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. આ બનાવ બાદ ગ્રામજનોએ પોલીસ સ્ટેશનની બહાર વિરોધ પણ નોંધાવ્યો. પ્રાપ્ત માહિતી અનુસાર વિરોધ કરી રહેલા ગ્રામજનોએ આરોપી સબ ઈન્સ્પેક્ટરને માર પણ માર્યો હતો.
ADVERTISEMENT
‘બાળકને મળવો જોઈએ ન્યાય’
ઘટનાસ્થળે પહોંચેલા ભાજપના સાંસદ કિરોડી લાલ મીણાએ કહ્યું કે લાલસોટમાં એક પોલીસ કર્મીએ 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યું છ. જેને લઈને સ્થાનિકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.માસૂમ બાળકીને ન્યાયની જરૂર છે.
ADVERTISEMENT
ADVERTISEMENT