હમાસના સમર્થકોએ ઓસ્ટ્રેલિયાને અશાંત કર્યું, ઓપેરા હાઉસની બહાર પોલીસ સાથે ઘર્ષણ

ADVERTISEMENT

Australia riots
Australia riots
social share
google news

સિડની : ઇઝરાયેલના ઝંડાના રંગોથી ઓપેરા હાઉસને જગમગાવાથી પેલેસ્ટાઇઓ ભડકેલા છે. કહેવામાં આવી રહ્યું છે કે, આશરે 2000 લોકો ઓપેરા હાઉસની બહાર એકત્ર થયા છે. ઇઝરાયેલી ઝંડાને આગ લગાવી દેવામાં આવ્યા. ફિલિસ્તીની સમર્થકને અટકાવવા માટે પોલીસે સિડની ઓપેરા હાઉસની આસપાસ સ્ટીની ઘેરાબંધી કરી.

ઇઝરાયેલ અને ફિલિસ્તીન વચ્ચે ચાલી રહ્યું છે ઘર્ષણ

ઇઝરાયેલ અને ફિલિસ્તીન વચ્ચે સાત ઓક્ટોબરથી શરૂ થયેલી ભંગ ભયાનક દોરમાં પહોંચી ચુકી છે. આ જંગ વચ્ચે ઓસ્ટ્રેલિયાના ઓપેરા હાઉસ ઇઝરાયેલના ઝંડાને લીલા અને સફેદ રંગથી ઝમગમી ઉઠ્યું. જો કે પેલેસ્ટાઇન સમર્થકોને આ ગમ્યું નથી. તેના વિરોધમાં મોટી સંખ્યામાં હમાસ સમર્થક એકત્ર થયા અને ઇઝરાયેલ ઝંડાઓને સળગાવવાના પ્રયાસ કર્યા હતા.

ઓપેરા હાઉસની બહાર ઇઝરાયેલી ઝંડા લગાવાયા હતા

ઓપેરા હાઉસને જગમગાતા જોઇને પેલેસ્ટાઇની નાગરિકો ભડકેલા છે. આશરે 2000 લોકો ઓપેરા હાઉસને બહાર એકત્ર થયા. ઇઝરાયેલના ઝંડાઓને આગ લગાવી દીધી. પેલેસ્ટાઇની સમર્થકોને અટકાવનારા પોલીસે ઓપેરા હાઉસની આસપાસ સ્ટીલની ઘેરાબંધી કરી. આ રેલીનું આયોજન પેલેસ્ટાઇન એક્શન ગ્રુપ સિડનીએ કર્યું, જેમાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા અને કેટલાક પ્રદર્શનકારીઓએ માસ્ક પહેરેલા હતા.

ADVERTISEMENT

અલ્લાહુ અકબરના નારા સાથે ઇઝરાયેલી ઝંડા સળગાવાયા

આ દરમિયાન પ્રદર્શનકારીઓએ ઇઝરાયેલ વિરોધી અને યહુદી વિરોધી નારેબાજી કરી રહ્યા હતા. ભીડમાંથી કેટલાક લોકો અલ્લાહુ અકબરના નારા લગાવી રહ્યા હતા. કેટલાક લોકોએ ઇઝરાયેલી ઝંડાએ પગતળે કચડવા લાગ્યા અને સળગાવવાનો પ્રયાસ કર્યો. તે પહેલા ઓસ્ટ્રેલિયા પોલીસે સીડનીના યહૂદી સમુદાયના લોકોને આ વિસ્તારથી દુર રહેવા માટે કહ્યું હતું.

1100 થી વધારે નાગરિકોના મોત થઇ ચુક્યા છે

અત્રે ઉલ્લેખનીય છે કે, ઇઝરાયેલ અને પેલેસ્ટાઇ અનેક આ જંગમાં અત્યાર સુધી ઇઝરાયેલના આશરે 1100 નાગરિકોના મોત થઇ ચુક્યા છે. ઇઝરાયેલ અને હમાસ આતંકવાદીઓ વચ્ચે હિંસક ઘર્ષણ જોવા મળી રહ્યું છે. આ યુદ્ધની શરૂઆતમાં હમાસે આતંકવાદીઓ કરી હતી, ત્યાર બાદ ઇઝરાયેલનો જબરજસ્ત વળતો પ્રહાર કર્યો. ઇઝરાયલે હમાસ આતંકવાદીઓને અનેક સ્થળોને તબાહ કરી દીધા છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT