ટેડી બિયરમાં સ્નાઈપર અને બોમ્બ સંતાડી હુમલો કરી રહ્યું છે હમાસ, ઈઝરાયલે દુનિયાને બતાવ્યો ચહેરો

ADVERTISEMENT

gujarattak
social share
google news

Isreal-Hamas War: ગાઝામાં ચાલી (War in Gaza) રહેલા ભીષણ યુદ્ધ વચ્ચે હમાસ (Hamas) અને ઈઝરાયેલ (Isreal) સતત એકબીજા પર આરોપો લગાવી રહ્યા છે. ઇઝરાયલ ડિફેન્સ ફોર્સે એ સાબિત કરવા માટે વીડિયો અને તસવીરો જાહેર કરવામાં વ્યસ્ત છે કે તેઓ માનવતાના હિતમાં યુદ્ધ કરી રહ્યા છે, જ્યારે હમાસના લડવૈયાઓ માનવતા માટે ખતરો છે. તેઓ સામાન્ય લોકોને ઢાલ તરીકે ઉપયોગ કરી રહ્યા છે અને તેમના પર હુમલો કરી રહ્યા છે. શાળાઓ, હોસ્પિટલો અને મસ્જિદોનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. IDF એ એક નવો વિડિયો બહાર પાડ્યો છે જે દર્શાવે છે કે કેવી રીતે હમાસ ટેડી બિયરમાં સ્નાઈપર્સ અને બોમ્બ છુપાવીને હુમલાઓ કરે છે. બીજી તરફ યુએનના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે ઈઝરાયેલના બોમ્બ ધડાકાની નિંદા કરી છે.

અત્યાર સુધીમાં 17 હજાર પેલેસ્ટિનિયરનના મોત

ઇઝરાયેલ અને હમાસ વચ્ચે છેલ્લા બે મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ લડાઈમાં અત્યાર સુધીમાં 17 હજાર પેલેસ્ટિનિયન માર્યા ગયા છે, જ્યારે 47 હજાર ઘાયલ થયા છે. મૃત્યુ પામેલાઓમાં 70 ટકાથી વધુ મહિલાઓ અને બાળકો હતા, જેના પર સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે ચિંતા વ્યક્ત કરી છે. સુરક્ષા પરિષદના સભ્યોને સંબોધતા ગુટેરેસે કહ્યું કે, ગાઝામાં જાહેર વ્યવસ્થા સંપૂર્ણપણે પડી ભાંગી છે. માનવતાવાદી સહાય સંપૂર્ણપણે અટકી જવાનો ભય પણ છે. ગાઝામાં અત્યાર સુધીમાં યુએનના 130 જવાનો માર્યા ગયા છે. યુએન સેક્રેટરી જનરલે કહ્યું, “ગાઝામાં યુએન સ્ટાફની સુરક્ષા માટે ખતરો અભૂતપૂર્વ છે. મારા 130 થી વધુ સાથીદારો પહેલાથી જ માર્યા ગયા છે, તેમાંથી ઘણા તેમના પરિવારો સાથે માર્યા ગયા છે. અમારી સંસ્થાના ઈતિહાસમાં આ સૌથી મોટી જાનહાનિ છે.

ADVERTISEMENT

US સેક્રેટરી જનરલે ચિંતા વ્યક્ત કરી

યુએન સેક્રેટરી જનરલે એ પણ જણાવ્યું કે ગાઝા પટ્ટી પર ઈઝરાયેલના હુમલામાં કેટલા લોકો માર્યા ગયા છે. તેમણે ઇજિપ્તમાં સામૂહિક સ્થળાંતરના જોખમ અંગે ચેતવણી આપી હતી અને કહ્યું હતું કે, ગાઝા યુદ્ધ આંતરરાષ્ટ્રીય સુરક્ષા અને શાંતિ માટે પણ ખતરો બની ગયું છે. નાગરિકો માટે કોઈ સુરક્ષા નથી. ઈઝરાયેલની સૈન્ય કાર્યવાહીની શરૂઆતથી અત્યાર સુધીમાં 17,000 થી વધુ પેલેસ્ટિનિયનો માર્યા ગયા હોવાનું કહેવાય છે. જેમાં 4000થી વધુ મહિલાઓ અને 7000 બાળકોનો સમાવેશ થાય છે. હજારો લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે અને ઘણા લાપતા છે. આ તમામ સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે જે ચિંતાજનક છે.

એન્ટોનિયો ગુટેરેસે એમ પણ કહ્યું હતું કે, હમાસના હુમલા માટે પેલેસ્ટિનિયનો પર સામૂહિક સજા લાદવાને યોગ્ય ઠેરવી શકાય નહીં. આ સાથે તેમણે કહ્યું કે લોકોને સુરક્ષા વિના અહીંથી ત્યાં જવા માટે કહેવામાં આવી રહ્યું છે, જ્યારે ગાઝામાં એવી કોઈ જગ્યા નથી જે સુરક્ષિત હોય. તાજેતરમાં, ગુટેરેસે ગાઝા પર ઇઝરાયલી બોમ્બ ધડાકાને લગતા સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટરની કલમ 99નો ઉપયોગ કર્યો હતો. અનુચ્છેદ 99ની તેમની વિનંતીને અભૂતપૂર્વ માનવામાં આવે છે, કારણ કે છેલ્લા કેટલાક દાયકાઓમાં યુએનના કોઈ પણ સેક્રેટરી જનરલે આ અધિકારનો ઉપયોગ કર્યો નથી. જો કે યુનિ.ના તમામ પ્રયાસો કોઈ કામના જણાતા નથી.

ADVERTISEMENT

ગાઝા દ્વારા રજૂ કરાયો યુદ્ધવિરામનો પ્રસ્તાવ

UAE દ્વારા ગાઝામાં તાત્કાલિક યુદ્ધવિરામ માટે સુરક્ષા પરિષદમાં પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. અમેરિકાએ આનો વીટો કર્યો. યુનાઇટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલનું અમેરિકા એકમાત્ર કાયમી સભ્ય હતું જેણે આ ઠરાવની વિરુદ્ધ મતદાન કર્યું હતું. મતદાન દરમિયાન બ્રિટન ગેરહાજર રહ્યું હતું. ફ્રાન્સે ગાઝામાં તાત્કાલિક યુદ્ધવિરામના પ્રસ્તાવની તરફેણમાં મતદાન કર્યું હતું. અમેરિકાએ આ પ્રક્રિયાને ‘ઉતાવળ’ ગણાવી હતી અને કહ્યું હતું કે ‘યોગ્ય સલાહ’ લેવામાં આવી નથી. અમેરિકા અનુસાર, આ ઠરાવમાં 7 ઓક્ટોબરે ઇઝરાયેલ પર હમાસના હુમલાની નિંદા કરવામાં આવી નથી. અમેરિકાએ કહ્યું કે, પ્રસ્તાવનો સૌથી અવાસ્તવિક ભાગ ‘બિનશરતી યુદ્ધવિરામ’ માટેની અપીલ છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT