અમેરિકામાં ભારતીયો માટે ખુશખબર, હવે આવા વીઝાધારકોના જીવનસાથી પણ કરી શકશે નોકરી

ADVERTISEMENT

gujarattak
social share
google news

વોશિંગ્ટન: અમેરિકામાં સોફ્ટવેર સેક્ટરમાં કામ કરતા વિદેશી કામદારોને મોટી રાહત આપતા એક કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે કે H-1B વિઝા ધારકોના જીવનસાથી યુએસમાં કામ કરી શકે છે. યુ.એસ ડિસ્ટ્રિક્ટ જજ તાન્યા ચટકને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાના કાર્યકાળના નિયમોને રદ કરવા માટે ‘સેવ જોબ્સ USA’ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી હતી.

દિગ્ગજ કંપનીઓએ કર્યો હતો વિરોધ
આ નિયમ હેઠળ, H-1B વિઝા ધારકોની અમુક શ્રેણીના જીવનસાથીઓને રોજગાર અધિકૃતતા કાર્ડ જારી કરવામાં આવે છે. એમેઝોન, એપલ, ગૂગલ અને માઇક્રોસોફ્ટ જેવી ટેક્નોલોજી કંપનીઓએ આ કેસનો વિરોધ કર્યો હતો. આ નિયમન હેઠળ, યુએસએ અત્યાર સુધીમાં લગભગ 100,000 H-1B કામદારોના જીવનસાથીઓને કામના અધિકારો આપ્યા છે, જેમાંથી મોટી સંખ્યામાં ભારતીયો છે.

ન્યાયાધીશ તાન્યા ચટકને તેમના આદેશમાં કહ્યું કે, ‘સેવ જોબ્સ યુએસએ’ની પ્રથમ દલીલ એ છે કે કોંગ્રેસે ક્યારેય પણ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીને એચ-4 વિઝા ધારકો જેવા વિદેશી નાગરિકોને યુએસમાં કામ કરવાની મંજૂરી આપી નથી. ન્યાયાધીશે નોંધ્યું હતું કે કોંગ્રેસે સ્પષ્ટપણે અને ઇરાદાપૂર્વક યુએસ સરકારને અધિકાર આપ્યો છે કે તે યુ.એસ.માં H-4 જીવનસાથીના રહેવાના અનુમતિપાત્ર શરત તરીકે રોજગારને અધિકૃત કરે.

ADVERTISEMENT

ભારતીયોએ નિર્ણયનું સ્વાગત કર્યું
ભારતીય-અમેરિકન સમુદાયના અગ્રણી નેતા અને કમિશનના સભ્ય અજય જૈન ભુટોરિયાએ જજના નિર્ણયને આવકાર્યો છે. અમેરિકન કંપનીઓ H-1B વિઝા દ્વારા ખાસ કરીને ટેક્નોલોજી સેક્ટરમાં વિદેશી કામદારોને રોજગારી આપે છે. માનવામાં આવી રહ્યું છે કે આ નિર્ણયથી મોટી સંખ્યામાં લોકોને ફાયદો થઈ શકે છે.

 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT