VIDEO: Gyanvapi માં સ્થાપિત કરાયો રામ નામનો પથ્થર, 31 વર્ષ બાદ આરતીના નાદથી ગૂંજી ઉઠ્યું વ્યાસ ભોંયરું
વ્યાસ ભોંયરામાં પરંપરાગત પદ્ધતિથી પૂજા પણ કરવામાં આવી ભગવાન શિવ સહિત આઠ દેવતાઓની પૂજાનો વીડિયો આવ્યો સામે Gyanvapi કેસમાં હિન્દુ પક્ષના હકમાં મોટો નિર્ણય Gyanvapi…
ADVERTISEMENT
- વ્યાસ ભોંયરામાં પરંપરાગત પદ્ધતિથી પૂજા પણ કરવામાં આવી
- ભગવાન શિવ સહિત આઠ દેવતાઓની પૂજાનો વીડિયો આવ્યો સામે
- Gyanvapi કેસમાં હિન્દુ પક્ષના હકમાં મોટો નિર્ણય
Gyanvapi Case: અયોધ્યા બાદ હવે કાશીનો સાંસ્કૃતિક વિકાસ શરૂ થયો છે. ગઇકાલની રાત્રિ આ વાતની સાક્ષી બની હતી, જ્યારે જ્ઞાનવાપીના વજુખાનાની અંદર આવેલા વ્યાસ ભોંયરામાં પરંપરાગત પદ્ધતિથી માત્ર મૂર્તિઓની સ્થાપના જ નહીં પરંતુ તેમની ષોડશોપચાર પૂજા પણ કરવામાં આવી હતી. તાજેતરના ASI સર્વેમાં એ વાત સ્પષ્ટ થઈ ગઈ હતી કે જ્ઞાનવાપીની મસ્જિદ એક જૂના ભવ્ય હિન્દુ મંદિરની રચના પર બનાવવામાં આવી હતી, જેમાં દિવાલો અને થાંભલાઓ પર હિન્દુ મંદિર સંસ્કૃતિના ઘણા ચિહ્નો અંકિત જોવા મળ્યા હતા.
વારાણસી ડિસ્ટ્રિક્ટ કોર્ટે પૂજા માટે પરવાનગી આપી હતી
વારાણસીની જિલ્લા અદાલતે વ્યાસ ખાનામાં પૂજાની પરવાનગી આપી હતી, ત્યારબાદ બુધવારે આઠ દેવતાઓની મૂર્તિઓ મૂકીને પૂજા કરવામાં આવી હતી. હિન્દુ પક્ષના વકીલે ગુરુવારે આ સંદર્ભમાં કહ્યું કે, આ અમારા મુખ્ય લક્ષ્ય તરફ એક પગલું છે. હું પ્રશાસનનો આભાર માનું છું જેણે આદેશનું પાલન કર્યું.
ક્યાં દેવતાઓનું પૂજન થયું?
વ્યાસજીનાં ભોંયરામાં વિષ્ણુ ભગવાનની એક પ્રતિમા, ગણેશ ભગવાનની એક પ્રતિમા, હનુમાનજીની 2 પ્રતિમા, જોશીમઠની 2 પ્રતિમા, એક રામ લખેલ પત્થર, એક મકર અખંડ જ્યોતિ રાખવામાં આવી.
ADVERTISEMENT
#WATCH | A priest offers prayers at 'Vyas Ji ka Tehkhana' inside Gyanvapi mosque in Varanasi, after District court order.
Visuals confirmed by Vishnu Shankar Jain, the lawyer for the Hindu side in the Gyanvapi case pic.twitter.com/mUB6TMGpET
— ANI (@ANI) February 1, 2024
જાણો આરતીનો સમયગાળો
- મંગળા આરતી – 3:30 am
- ભોગ આરતી – બપોરે 12 વાગે
- બપોરે આરતી – 4 વાગે
- સાંજની આરતી – સાંજે 7 વાગે
- શયન આરતી- રાત્રે 10:30 કલાકે
પૂજા વિધિનો વીડિયો આવ્યો સામે
હિન્દુઓને જ્ઞાનવાપીના વ્યાસ ભોંયરામાં પૂજા કરવાનો અધિકાર મળ્યો છે. વારાણસીની ડિસ્ટ્રિક્ટ કોર્ટે પ્રશાસનને 7 દિવસમાં પૂજાની તમામ વ્યવસ્થા પૂર્ણ કરવાનો આદેશ આપ્યો હતો. કોર્ટના આદેશ બાદ જ પ્રશાસને રાત્રે લગભગ 12.30 વાગ્યા સુધી ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવ્યો હતો અને વ્યાસજીનું ભોંયરું ખોલ્યું હતું અને લગભગ 2 વાગ્યા સુધીમાં પૂજા શરૂ કરી હતી. એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં ભગવાન શિવ સહિત આઠ દેવતાઓની પૂજા જોવા મળી રહી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT