ગુરમીત રામ રહીમને મળ્યા વધુ 30 દિવસના પેરોલ, ઉઠયા અનેક સવાલો

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી: હત્યા અને બળાત્કારના દોષિત ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીત રામ રહીમને ફરી એકવાર વધુ 30 દિવસની પેરોલ મળી છે અને તે સુનારિયા જેલમાંથી બહાર આવી ગયો છે. જો કે આ વખતે તેને ડેરા હેડક્વાર્ટરમાં જવા દેવામાં આવશે નહીં. આ પહેલીવાર નથી જ્યારે રામ રહીમને આ પ્રકારની પેરોલ મળી હોય, આ પહેલા પણ રામ રહીમને છ વખત પેરોલ આપવામાં આવી ચુક્યો છે અને સતત પેરોલ મળવા પર સરકાર પર સવાલો ઉઠી રહ્યા છે.

પેરોલ આપવો એ રાજ્યનો અધિકાર છે અને તે જેલમાં રહેલા કેદીના સારા વર્તન હેઠળ આપવામાં આવે છે. 2017માં સજા સંભળાવવામાં આવ્યા બાદથી ગુરમીત રામ રહીમ અત્યાર સુધીમાં કુલ 6 વખત જેલમાંથી બહાર આવ્યો છે. રામ રહીમ, જે તેની બે મહિલા શિષ્યો પર બળાત્કાર અને હત્યાના આરોપમાં 20 વર્ષની આજીવન કેદની સજા ભોગવી રહ્યો હત., તેને આ વર્ષે પણ 21 જાન્યુઆરીએ 40 દિવસની પેરોલ મળી હતી અને ત્યારબાદ તે પેરોલના સમયગાળા દરમિયાન ઉત્તર પ્રદેશના બરનાવા આશ્રમમાં રહ્યો હતો.

ઉઠયા સવાલો
ગુરમીત રામ રહીમને આપવામાં આવેલી પેરોલનો અકાલ તખ્તના જથેદારે જોરદાર વિરોધ કર્યો છે. અકાલ તખ્તના જથેદાર જ્ઞાની રઘુબીર સિંહે વાંધો ઉઠાવતા કહ્યું કે એક તરફ બંદી સિંહ જેલમાં બંધ છે અને બીજી તરફ ગુરમીત રામ રહીમને વારંવાર પેરોલ આપવામાં આવી રહી છે. તેના કારણે ખાલસા પંથના મનમાં ગુસ્સો છે. રામ રહીમને છેલ્લી વખત જે પેરોલ મળી હતી તે સતનામ શાહની જન્મજયંતિની ઉજવણી માટે હતી. આ અંગે પ્રશ્નો પણ ઉઠાવવામાં આવ્યા હતા. પંજાબ-હરિયાણા હાઈકોર્ટમાં તેની વિરુદ્ધ અરજી પણ દાખલ કરવામાં આવી હતી. રાજ્ય સરકારે બીજી વખત હાઈકોર્ટમાં સોગંદનામું આપ્યું કે રામ રહીમ સખત અપરાધી નથી. ખટ્ટર સરકારે ઓક્ટોબરમાં પણ રામ રહીમને 40 દિવસ માટે પેરોલ આપ્યો હતો. જે 25 નવેમ્બરે જ સમાપ્ત થયો હતો.

ADVERTISEMENT

રામ રહીમને કેટલી વાર પેરોલ મળ્યો?
24 ઓક્ટોબર, 2020 ના રોજ પ્રથમ પેરોલ : બળાત્કારના દોષિત ડેરા ચીફ ગુરમીત રામ રહીમને 24 કલાકની ગુપ્ત પેરોલ પર જેલની બહાર લઈ જવામાં આવ્યો. રામ રહીમને મળેલી પેરોલ એટલી ગુપ્ત હતી કે હરિયાણામાં માત્ર 4 લોકોને જ તેની ખબર હતી.સુનારિયા જેલમાં બંધ રામ રહીમને હરિયાણા પોલીસની ત્રણ કંપનીના રક્ષણ હેઠળ ગુરૂગ્રામ જેલમાંથી ગુપ્ત રીતે બહાર લાવવામાં આવ્યો હતો.

21 મે 2021ના રોજ બીજી વખત પેરોલ મળ્યા: આ વખતે રામ રહીમને 48 કલાક માટે કસ્ટોડિયલ પેરોલ મળ્યો. ગુરમીતને સવારે 6.15 વાગ્યે સુનારિયા જેલમાંથી પેરોલ પર બહાર કાઢવામાં આવ્યો હતો અને રામ રહીમ તેની બીમાર માતાને મળવા ગુરુગ્રામ ગયો હતો. ત્યારબાદ તે માનેસરના એક ફાર્મ હાઉસમાં રોકાયો હતો.

ADVERTISEMENT

7 ફેબ્રુઆરી, 2022ના રોજ ત્રીજી વખત પેરોલ મળ્યા: રામ રહીમને 21 દિવસ માટે પેરોલ આપવામાં આવ્યા હતા. ડેરા સચ્ચા સૌદાના વડાની મુક્તિ પછી, ગુરુગ્રામ આશ્રમમાં તેમના આગમન પર અનુયાયીઓ દ્વારા ફૂલોની વર્ષા કરીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સુનારિયા જેલમાંથી બહાર આવ્યા બાદ ગુરમીત રામ રહીમ પોતાના પરિવારના સભ્યો સાથે ગુરુગ્રામ આશ્રમ ગયો હતો.

ADVERTISEMENT

જૂન 2022માં ચોથી વખત પેરોલ: હરિયાણા સરકાર ફરી એકવાર ડેરા સચ્ચા સૌદાના રામ રહીમ પર મહેરબાન થઈ અને તેને એક મહિના માટે પેરોલ આપવામાં આવ્યો.જેલમાંથી બહાર આવ્યા બાદ રામ રહીમ બાગપત સ્થિત તેના આશ્રમમાં ગયો.

ઓક્ટોબર 2022 પાંચમી વખત પેરોલ મળ્યા: ડેરા ચીફ રામ રહીમને ઓક્ટોબર 2022માં 40 દિવસ માટે પેરોલ આપવામાં આવ્યા હતા. પેરોલમાંથી બહાર આવ્યા બાદ રામ રહીમ બાગપતના બરનવા આશ્રમ પહોંચી ગયો હતો.

21મી જાન્યુઆરી 2023 છઠ્ઠી વખત પેરોલ: રામ રહીમને ત્યારબાદ હરિયાણા સરકાર દ્વારા 40 દિવસ માટે પેરોલ આપવામાં આવ્યા હતા. આ પેરોલ ડેરા ચીફ શાહ સતનામની જન્મજયંતિમાં હાજરી આપવા માટે આપવામાં આવી હતી. આ પહેલા રાજ્ય સરકારે હાઈકોર્ટમાં એફિડેવિટ આપી હતી કે રામ રહીમ હાર્ડ ક્રિમિનલ નથી.

અને 20 જુલાઈ 2023ના રોજ 7મી વખત ડેરા ચીફને પેરોલ આપવામાં આવ્યો છે. જે 30 દિવસનો છે. જેલ પ્રશાસને રામ રહીમને સિરસા ડેરામાં જવાની મંજૂરી આપી ન હતી અને તે પછી તે યુપીના બાગપત સ્થિત બરનવા આશ્રમમાં રોકાશે. રામ રહીમને સતત મળી રહેલી પેરોલનો પણ ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે. આ પહેલા પેરોલ દરમિયાન રામ રહીમે પોતાનો મ્યુઝિક વીડિયો રિલીઝ કર્યો હતો.

પેરોલ શું છે?
પેરોલની સજા પૂરી થાય તે પહેલા દોષિતને થોડા દિવસો માટે જેલમાંથી મુક્ત કરવામાં આવે છે. જેના માટે સારો વ્યવહાર હોવો પણ એક શરત છે. આ માટે કેદીએ જેલમાંથી બહાર નીકળવા માટે જરૂરી કારણ જણાવવાનું હોય છે અને સંબંધિત રાજ્યની સરકાર તેને પેરોલ આપવાનો અંતિમ નિર્ણય લે છે.

    follow whatsapp

    ADVERTISEMENT