મારી છબી ખરડવા અબજો ખર્ચ્યા, 1 મહિનામાં મેં તમને સત્ય બતાવી દીધુંઃ રાહુલ ગાંધી

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હીઃ ભારત જોડો યાત્રા સાથે આજે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી લાલ કિલ્લા પર પહોંચ્યા હતા. અહીં તેમણે પહેલી વખત ભાષણ કર્યું હતું. તેમણે ભાજપ પર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર શબ્દ બાણ ચલાવ્યા હતા. તેમણે આ ઉપરાંત એવું પણ કહ્યું કે ભાજપ અને પ્રધાનમંત્રીએ મારી છબી ખરડવા હજારો કરોડ ખર્ચ કર્યો પરંતુ હું ચુપ રહ્યો, મેં કહ્યું જોઉં તો ખરો કેટલું દમ છે. આખરે 1 મહિનામાં મેં તમને સત્ય બતાવી દીધું. તમારા નફરતના બજારમાં અમે પ્રેમની દૂકાન ખોલીશું. તમે તો લાખો દૂકાનો ખોલી દીધી છે. તમારો દીલથી ધન્યવાદ.

રાહુલ ગાંધીએ પોતાની છબી ખરડવાની વાતને કેવી રીતે કહી
રાહુલ ગાંધીએ કહ્યું કે, જ્યારે હું રાજનીતિમાં આવ્યો ત્યારે અમારી સરકાર હતી. પ્રેસ વાળા 24 કલાક મારી પ્રસંશા કરતા હતા. પછી હું ભટ્ટા પરસોલ ગયો અને ખેડૂતોના જમીનના પ્રશ્નને ઉઠાવ્યો, તુરંત તેઓ મારી પાછળ લાગી ગયા. પછી જમીન અધિકરણ બીલ લાવ્યા તે પછી તો 24 કલાક મારી પાછળ પડી ગયા. પ્રધાનમંત્રીએ, ભાજપે, હજારો કરોડ રૂપિયા લગાવી દીધા મારી છબીને બગાડવામાં, અને તમે જોયું હશે કે મેં એક શબ્દ નથી કહ્યો, હું બિલકુલ ચુપ, તેમણે બધે જ ફેલાવ્યું, વ્હોટ્સેપ પર, ફેસબુકમાં બધા જ દેશમાં ફેલાવી દીધું. પણ હું બિલકુલ ચુપ રહ્યો. 24 કલાક ચલાવ્યું હું કાંઈ ન બોલ્યો, મેં કહ્યું કે ચાલો જોઉં તો ખરો કેટલું દમ છે. પછી એક મહિનામાં મેં તમને સત્ય બતાવી દીધું અને હવે બધું જ ખતમ, જુઓ સત્ય કેવી રીતે કામ કરે છે. સત્યને ક્યારેય છૂપાવી શકાતું નથી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT