Gujarat ની ખ્યાતનામ ડેરીનું દૂધ ખાવા લાયક નહી, સેમ્પલ બીજી વખત ફેલ
ભાવનગર : જિલ્લાની માહી ડેરીમાંથી દૂધના સેમ્પલ લેવાયા હતા. જે દૂધના સેમ્પલ ફેલ થતા હડકંપ મચી ગયો છે. ત્યારે ડેરીએ ફૂડ વિભાગના ચુકાદને કોર્ટમાં પડકાર્યો…
ADVERTISEMENT
ભાવનગર : જિલ્લાની માહી ડેરીમાંથી દૂધના સેમ્પલ લેવાયા હતા. જે દૂધના સેમ્પલ ફેલ થતા હડકંપ મચી ગયો છે. ત્યારે ડેરીએ ફૂડ વિભાગના ચુકાદને કોર્ટમાં પડકાર્યો હતો. સમગ્ર ભાવનગરમાં લોકોને દુધ પુરૂ પાડતી માહી ડેરીના દુધના સેમ્પલ ફેલ થયા છે. હાલ તો આ સમગ્ર મામલો અને આટલી મોટી ડેરીના નમુનામાં ભેળસેળ સામે આવતા હડકંપ મચી ગયો છે.
ભાવનગરની માહી ડેરીમાંથી સેમ્પલ લેવાયા હતા
ભાવનગરની માહી ડેરીમાંથી સિનિયર ફુડ અધિકારી દ્વારા લેવામાં આવેલા દૂધના નમુનાને રાજ્ય સરકારની લેબમાં ચેક કરવામાં આવતા સબ સ્ટાન્ડર્ડ જાહેર કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ મૈસુર ખાતે દુધના સેમ્પલનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો. મૈસુરથી પણ સેમ્પલનો રિપોર્ટ ફેલ થયો હતો. રિપોર્ટમાં લોકોના સ્વાસ્થયને નુકસાન કરે તેવા આલ્ફા ટોક્સિનની માત્રા નિયત કરતા વધારે પ્રમાણમાં હોવાનું રિપોર્ટમાં સામે આવ્યું છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના ચુકાદાને ડેરીએ પડકાર્યો હતો.
લેબના સેમ્પલ ફેલ થતા ડેરી કોર્ટમાં ગઇ હતી
રાજ્યની સરકારી લેબ અને કેન્દ્રની સરકારી લેબમાં માહી દૂધના સેમ્પલ ફેલ થયા બાદ ફુડ વિભાગ દ્વારા માહી ડેરી સામે ફોજદારી ગુનો દાખલ કરવા માટેની કાર્યવાહી હાથ ધરાઇ હતી. માહી ડેરી વિરુદ્ધ ચીફ જ્યૂડીશલ કોર્ટમાં કેસ દાખલ કર્યો છે ડેરી વિરુદ્ધનો ફોજદારી ગુનો હોવાથી હાલ સમગ્ર કેસ કોર્ટમાં છે.
ADVERTISEMENT
1500 કરોડ રૂપિયાનું ટર્ન ઓવર ધરાવે છે ડેરી
ભાવનગરની માહી ડેરીના વાર્ષિક ટર્ન ઓવરની વાત કરીએ તો 1500 કરોડ રૂપિયાથી વધારેના ટર્ન ઓવર છે. માહી સૌરાષ્ટ્ર, કચ્છ સુધી હવે સિમિત રહી નથી. માહી ડેરી હવે અમદાવાદ, વડોદરા અને સુરત જવા મોટા શહેરોમાં આ ઉપરાંત દિલ્હીમાં પણ આ ડેરીખુબ જ મોટું નેટવર્ક ધરાવે છે. આ ઉપરાંત આ ડેરી ઉત્તરગુજરાતમાં પણ પોતાનું નેટવર્ક વધારવા માટેના પ્રયાસો કરી રહી છે.
મૈસુર ખાતે દૂધના સેમ્પલ પણ ફેલ થયા હતા
મૈસુર ખાતે પણ દૂધના સેમ્પલનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો. મૈસુરથી પણ સેમ્પલનો રિપોર્ટ ફેલ થયો હતો. રિપોર્ટમાં લોકોના સ્વાસ્થયને નુકસાન કરે તેવા આલ્ફા ટોક્સિનની માત્રા નિયત કરતા મોટા પ્રમાણમાં રિપોર્ટમાં સામે આવ્યું હતું. ત્યાર બાદ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના ચુકાદાને ડેરીએ પડકાર્યો હતો
ADVERTISEMENT
ADVERTISEMENT