Gujarati Garba: ગુજરાતીઓની છાતી ગજગજ ફૂલે તેવા સમાચાર, UNESCO એ ગરબાને આપ્યું સર્વોચ્ચ બહુમાન

ADVERTISEMENT

Garba in UNESCO
Garba in UNESCO
social share
google news

અમદાવાદ : ગુજરાતના ગરબાને UNESCO દ્વારા અમૂર્ત સાંસ્કૃતિક વારસા તરીકે પસંદગી કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું કે, સમગ્ર વિશ્વમાં વસતા ગુજરાતીઓ માટે આ ગર્વની ક્ષણ છે. આ અંગે માહિતી આપતા જી.કિશન રેડ્ડીએ જણાવ્યું કે, ગુજરાતના ગરબાને યુનેસ્કોની માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસાની (ICH) યાદીમાં સ્થાન મળ્યું છે. ભારતમાંથી આ 15 મું ICH તત્વ છે જેને આ પ્રતિષ્ઠિત માન્યતા આપવામાં આવી છે. તેમણે લખ્યું કે, આ યાદીમાં ગરબાનું સામેલ થવું PM નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની આ સરકારના પ્રયાસોનું પરિણામ છે.

માઁ આદ્યશક્તિની ભાવભરી ભક્તિના પ્રતીક સમા ગરબાની સદીઓ પુરાણી પરંપરા આજના સાંપ્રત સમયમાં પણ જીવંત રહી છે અને પૂરા તેજ સાથે ખીલી છે. ગુજરાતની ઓળખ સમા ગરબાની @UNESCO દ્વારા 'અમૂર્ત સાંસ્કૃતિક વારસા' તરીકે પસંદગી કરવામાં આવી છે.

વિશ્વભરમાં વસેલા ગુજરાતીઓ માટે આ ગૌરવની ક્ષણ છે.… pic.twitter.com/ZqTh0xbgPl

— Bhupendra Patel (@Bhupendrapbjp) December 6, 2023

ગુજરાતના ગરબાનો ગૌરવપુર્ણ ઇતિહાસ

ગુજરાતના ગૌરવપુર્ણ ગરબા સમગ્ર વિશ્વના પારંપારિક ઇતિહાસને વિશ્વફલક પર ઉજાગર કરશે. જી કિશન રેડ્ડીએ કહ્યું કે, ઉજવણી, ભક્તિ, લિંગ સમાવિષ્ઠતા અને સામાજિક સમરસતાનું પ્રતીક એવા ગરબા ભૌગોલીક સીમાઓ ઓળંગી ચુક્યા છે. ભારત માટે આ ગર્વની ક્ષણ છે. સમગ્ર દેશ અને ગુજરાતીઓ માટે આ ખાસ ગર્વની ક્ષણ છે.

ADVERTISEMENT

🔴 BREAKING

New inscription on the #IntangibleHeritage List: Garba of Gujarat, #India 🇮🇳.

Congratulations!https://t.co/c2HMPpStCA #LivingHeritage pic.twitter.com/YcupgYLFjg

— UNESCO 🏛️ #Education #Sciences #Culture 🇺🇳 (@UNESCO) December 6, 2023

PM થી માંડીને CM તમામ લોકોએ આનંદ વ્યક્ત કર્યો

આ અંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલેટ્વીટ કરીને લખ્યું કે, માં આદ્યશક્તિની ભાવભરી ભક્તિના પ્રતીક સમા ગરબાની સદીઓ જુની પરંપરા આજના સાંપ્રત સમયમાં જીવંત રહી છે. તે પોતાના સંપુર્ણ તેજ સાથે ખીલી છે. ગુજરાતની ઓળખ સમા ગરબાને Unesco દ્વારા અમૂર્ત સાંસ્કૃતિક વારસા તરીકે પસંદગી કરવામાં આવી છે. સમગ્ર વિશ્વમાં વસેલા ગુજરાતીઓ માટે આ ગર્વની ક્ષણ છે.પીએમ મોદીના નેતૃત્વમાં દેશની વિરાસતને મળેલા મહત્વ અને તેને વિશ્વ સમક્ષ ઉજાગર કરવાના પ્રયાસોનું આ સુખદ પરિણામ છે. ગુજરાતીઓને ખુબ ખુબ અભિનંદન.

ADVERTISEMENT

ADVERTISEMENT

ગુજરાતની ઓળખ, ગૌરવ અને પ્રાચીન ધરોહર સમી સાંસ્કૃતિક-ધાર્મિક પરંપરાનું પ્રતીક એવા ગરબાને @UNESCO દ્વારા 'અમૂર્ત સાંસ્કૃતિક વારસા' તરીકે ઓળખ આપવામાં આવી છે, જે પ્રત્યેક ગુજરાતી અને ગરબાપ્રેમી માટે ગૌરવની બાબત છે.

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ભારતના સાંસ્કૃતિક-ઐતિહાસિક… https://t.co/uFCEDer3ZX

— CMO Gujarat (@CMOGuj) December 6, 2023

    follow whatsapp

    ADVERTISEMENT