‘બહાર નીકળતા જ આતંકીઓ શૂટ કરી દે છે’, ઈઝરાયલમાં ફસાયેલી ગુજરાતી મહિલાએ વર્ણવી ત્યાં સ્થિતિ

ADVERTISEMENT

gujarattak
social share
google news

Isreal Gaza Attack: પેલેસ્ટિનિયન ઉગ્રવાદી સંગઠન હમાસે શનિવારે (7 ઓક્ટોબર 2023) ના રોજ ઇઝરાયેલ પર હુમલો કર્યો, જેમાં ઈઝરાયલમાં ભારે નુકસાન થયું. ત્યારબાદ વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ હમાસ સામે યુદ્ધની જાહેરાત કરી. હાલમાં હમાસના લડવૈયાઓ અને ઈઝરાયેલી સેના વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. આ હુમલામાં બંને પક્ષના લગભગ 970 લોકો માર્યા ગયા છે. બંને પક્ષો દ્વારા એકબીજા સામે રોકેટ છોડવામાં આવી રહ્યા છે. આ વચ્ચે ઈઝરાયલમાં હજારો ગુજરાતીઓ પણ ફસાઈ ગયા છે. રાજકોટની એક મહિલાએ ત્યાં યુદ્ધની સ્થિતિ વચ્ચેથી વીડિયો બનાવીને શું ચાલી રહ્યું છે તે બતાવ્યું હતું.

‘આતંકીઓ લોકોને જોતા જ ગોળી મારે છે’

રાજકોટના સોનલબેન ગેડિયાએ ઈઝરાયલમાંથી વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં વાઈરલ કર્યો છે. તે કહે છે કે, ત્રાસવાદી સંગઠન રોડ પર કોઈપણ દેશના નાગરિકો પર હુમલો કરે છે. તમે બહાર નીકળ્યા તો ગયા. બાટીયમ સિટીમાં રાત્રે બ્લાસ્ટ થયા હતા પરંતુ અત્યારે શાંતિ છે. હાલમાં બધા નાગરિકો સુરક્ષિત જગ્યાએ છે. ગાઝા તરફથી ધડાકાના અવાજ આવી રહ્યા છે. ઈઝરાયલ સરકારે મુખ્ય રસ્તા અને બજારમાં જવા પર મનાઈ કરી છે.

ADVERTISEMENT

શનિવારે હમાસે 5000 રોકેટ છોડ્યા હતા

નોંધનીય છે કે, શનિવારે વહેલી સવારે હમાસ દ્વારા ઈઝરાયલ પર લગભગ 30 મિનિટ સુધી બોમ્બ મારો ચલાવાયો હતો. ઇઝરાયેલના બચાવ જૂથ ‘મેગેન ડેવિડ એડોમ’એ જણાવ્યું છે કે દક્ષિણ ઇઝરાયેલમાં એક ઇમારત પર રોકેટ પડતાં 70 વર્ષની એક મહિલા ગંભીર રીતે ઘાયલ થઇ છે. આ સિવાય એક 20 વર્ષીય યુવકને પણ થોડી ઈજા થઈ છે.પેલેસ્ટાઈન આતંકવાદીઓ દ્વારા ઈઝરાયેલ પર એવા સમયે રોકેટ છોડવામાં આવ્યું છે જ્યારે તાજેતરમાં ગાઝા અને ઈઝરાયેલ વચ્ચે અસ્થિર સરહદ પર અઠવાડિયાથી તણાવનું વાતાવરણ હતું.

પેલેસ્ટિનિયન આતંકવાદી સંગઠન હમાસના નેતા મોહમ્મદ ડેફે એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે, હમાસે ઈઝરાયલ વિરુદ્ધ નવું સૈન્ય અભિયાન શરૂ કર્યું છે. આ ઓપરેશનને ‘ઓપરેશન અલ-અક્સા સ્ટોર્મ’ નામ આપવામાં આવ્યું છે. ડેફ અનુસાર, આ ઓપરેશન શરૂ કરવા માટે, હમાસે શનિવારે વહેલી સવારે ઇઝરાયેલ પર 5,000 રોકેટ છોડ્યા છે. ડેફે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, અમે નક્કી કર્યું છે કે હવે બહુ થયું. અમે તમામ પેલેસ્ટાઈનીઓને ઈઝરાયેલનો મુકાબલો કરવા વિનંતી કરીએ છીએ.” ઈઝરાયેલે મોહમ્મદ ડેફને ઘણી વખત મારવાનો પ્રયાસ કર્યો છે પરંતુ તે દરેક વખતે બચી જાય છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT