ગુજરાત તમામ ક્ષેત્રે અગ્રેસર છે : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત તક વેબનું લોન્ચિંગ કરતી વખતે જણાવ્યું કે, વિકાસ માટે આગળ વધવું હશે તો માનનીય નરેન્દ્ર મોદીજીએ કિધું એમ સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ, આ બધી વસ્તુ સાથે મળે. આ સાથે મળવાના કારણે આપણે ગુજરાતને દેશનું ગ્રોથ એન્જિન બનાવી શક્યા છીએ.

ગુજરાતમાં કોવિડ જેવી મહામારી આવીને ગયા પછી પણ નીતિ આયોગ દ્વારા જાહેર કરાયેલા નાણાકીય માપદંડોમાં ગુજરાત આજે પણ દેશમાં પ્રથમ નંબરે છે. ગુજરાત તમામ ક્ષેત્રે અગ્રેસર છે. આત્મનિર્ભર ભારત માટે આત્મનિર્ભર ગુજરાત અગ્રેસર રહેશે. દરેકના ઘરે તિરંગો લાગે તેવા પ્રયાસ કરીએ. વિકાસ માટે આગળ વધવા માનનીય નરેન્દ્ર મોદીજીએ કિધું એમ સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ, આ બધી વસ્તુ સાથે મળે. આ સાથે મળવાના કારણે આપણે ગુજરાતને દેશનું ગ્રોથ એન્જિન બનાવી શક્યા છીએ. ગુજરાતમાં કોવિડ જેવી મહામારી આવીને ગયા પછી પણ નીતિ આયોગ દ્વારા જાહેર કરાયેલા નાણાકીય માપદંડોમાં ગુજરાત આજે પણ દેશમાં પ્રથમ નંબરે છે.

20 વર્ષમાં ધાન્ય પાકોમાં વાવેતર વિસ્તાર વધીને 31.82 લાખ હેક્ટર થયું છે, ઉત્પાદન ક્ષમતામાં 171 ટકાનો વધારો થયો છે. 13 લાખ ખેડૂત લાભાર્થીઓને સૂક્ષ્મ સિંચાઈનો લાભ આપ્યો છે. શિક્ષણમાં 37 ટકા ડ્રોપઆઉટ ઘટાડીને 3 ટકા સુધી સરકાર લાવી શકે છે. છેલ્લા 3 વર્ષમાં વિદેશી મૂડી રોકાણાં ગુજરાત અવ્વલ રહ્યું છે. MSME 2.74 લાખ હતા તે 8.66 લાખ થયા છે. ઈન્ડસ્ટ્રીયલ આઉટપુટ 2002માં 1.27 લાખ કરોડ હતું તે વધીને 16.19 લાખ કરોડ થયું છે. દેશના અર્થતંત્રમાં ગુજરાતની હિસ્સેદારી જે હાલ 8.36 ટકા છે તેને 10 ટકા સુધી આગળ લઈ જવા માગીએ છીએ.

ADVERTISEMENT

ગુજરાત તકના બેઠક કાર્યક્રમમાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હળવા મૂડમાં જોવા મળ્યા હતા. બંનેએ હાથ મળાવી અને સ્મિત આપ્યું હતું.

    follow whatsapp

    ADVERTISEMENT