ફિલ્મોમાં કામ અપાવવાના બહાને મુંબઈ લાવી સગીરા પર દુષ્કર્મ આચર્યું, ગુજરાતી ફિલ્મ ડાયરેક્ટરની ધરપકડ

ADVERTISEMENT

gujarattak
social share
google news

Crime News: મુંબઈ પોલીસે સગીર પર બળાત્કારના કેસમાં એક આરોપીની ધરપકડ કરી છે, જે પોતાને ગુજરાતી ફિલ્મોનો દિગ્દર્શક ગણાવતો હતો. આરોપીનું નામ સાજીદ ખાન હોવાનું કહેવાય છે. સાજિદ પર સગીર બાળકીનું યૌન શોષણ કરવાનો આરોપ છે, તેની વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

પીડિતા ગુજરાતની રહેવાસી છે. તે વીડિયોની રીલ બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી હતી. આ પછી પીડિત યુવતીના કાકાએ તેને 13 ડિસેમ્બરના રોજ સાજીદ ખાન સાથે મુલાકાત કરાવી. તેમને આશા હતી કે સાજિદ છોકરીને એક્ટિંગ શીખવશે અને તેને ફિલ્મોમાં કામ અપાવશે.

પીડિતાને ગુજરાતથી મુંબઈ લાવ્યો

પોલીસના જણાવ્યા અનુસાર, પીડિતાના પરિવારે સાજિદ પર વિશ્વાસ કર્યો, જેનો ફાયદો ઉઠાવીને સાજિદ પીડિતાને 24 ડિસેમ્બરે મુંબઈ લાવ્યો અને તેને મુંબઈના અંધેરીની એક હોટલમાં લઈ ગયો. 25મી ડિસેમ્બરે સવારે સાજીદે યુવતી પર બળજબરી કરવાનો પ્રયાસ કર્યો હતો.

ADVERTISEMENT

પોલીસે હોટલના રૂમમાંથી ધરપકડ કરી હતી

આ ઘટના બાદ યુવતી ડરી ગઈ અને રૂમમાંથી બહાર આવી અને પોલીસ પાસે જઈને ફરિયાદ નોંધાવી. પોલીસે કેસ નોંધીને સાજીદ ખાનની હોટલના રૂમમાંથી ધરપકડ કરી હતી. આજે પોલીસ સાજીદને કોર્ટમાં રજૂ કરી વધુ તપાસ હાથ ધરશે.

પોલીસ અનેક એંગલથી કેસની તપાસ કરી રહી છે

પોલીસ આ મામલાની અનેક એંગલથી તપાસ કરી રહી છે. પોલીસ એ પણ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આરોપી સગીર પીડિતાને પોતાની સાથે ગુજરાતથી મુંબઈ કેવી રીતે લઈ ગયો. પીડિતાની ફરિયાદના આધારે પોલીસ આ મામલે ઝીણવટભરી તપાસ કરી રહી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT