દિગ્ગજ ગુજરાતી એક્ટર સમીર ખખ્ખરનું નિધન,’ખોપડી’ના રોલથી થયા ફેમસ, સલમાન સાથે કરી હતી છેલ્લી ફિલ્મ

ADVERTISEMENT

gujarattak
social share
google news

મુંબઈ: 80 ના દાયકામાં દૂરદર્શનના હિટ શોમાં તેમના લોકપ્રિય પાત્ર ખોપડી માટે જાણીતા એક્ટર સમીર ખખ્ખરનું મુંબઈમાં નિધન થયું છે. તેઓ લગભગ ચાર દાયકા સુધી સ્ટેજ, ફિલ્મ અને ટીવીના લોકપ્રિય અભિનેતા હતા. સમીર ખખ્ખર 71 વર્ષના હતા. જોકે, તેઓ છેલ્લા ઘણા સમયથી એક્ટિંગથી દૂર હતા. તેમણે 1996માં USમાં સ્થાયી થયા પછી એક્ટિંગમાં કમબેક કર્યું હતું. તેમની છેલ્લી ફિલ્મ ‘જય હો’ હતી અને તેમણે સંજીવની નામના ટીવી શોમાં પણ કામ કર્યું હતું.

શ્વાસ લેવામાં સમસ્યા થતા હોસ્પિટલમાં એડમિટ કરાયા હતા
પીઢ અભિનેતાને શ્વાસ લેવામાં તકલીફ અને અન્ય સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ હતી. ગત રોજ તેમને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી હતી. જે બાદ સમીર ખખ્ખરને મુંબઈના બોરીવલીની એમ.એમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અભિનેતાએ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. સોશિયલ મીડિયા પર સમીર ખખ્ખરના નિધનના સમાચાર સાંભળીને ચાહકો દુખી છે. સમીર ખખ્ખરના નિધન પર ચાહકો અને સેલેબ્સે શોક વ્યક્ત કર્યો છે. દરેક લોકો ભીની આંખો સાથે અભિનેતાને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. 4 દાયકા સુધી સમીર ખખ્ખરે ઈન્ડસ્ટ્રીમાં કામ કર્યું.

આ જાણીતી ફિલ્મો અને સીરિયલમાં કામ કર્યું
સમીર ખખ્ખરે નુક્કડ સિવાય સર્કસ, મનોરંજન, શ્રીમાન-શ્રીમતી, અદાલતમાં પણ કામ કર્યું હતું. તે હસી તો ફસી, પટેલ કી પંજાબી શાદી, પુષ્પક, દિલવાલે, રાજા બાબુ, પરિંદા અને શહેનશાહ જેવી ફિલ્મોમાં જોવા મળ્યા હતા. હિન્દી શો અને ફિલ્મો ઉપરાંત ગુજરાતી થિયેટરમાં પણ તેમનું મહત્વનું યોગદાન હતું. સમીર ખખ્ખર જ્યારે પણ પડદા પર દેખાતા ત્યારે તેમની જોરદાર એક્ટિંગ જોઈને ચાહકો તેમના દિવાના થઈ જતા.

ADVERTISEMENT

ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા સમીરના ભાઈ ગણેશે કહ્યું, “ગઈકાલે સવારે તેમને શ્વાસની તકલીફ થઈ હતી. અમે ડૉક્ટરને ઘરે બોલાવ્યા અને તેમણે તેને દાખલ કરવા કહ્યું. તેથી અમે તેમને હૉસ્પિટલમાં લઈ ગયા. આ બાદ તેમના અંગો કામ કરતા બંધ થઈ ગયા અને આજે સવારે 4.30 વાગ્યે તેમનું નિધન થઈ ગયું.”

    follow whatsapp

    ADVERTISEMENT