Gujarat બનશે હવે સેમિકન્ડક્ટર ચીપનું હબ, ધોલેરાથી સાણંદ ગોલ્ડન કોરિડોર

ADVERTISEMENT

Gujarat Become Semiconductor Hub
ગુજરાતમાંબે સેમિકન્ડક્ટર પ્લાન્ટ સ્થપાશે
social share
google news

ભારતનું સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ હબ બનવા તરફ ગુજરાત અગ્રેસર રહ્યું છે. ગુજરાતમાં બે સેમિકન્ડક્ટર યુનિટ સ્થાપવાની કેન્દ્રીય કેબિનેટે મંજૂરી આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે આભાર વ્યક્ત કર્યો હતો. ધોલેરામાં સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન યુનિટ, તેમજ સાણંદમાં સેમિકન્ડક્ટર ATMP યુનિટની સ્થાપનાની મંજૂરી- આગામી 100 દિવસમાં પ્લાન્ટનું કન્સ્ટ્રક્શન વર્ક શરૂ થશે. સાણંદમાં સી.જી. પાવર, રેનેસાસ ઇલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન, જાપાન અને સ્ટાર્સ માઇક્રો ઇલેક્ટ્રોનિક્સ થાઈલેન્ડના સંયુક્ત રીતે 7600 કરોડના રોકાણથી પ્લાન્ટ શરૂ કરવામાં આવશે.

ધોલેરામાં ટાટા ઇલેક્ટ્રોનિક્સ પોતાનો પ્લાન્ટ સ્થાપશે

ધોલેરામાં ટાટા ઇલેક્ટ્રોનિક્સ પ્રાઇવેટ લિમિટેડ અને પાવરચીપ સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ કોર્પોરેશન, તાઇવાન સાથે મળીને રૂપિયા 91,000 કરોડના રોકાણ સાથે સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન યુનિટ સ્થાપવામાં આવશે. વડાપ્રધાનના સેમિકંડક્ટર મિશન અને મુખ્યમંત્રીના માર્ગદર્શનમાં બનેલી ગુજરાત સેમીકંડક્ટર પોલીસીની ફળશ્રુતિ સ્વરૂપે જ ગુજરાતમાં વધુ સેમિકન્ડક્ટર યુનિટ કાર્યરત થશે.

બે સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ યુનિટની સ્થાપના

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે ગુજરાતમાં બે સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ યુનિટની સ્થાપનાની મંજૂરી આપી છે. ભારતનું સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ હબ બનવામાં ગુજરાતની અગ્રેસરતાને નવીન બે પ્રકલ્પો મળતા મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાનનો આભાર માન્યો છે. 

ADVERTISEMENT

સેમિકન્ડક્ટર્સ અને ડિસ્પ્લે મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમ ડેવલપ થશે

વડાપ્રધાનએ ભારતમાં સેમિકન્ડક્ટર્સ અને ડિસ્પ્લે મેન્યુફેક્ચરિંગની ઇકોસિસ્ટમ ડેવલોપ કરવાના હેતુથી ગુજરાતમાં બે અને આસામમાં એક એમ કુલ ત્રણ સેમિકન્ડક્ટર યુનિટની સ્થાપનાની મંજૂરી ગુરુવારે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આપી હતી. તદ્દઅનુસાર ધોલેરામાં સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન યુનિટ તેમજ સાણંદમાં સેમિકન્ડક્ટર ATMP (એસેમ્બલી, ટેસ્ટિંગ, માર્કીંગ, પેકેજીંગ) યુનિટની સ્થાપનાની મંજૂરી આપવામાં આવી છે. આ બંને યુનિટ- પ્લાન્ટનું કન્સ્ટ્રક્શન વર્ક આગામી 100 દિવસમાં શરૂ થશે.

ધોલેરામાં 91 હજાર કરોડનું રોકાણ થશે

ધોલેરામાં કુલ રૂપિયા 91 હજાર કરોડના રોકાણ સાથે ટાટા ઇલેક્ટ્રોનિક્સ પ્રાઇવેટ લિમિટેડ અને તાઇવાનની કંપની પાવરચીપ સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ કોર્પોરેશન સાથે મળીને પ્લાન્ટની સ્થાપના કરશે. આ પ્લાન્ટ પ્રતિમાસ 50,000 સેમીકંડકટર વેફરનું ઉત્પાદન કરશે. 

ADVERTISEMENT

ઇલેક્ટ્રીક-ઇલેક્ટ્રોનિકમાં ખુબ જ ઉપયોગી ચીપ

ઈલેક્ટ્રીક વ્હીકલ, ટેલિકોમ, ડિફેન્સ, ઓટોમોટીવ અને પાવર મેનેજમેન્ટમાં આ પ્રકારની સેમિકન્ડક્ટર ચીપનો ઉપયોગ થાય છે. સાણંદમાં સી.જી. પાવર, રેનેસાસ ઇલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન-જાપાન અને સ્ટાર્સ માઈક્રો ઇલેક્ટ્રોનિક્સ- થાઈલેન્ડના સંયુક્ત ઉપક્રમે રૂપિયા 7600 કરોડના રોકાણથી સેમિકન્ડક્ટર એ.ટી.એમ.પી. પ્લાન્ટ શરૂ થશે. 

ADVERTISEMENT

સાણંદમાં પહેલાથી જ પ્લાન્ટનું કામ ચાલુ

અત્રે ઉલ્લેખનીય છે કે સાણંદમાં સેમિકોન કંપનીનો સેમિકન્ડક્ટર ATMP પ્લાન્ટ નિર્માણાધિન છે ત્યારે આ બીજા પ્લાન્ટની મંજૂરી મળતા હવે સાણંદમાં કુલ બે સેમિકન્ડક્ટર ATMP પ્લાન્ટ કાર્યરત થશે. જુલાઇ-2023 માં મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે સેમિકોન કંપનીના ATMP પ્લાન્ટનું ખાતમુહૂર્ત કર્યું હતું. 

ત્રણ સેમિકન્ડક્ટર યુનિટની સ્થાપના થશે

વડાપ્રધાનના સેમિકન્ડક્ટર મિશન અને મુખ્યમંત્રીની માર્ગદર્શનમાં બનેલી ગુજરાત સેમિકન્ડક્ટર પોલિસી 2022-27ના પરિણામે ગુજરાતમાં કુલ ત્રણ સેમિકન્ડક્ટર યુનિટની સ્થાપના થવા જઈ રહી છે. સેમિકન્ડક્ટર પોલિસી લાગુ કરનારુ ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે, મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ગુજરાત સરકારે જુલાઇ -2022 માં સેમિકન્ડક્ટર પોલિસી જાહેર કરી હતી.  

વાયબ્રન્ટ ગુજરાત 2024 નો ઉદ્દેશ્ય કેમિકન્ડક્ટર 

અત્રે ઉલ્લેખનીય છે કે, જાન્યુઆરી માસમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024, “ગેટવેટ ટુ ધી ફ્યુચર” સેમિકન્ડક્ટર જેવા ભવિષ્યના ઉભરતા ક્ષેત્રો પર ફોકસ સાથે યોજાઇ હતી, આ સમિટમાં સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ વિષય પર સ્પેસિફિક સેમિનારનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ગત વર્ષ જુલાઈમાં સેમિકોન ઇન્ડિયા પ્રદર્શન પણ ગુજરાતના આંગણે યોજાયું હતું.

હવે વિશ્વની નામાંકિત સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ કંપનીઓના પ્લાન્ટ ગુજરાતમાં સ્થાપાવા જઇ રહ્યા છે ત્યારે ગુજરાત વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રે ક્વોન્ટ લીપ લગાવવા સજ્જ બન્યુ છે.

    follow whatsapp

    ADVERTISEMENT