IPL 2023: દિલ્હીને 6 વિકેટે હરાવી Gujarat Titansની સતત બીજી જીત, પોઈન્ટ્સ ટેબલ પર પ્રથમ ક્રમે પહોંચ્યું
IPL 2023 DC vs GT: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023 માં, દિલ્હી કેપિટલ્સ (DC) ને સતત બીજી મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ડેવિડ વોર્નરની…
ADVERTISEMENT
IPL 2023 DC vs GT: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023 માં, દિલ્હી કેપિટલ્સ (DC) ને સતત બીજી મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ડેવિડ વોર્નરની કેપ્ટનશીપવાળી દિલ્હીની ટીમ આ મેચ પોતાના ઘરે એટલે કે દિલ્હીમાં રમી રહી હતી, જેમાં ગુજરાત ટાઇટન્સs તેને 6 વિકેટે હરાવ્યું હતું. આ મેચ ખૂબ જ રોમાંચક રહી હતી, જેમાં ગુજરાત 163 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ગુજરાત ટાઈટન્સને એક સમયે 107 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી. અહીંથી ગુજરાતની ટીમને જીતવા માટે 40 બોલમાં 56 રનની જરૂર હતી. ત્યારે સાંઈ સુદર્શન અને ડેવિડ મિલર ક્રિઝ પર હતા.
સુદર્શન અને મિલરની જાળમાં ફસાઈ ગયેલા દિલ્હીના
આ બંને બેટ્સમેનોએ પોતાની શાનદાર ઇનિંગ્સની મદદથી અંત સુધી રમીને ગુજરાતની ટીમને જીત અપાવી હતી. સુદર્શન અને મિલરે મળીને 5મી વિકેટ માટે 29 બોલમાં 56 રનની અણનમ ભાગીદારી નોંધાવી હતી. ટીમ માટે સાંઈ સુદર્શને 48 બોલમાં અણનમ 62 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 2 સિક્સ અને 4 ફોર ફટકારી હતી. સુદર્શનની સ્ટ્રાઈક રેટ 129.17 હતી. ઉપરાંત ડેવિડ મિલરે 193.75ના સ્ટ્રાઈક રેટથી 16 બોલમાં અણનમ 31 રન બનાવ્યા હતા. જ્યારે વિજય શંકરે 29 રન બનાવ્યા હતા. દિલ્હી ટીમ તરફથી એનરિક નોર્ખિયાએ 2 વિકેટ ઝડપી હતી.
પોઈન્ટ ટેબલમાં ગુજરાતની ટીમ ટોપ પર
આ જીત સાથે ગુજરાતની ટીમ પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ગઈ છે. તેણે અત્યાર સુધીની તેની તમામ બે મેચ જીતી છે. ટીમના હાલ 4 પોઈન્ટ છે. જ્યારે દિલ્હીની ટીમ હજુ સુધી જીતનું ખાતું પણ ખોલી શકી નથી. તે પોઈન્ટ ટેબલમાં 8મા નંબરે છે. ગુજરાત ટાઈટન્સની ત્રીજી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સામે છે. આ મેચ 9મી એપ્રિલે અમદાવાદમાં રમાશે. જ્યારે દિલ્હીની ટીમની ત્રીજી મેચ રાજસ્થાન રોયલ્સ (RR) સામે છે. આ મેચ 8 એપ્રિલે રમાશે.
ADVERTISEMENT
A confident & match winning knock of 62*(48) by Sai Sudharsan makes the young Indian batter our 🔝 performer from the second innings of the #DCvGT clash in #TATAIPL 💪
A look at his batting summary 🔽 pic.twitter.com/c9BHrcXAN1
— IndianPremierLeague (@IPL) April 4, 2023
દિલ્હી કેપિટલ્સે 162 રન બનાવ્યા હતા
તમને જણાવી દઈએ કે મેચમાં ટોસ હાર્યા બાદ દિલ્હી કેપિટલ્સે પ્રથમ બેટિંગ કરતા 8 વિકેટ ગુમાવીને 162 રન બનાવ્યા હતા. દિલ્હી ટીમ માટે વાઇસ કેપ્ટન અક્ષર પટેલ અને કેપ્ટન ડેવિડ વોર્નરે શાનદાર ઇનિંગ રમી હતી. અક્ષરે 22 બોલમાં 36 રન બનાવ્યા હતા. જ્યારે વોર્નરે 32 બોલમાં 37 રન બનાવ્યા હતા. જ્યારે ગુજરાત ટાઇટન્સ તરફથી ઝડપી બોલર મોહમ્મદ શમી અને સ્પિનર રાશિદ ખાને 3-3 વિકેટ ઝડપી હતી. અલઝારી જોસેફને 2 વિકેટ મળી હતી. 163 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ગુજરાત ટાઇટન્સે 18.1 ઓવરમાં 6 વિકેટે મેચ જીતી લીધી હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT