કિયારા-સિદ્ધાર્થના લગ્નની તસવીરો આવી સામે, કહ્યું- ‘અમારી પર્મેનેન્ટ બુકિંગ થઈ ગઈ’
નવી દિલ્હીઃ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી આજે એક બીજાના થઈ ગયા છે. ફિલ્મ શેરશાહથી શરૂ થયેલી તેમની લવ સ્ટોરી હવે નવા પડાવ પર પહોંચી…
ADVERTISEMENT
નવી દિલ્હીઃ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી આજે એક બીજાના થઈ ગયા છે. ફિલ્મ શેરશાહથી શરૂ થયેલી તેમની લવ સ્ટોરી હવે નવા પડાવ પર પહોંચી ગઈ છે. સિદ્ધાર્થ અને કિયારાએ જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં સાત ફેરા લીધા છે અને હવે બંને પતિ-પત્ની બની ચુક્યા છે. લગ્ન પછી તમામ ન્યૂલી મેરિડ જોડીની પહેલી તસવીરો જોવા માટે લોકો રાહ જોઈ રહ્યા હતા તે હવે પૂર્ણ થઈ છે. સિદ્ધાર્થ અને કિયારાએ પોતાના લગ્નની તસવીરોને સોશ્યલ મીડિયા પર શેર કરીને જોરદાર હલચલ મચાવી દીધી છે. તસવીરોમાં વરરાજા અને વહુ ખુબ સુંદર અને ખુશખુશાલ મુદ્રામાં જોવા મળ્યા છે.
સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારાના લગ્નની પહેલી તસવીરો સામે આવી ગઈ છે. કિયારા અડવાણીએ પાઉડર પિંક રંગનો લહેંગો લગ્નના દિવસે પહેર્યો હતો ત્યાં સિદ્ધાર્થ મલ્હોત્રાએ ગોલ્ડન શેરવાની પહેરી હતી.
View this post on Instagram
ADVERTISEMENT
સંપન્ન થયા લગ્ન, વરરાજાની એન્ટ્રી
સિદ્ધાર્થ અને કિયારાના લગ્ન સંપન્ન થઈ ગયા છે. આજથી બંને પતિ-પત્ની બની ગયા છે. આ લગ્નમાં બને પરિવારો અને મહેમાનોએ કપલને આશીર્વાદ આપ્યા હતા. જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં લગ્નની ધૂમ સ્પષ્ટ સંભાતી હતી. લગ્નમાં વરરાજા સિદ્ધાર્થ મલ્હોત્રાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. સાજન જી ઘર આયે ગીત પર તેણે એન્ટ્રી કરી હતી. આ ઉપરાંત તેની ફિલ્મ બાર બાર દેખોના ફેમસ સોંગ કાલા ચશ્માને પણ ચલાવવામાં આવ્યું હતું.
દહેગામમાં ગાયની અડફેટે મોત બાદ પશુ માલિક પર FIR, પોલીસનું અધિકારી પર કાર્યવાહીનું આશ્વાસન?
જુહી ચાવલા દેશી બ્રેકફાસ્ટથી આનંદિત
સિદ્ધાર્થ કિયારાના લગ્નમાં પહોંચેલા મહેમાનોને ખાસ બ્રેકફાસ્ટ આપવામાં આવ્યો હતો. જુહી ચાવલાએ સૂર્યગઢ પેલેસમાં તેમના લગ્ન દરમિયાન આપવામાં આવેલા બ્રેકફાસ્ટને એન્જોય કરતા ફોટો સોશ્યલ મીડિયા પર શેર કરવામાં આવ્યો હતો. જેમાં પરોઠા, ગોળ, દહી અને અથાણું આપવામાં આવ્યું હતું.
ADVERTISEMENT
ADVERTISEMENT
Haldi Today 💥#SidharthMalhotra#SidKiaraWedding#KiaraSidharthwedding#SidharthKiaraWedding#KiaraAdvani pic.twitter.com/FH1q0tAbuI
— Ayush (@Ayushh_11) February 7, 2023
ભારતમાં તુર્કી જેવો ભૂકંપ આવે તો શું થશે? દેશના તે 13 રાજ્યો જેના પર ખતરો સૌથી વધારે
ADVERTISEMENT