આટલા બધા લૂપ હોલ્સ, પછી પેપરલીક થયું: પૂર્વ CMના ભત્રીજાની કોલેજે આરોપો નકાર્યા
રાજકોટઃ ગુજરાતમાં પેપર ફૂટવા મામલે જાણે વેબસિરિઝ બની શકે તેવો ઘટનાક્રમ સર્જાઈ રહ્યો છે. હમણાં જ જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થતા પરીક્ષાર્થીઓને જે પરેશાની…
ADVERTISEMENT
રાજકોટઃ ગુજરાતમાં પેપર ફૂટવા મામલે જાણે વેબસિરિઝ બની શકે તેવો ઘટનાક્રમ સર્જાઈ રહ્યો છે. હમણાં જ જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થતા પરીક્ષાર્થીઓને જે પરેશાની થઈ તેનાથી આપ વાકેફ છો. તે ઉપરાંત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પેપર લીક કાંડ મામલે 111 દિવસ પછી પેપર ફોડનાર સામે ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીના ભત્રીજા મેહુલ રુપાણી આ કોલેજમાં પદાધીકારી છે અને આ એચ એન શુક્લ કોલેજ દ્વારા પેપર ફોડવામાં વરવી ભૂમિકા ભજવામાં આવી હોવાના આરોપો ફરિયાદમાં કરવામાં આવ્યા હતા. જે મામલે સિન્ડીકેટ સભ્ય અને ભાજપ કોર્પોરેટર નેહલ શુક્લા દ્વારા પત્રકાર પરીષદમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશોની મેલી મુરાદો હોવાના ઘટસ્ફોટ કરીને રીતસર સામી બાથ ભીડી લીધી છે.
આઉટસોર્સિંગથી ઊભા કર્યા રિસિવિંગ સેન્ટરઃ નેહલ શુક્લા
તેમણે કહ્યું કે, જુના નિયમો એવા હતા કે પરિક્ષા વિભાગ પેપર સેટ કરે, છપાવે, ડિસ્ટ્રીબ્યૂટ કરે અને રિઝલ્ટ આપે તે તમામ કામગીરી આ વિભાગ કરતો હતો. હવે નવા અધિકારીઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બેઠા તેમણે પરીક્ષા વિભાગને નામ માત્રનું કરી નાખ્યું. સિન્ડિકેટ સભ્યોની પરવાનગી વગર રિસિવિંગ સેન્ટર ઊભા કરી દીધા. એટલે રિસિવિંગ સેન્ટર જિલ્લા પ્રમાણે જે તે કોલેજને નિયત કરાઈ. આ જ કોલેજ હવે પેપર મગાવે, ડિસ્ટ્રીબ્યૂટ કરે, કલેક્ટ કરે પરીક્ષા વિભાગની કામગીરી રિઝલ્ટ છાપવા પૂરતી કરી નાખી. આઉટસોર્સિંગને કારણે રાજકોટનું રિસિવિંગ સેન્ટરએ કાર્યકારી કુલપતિ અને સ્ટેટેસ્ટીક વિભાગના વડાનું પોતાનું આંકડાશાસ્ત્ર ભવન તેને રાજકોટનું રિસિવિંગ સેન્ટર બનાવ્યું, બાકીના ચાર સિટીમાં ગ્રાન્ટ વાળી કે સરકારી કોલેજને રિસિવિંગ સેન્ટર આપ્યું છે. પણ અમરેલીમાં આશ્ચર્ય જનક રીતે સેલ્ફ ફાઈનાન્સ કોલેજને રિસિવિંગ સેન્ટર આપ્યું. ટોટલ એક્ઝામિનેશનની વ્યવસ્થા સંપૂર્ણ ગેરકાયદે રીતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તામંડળ દ્વારા સિન્ડીકેટની પરમીશન વિના ભાંગી કાઢવામાં આવી હતી.
પેપર ફૂટતા હતા ત્યારે CM મીડિયા સામે ન આવ્યા પણ બજેટ આવ્યું એટલે આવી ગયાઃ અમિત ચાવડા
‘હવે ખેલાયો મહત્વનો ખેલ’
આ પછીનો મહત્વનો ખેલ પડાયો, ક્યારેય સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઈતિહાસમાં સવાર બપોર સાંજ એમ ત્રણ પરીક્ષાઓનું આયોજન કરાયું ન હતું. આ આયોજન પાછળનો ખેલ થયો કે, પરીક્ષા કેન્દ્ર કે જેતે કોલેજને 36 કલાક અગાઉ પેપર આપી દેવાયા હતા. અગાઉ 9 વાગ્યાની પરીક્ષા હોય તો 8 વાગ્યે પહોંચતા હતા. પરીક્ષા પતે એટલે જવાબવાહી 1 કલાકમાં કલેક્ટ થઈ જતી હતી પરંતુ આ વખતની પરીક્ષામાં છેક રાત્રે મન ફાવે તે સમયે યુનિવર્સિટીની ગાડીઓ કલેક્શન કરવા આવતી. ક્યાંય ગુડ ગવર્નન્સ, કે સારા વહીવટની વાત નથી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધિશોએ નિયમોને લકવાગ્રસ્ત કરી દીધા. હવે આવી સ્થિતિમાં ખુલ્લેઆમ ખનખનીયા થાય, સીસીટીવી ફરજિયાત કરીને સ્કવોડ બંધ કરી દેવાઈ, પછી ફરિયાદ થઈ કે ગર્લ્સ કોલેજ પર ખતરો છે ગમે તેમ ગર્લ્સનું મોનિટરિંગ બંધ કરાવ્યું તેમાં બધાનું બંધ કરી દેવાયું.
ADVERTISEMENT
પેપર લીક થયા પછી શું થયું
પેપર પાછા મગાવાયા હતા. સૂચના હતી કે દરેકે વીડિયો રેકોર્ડિંગ સાથે જમા કરાવવાના હતા. એચઆરએસ કોલેજે પણ રેકોર્ડિંગ સાથે આપ્યું હતું. હવે આજે યુનિવર્સિટીએ ફરિયાદ કરી છે અને યુનિવર્સિટીએ તેમાં વીડિયો રેકોર્ડિંગનો કોઈ ઉલ્લેખ કર્યો નથી અને પોલીસને પણ તે રેકોર્ડિંગ આપ્યું નથી. રાજકીય રીતે પોતાની નિષ્ફળતા છૂપાવી અને અન્યત્ર ધ્યાન દોરી બહુ મોટું સેન્સેશન સત્તાધિશો દ્વારા ઊભું કરાયું છે. આ જ કુલપતિ પોતે પોતાના જ ઓર્ડરથી સ્ટેટેસ્ટિક વિભાગ વડા બન્યા અને પોતાની જ આંકડાશાસ્ત્ર ભવનને રિસિવિંગ સેન્ટર બનાવ્યું.
ભાજપના નેતાએ કર્યો આમ આદમી પાર્ટીના નેતા પર હુમલો, તાલુકા પંચાયતના બજેટમાં થઈ મારામારી
મીડિયા સામે મુકી એક તસવીર જેમાં શું છે?
તેમણે એક તસવીર બતાવતા કહ્યું કે, આ પેપર કલેક્ટ થયા પછી વાઈસ ચાન્સેલરની ચેમ્બરનો ફોટો છે. જેમાં પરીક્ષા નિયામક, કાર્યકારી કુલપતિ બેઠા છે અને પેપરનો ઢગલો તેમની સામે પડ્યા છે. આ બધા પેપર લોકઈન કીમાં જવા જોઈતા હતા પરંતુ તે વીસીની ચેમ્બરમાં જાય છે. વીસીની ચેમ્બરમાં વીડિયો કેમેરા છે પણ પેપરનું સ્ટોરેજ કરાયું પરીક્ષા નિયામકની જુની ચેમ્બરમાં કરાયું. જ્યાં કોઈ વીડિયો કેમેરા નથી. આટલા મોટા ઈશ્યૂમાં બેદરકારી રાખવા પાછળ માત્રને માત્ર ષડયંત્રની મનશા છે.
ADVERTISEMENT
(ઈનપુટઃ નીલેશ શિશાંગિયા)
ADVERTISEMENT
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT