AIMIMના અસદુદ્દીન ઓવૈસીના વેવાઈએ કર્યો આપઘાત, પોતાને ધરબી દીધી ગોળી

ADVERTISEMENT

gujarattak
social share
google news

અબ્દુલ બશીર.હૈદરાબાદઃ હૈદરાબાદના સાંસદ અને ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM)ના વડા અસદુદ્દીન ઓવૈસીની પુત્રીના સસરાએ આત્મહત્યા કરી લીધી છે. ઓવૈસીના બનેવી મઝહરુદ્દીન અલી ખાન વ્યવસાયે ડૉક્ટર હતા. આ ઘટના પછી તરત જ તેમને એપોલો હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા છે. હોસ્પિટલે જણાવ્યું કે મઝહરુદ્દીનને સોમવારે બપોરે 2 વાગ્યે હોસ્પિટલના ઈમરજન્સી વિભાગમાં લાવવામાં આવ્યા હતા, પરંતુ તેમનું મોત થયું હતું.

પોલીસનું કહેવું છે કે મઝહરુદ્દીન ખાન AIMIMના વડા ઓવૈસીની બીજી પુત્રીના સસરા હતા. તેઓ ઓર્થોપેડિક નિષ્ણાત હતા. તેણે 27 ફેબ્રુઆરીએ પોતાના ઘરે લાયસન્સવાળા હથિયાર વડે ગોળી મારી હતી. આનું કારણ પારિવારિક વિવાદ જણાવવામાં આવી રહ્યું છે. તેમના મૃતદેહને ઓસ્માનિયા જનરલ હોસ્પિટલના શબઘરમાં ખસેડવામાં આવ્યો છે.

જામનગરમાં મકાન ધરાશાયી થતા ત્રણ વ્યક્તિ ઈજાગ્રસ્ત, કોર્પોરેટર સહિત પોલીસ સ્ટાફ દોડી ગયો

કૌટુંબિક વિખવાદ જવાબદાર હોવાનું જણાવ્યું
મૃત્યુની પુષ્ટિ કરતા હૈદરાબાદ વેસ્ટ ઝોનના ડીસીપી જોએલ ડેવિસે જણાવ્યું હતું કે, સોમવારે બપોરે લગભગ 1 વાગ્યે મઝહર નામના ડૉક્ટરે પોતાની લાઇસન્સવાળી બંદૂકથી પોતાને ગોળી મારી દીધી હતી. પરિવારના સભ્યો તેમને એપોલો હોસ્પિટલમાં લઈ આવ્યા, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યા. તેમની ઓળખ 60 વર્ષીય મઝહર તરીકે થઈ છે. આપઘાતના કારણોની તપાસ કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે ક્રાઈમ સીન પર પહોંચેલી ટીમે સ્થળ પરથી પુરાવા એકત્ર કર્યા અને જાણ થઈ કે માત્ર એક રાઉન્ડ ફાયરિંગ થયું હતું. પરિવારના સભ્યો અને મૃતક વચ્ચે મિલકત બાબતે ઝઘડો ચાલતો હતો. તેની સામે ઘરેલુ હિંસાનો કેસ પણ નોંધવામાં આવ્યો હતો.

ADVERTISEMENT

લોહીથી લથમથ હાલતમાં મળ્યા
પોલીસે હથિયાર કબજે કર્યું છે. આ સાથે ઘટના સમયે ઘરમાં હાજર લોકોના નિવેદન પણ નોંધવામાં આવ્યા છે. રિપોર્ટ અનુસાર, ઘટના સમયે મઝહરુદ્દીન ઘરે એકલા હતા. કેટલાક સંબંધીઓ તેમને સતત ફોન કરી રહ્યા હતા પરંતુ તે ફોનનો જવાબ આપી રહ્યા ન હતા. આ પછી કેટલાક સંબંધીઓ તેમના ઘરે પહોંચ્યા, જ્યાં તે લોહીથી લથપથ જોવા મળ્યા. ડો. મઝહરુદ્દીનના પુત્રએ 2020માં ઓવૈસીની બીજી પુત્રી સાથે લગ્ન કર્યા હતા.

સાબરકાંઠા હિટ એન્ડ રનની ઘટનાઃ ડમ્પરે બાઈકને ટક્કર મારતા એકનું સ્થળ પર જ મોત

ઓવૈસીના ઘરે થયો હતો પથ્થરમારો
જણાવી દઈએ કે અસદુદ્દીન ઓવૈસી ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીનના રાષ્ટ્રીય અધ્યક્ષ છે અને તેઓ 2004થી સતત હૈદરાબાદથી સાંસદ બની રહ્યા છે. ઓવૈસીના સત્તાવાર બંગલા પર કથિત રીતે અજાણ્યા લોકોએ પથ્થરમારો કર્યો હતો. તેની માહિતી પોલીસને આપવામાં આવી હતી. માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને તપાસ દરમિયાન ઘરની નજીકથી કેટલાક પથ્થરો મળી આવ્યા. કહેવામાં આવી રહ્યું છે કે અજાણ્યા લોકોએ પથ્થર ઓવૈસીના ઘરે ફેંક્યા હતા.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT