‘થોપવામાં આવેલી ચુપ્પીથી દેશની સમસ્યાઓનો હલ નહીં હોય’, સોનિયા ગાંધીનો મોદી સરકાર પર પ્રહાર
નવી દિલ્હીઃ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ફરી એકવાર કેન્દ્રની મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. એક અખબારમાં લખવામાં આવેલા લેખમાં સોનિયાએ કહ્યું કે, લાદવામાં…
ADVERTISEMENT
નવી દિલ્હીઃ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ફરી એકવાર કેન્દ્રની મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. એક અખબારમાં લખવામાં આવેલા લેખમાં સોનિયાએ કહ્યું કે, લાદવામાં આવેલા મૌનથી દેશની સમસ્યાઓનું સમાધાન નહીં થાય. સોનિયાએ કહ્યું કે, ભારતના લોકો શીખી ગયા છે કે જ્યારે આજે પરિસ્થિતિને સમજવાની વાત આવે છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ક્રિયાઓ તેમના શબ્દો કરતાં વધુ જોરથી બોલે છે.
સંસદમાં બનેલી ઘટનાઓનો કર્યો ઉલ્લેખ
સોનિયા ગાંધીએ લખ્યું, છેલ્લા મહિનાઓમાં આપણે જોયું છે કે વડાપ્રધાન અને તેમની સરકાર લોકશાહીના ત્રણેય સ્તંભો, ધારાસભા, કાર્યપાલિકા અને ન્યાયતંત્રને વ્યવસ્થિત રીતે તોડી રહી છે. તેમની ક્રિયાઓ લોકશાહી અને લોકશાહી જવાબદારી માટે અણગમો દર્શાવે છે. સોનિયાએ પોતાના લેખમાં સંસદમાં બનેલી ઘટનાઓનો પણ ઉલ્લેખ કર્યો છે. સોનિયાએ લખ્યું, છેલ્લા સત્રમાં અમે સરકારી વ્યૂહરચના જોઈ, જેના હેઠળ વિપક્ષને બેરોજગારી, મોંઘવારી, સામાજિક વિભાજન, બજેટ અને અદાણી જેવા મુદ્દા ઉઠાવતા અટકાવવામાં આવ્યા.
ચૂંટણી પંચનો TMC, NCP અને CPIને ઝટકો, જાણો- કેમ છીનવ્યો ત્રણ દળો પાસેથી રાષ્ટ્રીય પાર્ટીનો
પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષે લખ્યું, સરકારે વિપક્ષના વિરોધનો સામનો કરવા માટે અનેક ઉપાયો કર્યા. તેમાં ભાષણો કાઢી નાખવા, ચર્ચા અટકાવવી, સંસદના સભ્યો પર હુમલો કરવો અને અંતે ઝડપી ગતિએ કોંગ્રેસના સાંસદને ગેરલાયક ઠેરવવાનો સમાવેશ થાય છે. પરિણામે 45 લાખ કરોડનું જનતાનું બજેટ કોઈપણ ચર્ચા વગર પસાર થઈ ગયું.
ADVERTISEMENT
ADVERTISEMENT