મ્યાંમારમાં સેનાએ લોકો પર કર્યા હવાઈ હુમલાઃ બાળકો, મહિલાઓ સહિત 100ના મોત
નવી દિલ્હીઃ મ્યાનમારની સેના દ્વારા મંગળવારે કરવામાં આવેલા હવાઈ હુમલામાં મહિલાઓ અને ઘણા બાળકો સહિત 100 થી વધુ લોકોના મોત થયા છે. તેઓ સૈન્ય શાસનના…
ADVERTISEMENT
નવી દિલ્હીઃ મ્યાનમારની સેના દ્વારા મંગળવારે કરવામાં આવેલા હવાઈ હુમલામાં મહિલાઓ અને ઘણા બાળકો સહિત 100 થી વધુ લોકોના મોત થયા છે. તેઓ સૈન્ય શાસનના વિરોધીઓ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં હાજરી આપી રહ્યા હતા. આ હત્યાકાંડની કેટલીક તસવીરો સામે આવી છે જે હેરાન કરનારી છે. સંયુક્ત રાષ્ટ્રએ પણ આ કૃત્ય પર પ્રતિક્રિયા આપી છે અને તેને ચિંતાજનક ઘટના ગણાવી છે.
બોમ્બ ફેંક્યા અને હવામાં ગોળીબાર કર્યો
એક પ્રત્યક્ષદર્શીએ એસોસિએટેડ પ્રેસને જણાવ્યું હતું કે સાગિંગ પ્રાંતના કનબાલુ ટાઉનશીપમાં સ્થિત પાજીગી ગામની બહાર એકઠા થયેલા ભીડ પર એક ફાઇટર જેટે બોમ્બ ફેંક્યો હતો અને પછી હેલિકોપ્ટરમાંથી ગોળીબાર કર્યો હતો. બળવાખોર જૂથની સ્થાનિક ઓફિસના ઉદ્ઘાટન માટે અહીં લોકો એકઠા થયા હતા. આ પ્રાંત દેશના બીજા સૌથી મોટા શહેર મંડલયની ઉત્તરે લગભગ 110 કિલોમીટર (70 માઇલ) દૂર સ્થિત છે.
WhatsAppની પ્રાઈવસી પૉલિસી મામલે સરકારે કોર્ટને કહ્યુંઃ ‘ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ તૈયાર છે’
લશ્કરી સરકારે હુમલો સ્વીકાર્યો
પ્રારંભિક અહેવાલોમાં મૃત્યુઆંક લગભગ 50 હતો, પરંતુ સ્વતંત્ર મીડિયાએ પાછળથી અહેવાલ આપ્યો કે મૃત્યુઆંક 100 થી વધુ હતો. અહીં ઘટનાની વિગતોની સ્વતંત્ર રીતે ચકાસણી કરવી અશક્ય હતી કારણ કે ત્યાંની લશ્કરી સરકાર દ્વારા રિપોર્ટિંગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. માર્યા ગયેલાઓમાં મહિલાઓ અને નાના બાળકોનો સમાવેશ થાય છે.
ADVERTISEMENT
સૈન્ય સરકારના પ્રવક્તા, મેજર જનરલ ઝાવ મીન તુને, સરકારી ટેલિવિઝનને આપેલા એક ફોન નિવેદનમાં સ્વીકાર્યું કે બળવાખોર જૂથની ઓફિસના ઉદઘાટન દરમિયાન હુમલો થયો હતો. તેમણે સરકાર વિરોધી દળો પર આતંકનું હિંસક અભિયાન ચલાવવાનો આરોપ લગાવ્યો હતો.
સેનાએ બળવો કર્યો
મ્યાનમારમાં, 1 ફેબ્રુઆરી 2021ના રોજ, લશ્કરે બળવા દ્વારા સત્તા મેળવી. આ પછી દેશમાં ઈમરજન્સી લાગુ કરવામાં આવી હતી. આ દરમિયાન મ્યાનમારની નેતા આંગ સાન સૂ કી અને નેશનલ લીગ ફોર ડેમોક્રસીના અન્ય નેતાઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. આ પછી, લોકશાહીની પુનઃસ્થાપનની માંગ સાથે દેશભરમાં વિરોધ પ્રદર્શનો થયા હતા. ત્યારથી અત્યાર સુધીમાં સુરક્ષા દળોના હાથે 3,000 થી વધુ નાગરિકોના મોત થયા હોવાનો અંદાજ છે.
ADVERTISEMENT
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT
ADVERTISEMENT