કયા કેસમાં બિશ્નોઈની NIA સ્પેશિયલ કોર્ટમાં સુનાવણી થશે! 7 દિવસના માગ્યા હતા રિમાન્ડ

ADVERTISEMENT

લોરેન્સ બિશ્નોઈ કેસની સુનાવણી હવે વિશેષ NIA કોર્ટમાં થશે. નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી NIAએ લોરેન્સ બિશ્નોઈના 7 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી.
લોરેન્સ બિશ્નોઈ કેસની સુનાવણી હવે વિશેષ NIA કોર્ટમાં થશે. નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી NIAએ લોરેન્સ બિશ્નોઈના 7 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી.
social share
google news

સંજય શર્મા.નવી દિલ્હીઃ લોરેન્સ બિશ્નોઈ કેસની સુનાવણી હવે વિશેષ NIA કોર્ટમાં થશે. નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી NIAએ લોરેન્સ બિશ્નોઈના 7 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. ડિસ્ટ્રિક્ટ જજે કેસને સ્પેશિયલ NIA કોર્ટમાં ટ્રાન્સફર કર્યો હતો.

લોકોને બળવો કરવા ઉશ્કેરણીઃ ફરિયાદ
નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) દ્વારા ગયા વર્ષે ડિસેમ્બરમાં નોંધાયેલા કેસની તપાસ કરવા માટે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના રિમાન્ડની માંગ કરી રહી છે. FIR અનુસાર, બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ, ખાલિસ્તાન લિબરેશન ફોર્સ જેવા પ્રતિબંધિત જૂથોના ઓપરેટિવ્સે દેશ વિરુદ્ધ યુદ્ધ કરવા માટે નેટવર્ક બનાવ્યું છે. આ નેટવર્ક લોકોને દેશ સામે બળવો કરવા માટે ઉશ્કેરી રહ્યા છે.

અતીકે સાબરમતી જેલમાંથી બિલ્ડરને આપી હતી ધમકી, માંગ્યા હતા 5 કરોડ

NIA કસ્ટડીની માગ કરે છે કારણ કે…
ફરિયાદ પ્રમાણે આ લોકો આતંકવાદી ઘટનાઓને અંજામ આપી રહ્યા છે, જોકે NIAએ ઉત્તર ભારતમાં સક્રિય સંગઠિત અપરાધ સિન્ડિકેટ અને મોહાલીમાં RPG હુમલા સંબંધિત કેસમાં બિશ્નોઈની કસ્ટડી પહેલેથી જ લઈ લીધી છે. પરંતુ આ વખતે NIA એવા કેસમાં બિશ્નોઈની કસ્ટડીની માંગ કરી રહી છે જ્યાં તે તપાસ કરી રહી છે કે વિદેશમાં સ્થિત આતંકવાદીઓ દ્વારા ભારતમાં કેટલા મોટા ગુનેગારોનો ઉપયોગ કરવામાં આવે છે.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT