દિલ્હીના એનર્જી જિમના માલિક પર ઓફીસમાં જ ઘૂસીને શખ્સોએ વરસાવી ગોળીઓ

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હીઃ પૂર્વ દિલ્હીના પ્રીત વિહાર વિસ્તારમાં બદમાશોએ એક જિમ બિઝનેસમેનની ઓફિસમાં ઘૂસીને ગોળી મારી હત્યા કરી નાખી. માહિતી મળતાની સાથે જ પ્રીત વિહાર પોલીસ સ્ટેશનની પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી. મામલાની ગંભીરતા જોતા જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ પહોંચી ગયા હતા.

‘મોદીના પિતાના અવસાનની વાત મળી ત્યારે…’- શું છે આ જુના Videoમાં

માથામાં મારી ગોળી
મૃતક વેપારીની ઓળખ 45 વર્ષીય મહેન્દ્ર અગ્રવાલ તરીકે થઈ છે. મૃતક એનર્જી જીમ એન્ડ સ્પાના નામે અનેક સેન્ટર ચલાવતો હતો. તેની પાસે જિમમાં વપરાતા સાધનોનો બિઝનેસ પણ છે. એનર્જી જિમ અને સ્પાનું મુખ્યાલય પ્રીત વિહાર વિસ્તારમાં વિકાસ માર્ગ પર એક બિલ્ડિંગના પહેલા માળે છે, તેમજ બેઝમેન્ટમાં જિમ પણ છે. શુક્રવારે મોડી સાંજે લગભગ 8 વાગ્યે મહેન્દ્ર અગ્રવાલ તેમની ઓફિસમાં હતા. આ દરમિયાન હથિયારોથી સજ્જ ત્રણ બદમાશો ઓફિસમાં ઘૂસી આવ્યા હતા અને મહેન્દ્ર અગ્રવાલ પર એક પછી એક ત્રણ ગોળીઓ ચલાવી હતી. મહેન્દ્ર અગ્રવાલના માથામાં ગોળી વાગી હતી. જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જણાવવામાં આવી રહ્યું છે કે ભાગતી વખતે બદમાશોએ ઓફિસમાં લગાવેલા સીસીટીવીનું ડીવીઆર પણ છીનવી લીધું જેથી તેમની ઓળખ ન થઈ શકે.

હીરા બાની પ્રાથના સભા વડનગરમાં યોજાશે, જાણો કાર્યક્રમ

મહેન્દ્ર અગ્રવાલની કોની સાથે હતી દુશ્મની
હાલમાં પૂર્વ દિલ્હી જિલ્લા પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે. ક્રાઈમ ટીમ અને એફએસએલની ટીમને પણ સ્થળ પર બોલાવવામાં આવી છે. આ સિવાય નજીકમાં લાગેલા સીસીટીવી ફૂટેજને સ્કેન કરવામાં આવી રહ્યા છે જેથી કરીને બદમાશોની ઓળખ કરી શકાય. માહિતી મળતા જ મહેન્દ્ર અગ્રવાલના સંબંધીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. હત્યા પાછળ કોનો હાથ છે, મહેન્દ્ર અગ્રવાલને કોઈની સાથે દુશ્મની હતી કે કેમ તે જાણવા માટે પોલીસ પરિવારજનો સાથે પણ વાત કરી રહી છે.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT