વિદેશમાં ડોક્ટરનું ભણીને 21 વર્ષની યુવતી આવી ગામડે, ચૂંટણી જીતીને બની સરપંચ

ADVERTISEMENT

gujarattak
social share
google news

સાંગલીઃ મહારાષ્ટ્રના સાંગલીમાં આવેલી એક છોકરી ગામની સરપંચ બની છે, જે વિદેશમાં રહીને ડોક્ટરનું ભણતી હતી. 21 વર્ષની યશોધરા શિંદે ડૉક્ટર બનવા માંગતી હતી, જેના માટે તે જ્યોર્જિયાની મેડિકલ કૉલેજમાં અભ્યાસ કરતી હતી, પરંતુ તેના નસીબમાં કંઈક બીજું જ હતું. યશોધરા મહારાષ્ટ્રમાં પોતાના ગામ પરત ફરી અને સરપંચની ચૂંટણી જીતી.

ઓનલાઈન ભણતર પુરું કરશે
યશોધરા હવે સાંગલી જિલ્લાના મિરાજ તાલુકામાં આવેલા તેના ગામ વદ્દીના સારા માટે કામ કરવાની છે અને તેનું શિક્ષણ ઓનલાઈન પૂર્ણ કરવાની યોજના બનાવી રહી છે. યશોધરા શિંદેએ કહ્યું કે તે મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માંગે છે, વિદ્યાર્થીઓ માટે ઈ-લર્નિંગ અને અન્ય શિક્ષણ સાધનો લાવવા માંગે છે, બાળકોને સારી સ્વાસ્થ્યની આદતો અપનાવવામાં મદદ કરવા માંગે છે, ગામના યુવાનો અને ખેડૂતોની અપેક્ષાઓ પૂર્ણ કરવા માંગે છે અને સમુદાયના કલ્યાણમાં યોગદાન આપવા માંગે છે.

ADVERTISEMENT

દોઢ વર્ષનો અભ્યાસ હજુ બાકી
તેણીએ કહ્યું, “હું જ્યોર્જિયાની ન્યુ વિઝન યુનિવર્સિટીમાં એમબીબીએસનો કોર્સ કરી રહી છું, હાલમાં હું ચોથા વર્ષમાં છું અને અભ્યાસક્રમનું દોઢ વર્ષ પૂરું થવાનું બાકી છે. મારા ગામમાં ચૂંટણીની જાહેરાત થઈ ત્યારે સ્થાનિક લોકો ઇચ્છતા હતા કે અમારા પરિવારમાંથી કોઈ સરપંચ (ગામના વડા) પદ માટે ચૂંટણી લડે, મને આ પદ માટે મેદાનમાં ઉતારવાનું નક્કી કરવામાં આવ્યું, મને મારા પરિવારનો ફોન આવ્યો અને હું પાછી આવી, ચૂંટણી લડી અને જીતી ગઈ.

શું છે યશોધરાનું વવિઝન
તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં 18 ડિસેમ્બરે 7,682 ગ્રામ પંચાયતો માટે મતદાન થયું હતું. જેના પરિણામ મંગળવારે જાહેર કરવામાં આવ્યા હતા. જ્યારે તેમને ગામના વિકાસ માટે સરપંચ તરીકેની તેમની યોજનાઓ વિશે પૂછવામાં આવ્યું ત્યારે, યશોધરાએ કહ્યું કે તેમનું મુખ્ય ધ્યાન મહિલાઓના પ્રશ્નોનું નિરાકરણ અને તેમને પોતાના પગ પર ઊભા કરવા પર રહેશે. તેણીએ કહ્યું, “મારો અભિપ્રાય છે કે મહિલાઓને સમાન તકો મળવી જોઈએ જેથી કરીને તેઓ બતાવી શકે કે તેઓ કેટલી સક્ષમ છે. હું તેમને શિક્ષિત અને સ્વતંત્ર બનાવવા માંગુ છું. બાળકોનું કલ્યાણ અને તેમનું શિક્ષણ પણ તેમની પ્રાથમિકતા યાદીમાં છે. હું તેમને ઇ-લર્નિંગ અને શિક્ષણની નવી પદ્ધતિઓ વિશે જણાવવા માંગુ છું.”

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT