સ્વાતી માલીવાલને કારથી 15 મીટર ઢસેડ્યા, AIIMS નજીક ગેરવર્તન, આરોપી ઝડપાયો

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હીઃ દિલ્હીમાં વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલને એક કાર ચાલકે 10થી 15 મીટર સુધી ખેંચી ઢસેડ્યા હતા. આ ઘટના દિલ્હી AIIMS પાસે બની હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. ઉલ્લેખનીય છે કે હાલમાં જ અંજલિ નામની એક યુવતીને કારથી કિલોમીટરો સુધી ઢસેડ્યા પછી તેના મોતને કારણે ભારે ચર્ચાઓ ચાલી છે તેવા સંજોગોમાં વધુ એક આવી ઘટના સામે આવી છે અને તે પણ દિલ્હીમાં અને પાછું મહિલા આયોગના અધ્યક્ષ સાથે.

રાત્રે શું બન્યું સ્વાતિ સાથે, તેણે કહ્યું…
સ્વાતિ માલીવાલે ટ્વીટ કર્યું હતું કે, તેઓ ગઈકાલે મોડી રાત્રે દિલ્હીમાં મહિલા સુરક્ષાની સ્થિતિની સમીક્ષા કરી રહી હતી. દરમિયાન એક કાર માલિકે નશાની હાલતમાં તેમની છેડતી કરી હતી. જ્યારે તેઓએ તેને પકડ્યો, ત્યારે ડ્રાઇવરે કારના કાચ બંધકરી તેમાં હાથ ફસાવીને તેમને ખેંચ્યા હતા. માલીવાલે વધુમાં કહ્યું કે ભગવાને તેમનો જીવ બચાવ્યો. જો દિલ્હીમાં મહિલા આયોગની અધ્યક્ષા સુરક્ષિત નથી, તો પછી પરિસ્થિતિની કલ્પના કરો. મોડી રાત્રે હું દિલ્હીમાં મહિલા સુરક્ષાની સ્થિતિનું નિરીક્ષણ કરી રહી હતી. એક કારના ડ્રાઈવરે નશાની હાલતમાં મારી છેડતી કરી અને જ્યારે મેં તેને પકડી લીધો ત્યારે તેણે મારો હાથ કારના વીડો કાચમાં બંધ કરી દીધો અને મને ખેંચી ગયો. ભગવાને જીવ બચાવ્યો. જો દિલ્હીમાં મહિલા આયોગની અધ્યક્ષા સુરક્ષિત નથી, તો પછી પરિસ્થિતિની કલ્પના કરો.

3 દિવસથી ગુમ ડભોઈના મહિલા કોન્સ્ટેબલ વિધર્મી પ્રેમી સાથે અહીંથી મળ્યા, બહેનને વિદેશ જવાનો મેસેજ

પોલીસને મેસેજ મળ્યો કે…
મળતી માહિતી મુજબ આ ઘટના બુધવારે મોડી રાત્રે બની હતી. સ્વાતિ એઈમ્સના ગેટ નંબર 2 પાસે હતી. આ દરમિયાન એક કાર ચાલકે તેને પોતાની કારમાં બેસવા કહ્યું. સ્વાતિએ કાર ચાલકને ઠપકો આપતાં તેણે તરત જ કારનો કાચ ઊંચો કર્યો હતો. આ દરમિયાન સ્વાતિનો હાથ કારમાં ફસાઈ ગયો અને ડ્રાઈવર તેને 10 થી 15 મીટર સુધી ખેંચી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, પીસીઆર પર સવારે 3.11 વાગ્યે, તેમને ફોન આવ્યો કે સફેદ બલેનો કારના ડ્રાઈવરે એક મહિલાને ખોટા ઈશારા કર્યા અને તેને એમ્સ બસ સ્ટોપની પાછળ ખેંચી ગયો, પરંતુ મહિલા ભાગવામાં સફળ રહી.

ADVERTISEMENT

યુ-ટર્ન લઈ કાર ચાલક પાછો આવ્યો
પોલીસના જણાવ્યા અનુસાર, પેટ્રોલિંગ વાહને મોડી રાત્રે વાગ્યે એઈમ્સના ગેટ નંબર 2 સામે ફૂટપાથ પર એક મહિલાને જોઈ. પૂછપરછ પર, મહિલાએ જણાવ્યું કે તેને કારમાંથી ખેંચવામાં આવી હતી. મહિલાએ જણાવ્યું કે નશામાં ધૂત બલેનો કાર ચાલક તેની પાસે રોકાયો, તેણે ખરાબ ઈરાદા સાથે મહિલાને કારમાં બેસવા કહ્યું. મહિલાના ના પાડવા પર તે ચાલ્યો ગયો અને સર્વિસ લેનમાંથી યુ-ટર્ન લઈને પાછો આવ્યો. ડ્રાઈવરે ફરી એકવાર મહિલાને કારમાં બેસવા કહ્યું. મહિલાએ તેને ઠપકો આપ્યો. જ્યારે તે ડ્રાઈવરની બાજુની બારી પાસે પહોંચી ત્યારે કાર ચાલકે ઝડપથી બારીનો કાચ ઊંચક્યો. મહિલાનો હાથ કારમાં ફસાઈ ગયો અને તેને 10-15 મીટર સુધી ખેંચવામાં આવી.

બોલિવૂડ એક્ટ્રેસ રાખી સાવંતની અટકાયત, વિડીયો શેર કરવો પડ્યો ભારે

કોણ હતો એ કાર ચાલક?
રાત્રે 3.12 વાગ્યે, પોલીસે બલેનો કાર વિશે બધાને સંદેશો પ્રસારિત કર્યો. આરોપી ડ્રાઈવર વાહન સાથે રાત્રે 3.34 કલાકે ઝડપાઈ ગયો હતો. બાદમાં પોલીસને ખબર પડી કે જે મહિલાની છેડતી કરવામાં આવી હતી તે દિલ્હી મહિલા આયોગની ચેરપર્સન સ્વાતિ માલીવાલ છે. પકડાયેલા આરોપીનું નામ હરીશ ચંદ્ર (ઉંવ. 47) છે. તેના પિતાનું નામ દુર્જન સિંહ જણાવવામાં આવી રહ્યું છે. તે સંગમ વિહારનો રહેવાસી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT